بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Date 15/11/2019
Lesson - 21
------------------------------------------------------------------------------
Topic: ઇમામે જઅફરે સાદિક અ.સ. વિષે.
-----------------------------------------------------------------------------------
ઇમામે જઅફરે સાદિક અ.સ. આપણા છઠ્ઠા ઇમામ છે.
કિતાબોમાં ઝિક્ર છે કે જન્નતમાં જઅફર નામની એક નહેર છે,
એ નિસબત થી આપ અ.સ. નું નામ જઅફર રાખવામાં આવ્યું.
આપના વાલિદ આપણા પાંચમા ઇમામ હઝરતે મોહમ્મદ બાકીર અ.સ. હતા.
આપના વાલેદા નું નામ જ. ઉમ્મે ફરવા હતું.
આપની વિલાદતની 17 રબીઉલ અવવલ હિજરી સન 83 ના રોજ, મદીના શહેરમાં થઇ.
આપનો લકબો ઘણા છે, જેમ કે સાદિક, સાબિર, ફાઝીલ, વગેરે...
જેમાં સાદિક આપનો મશહૂર લકબ છે, માટે જ આપ અ.સ. ને જઅફરે સાદિક અ.સ. કહેવાય છે.
આપ અ.સ. ની વિલાદતની તારીખ અને રસૂલે ખુદા સ.અ.વ. ની વિલાદતની તારીખ એક જ છે - એટલે કે ૧૭ રબીઉલ અવ્વ્લ.
ઇમામ જ અફરે સાદિક અ.સ. નો લકબ સાદિક છે, અને રસૂલે ખુદા સ.અ.વ ને પણ સાદિક કહેવાય છે માટે આજના દિવસ ને સાદિકૈન (એટલે કે બે સાદિકો ) નીવિલાદતનો દિવસ કહેવાય છે.
સાદિક એટલે સાચા. આમ તો બધા માસૂમીન અ.સ. સાચા છે,...
પણ દરેક ઇમામ માટે કોઈ ને કોઈ લકબ ખાસ છે, એવી રીતે ઇમામે જઅફરે સાદિક અ.સ. માટે સાદિક લકબ મશહૂર છે.
આપ અ.સ.ની કુન્નિયત અબુ અબ્દિલ્લાહ અને અબુ મૂસા છે.
આપ અ.સ.ના સમયમાં ઈલ્મનો ફેલાવો:
-----------------------------------------------
આપના સમયમાં ઇસ્લામી ઈલ્મનો ખૂબ ફેલાવો થયો છે,
આપ અ.સ. પાસે જુદા જુદા દેશોમાંથી લોકો ઈલ્મ હાંસિલ કરવા આવતા.
આપ અ.સ. ના અમુક શાગિર્દો એટલે કે students ને ત્રીસ - ત્રીસ હજાર (thirty thousand) જેટલી હદીસો હિફઝ હતી, મોઢે યાદ હતી...!
ફક્ત મઝહબી ઈલ્મ જ નહિ પરંતુ દુન્યવી દરેક subjects નું ઈલ્મ પણ લોકો આપ અ..સ પાયે આવીને હાંસિલ કરતા.
MATHEMATICS અને CHEMISTRY જેવા વિષયોનું ઈલ્મ પણ લોકો આપ અ.સ. પાસે આવીને મેળવતા.
અહલે સુન્નતના એક ઇમામ, ઇમામે અબુ હનીફાએ પણ આપ અ.સ. પાસેથી ઈલ્મ હાંસિલ કરેલું છે.
મુનાઝેરા:
------------
મુનાઝેરા એટલે શું ?
Suppose, કોઈ આવીને એમ કહે કે ઇસ્લામ મઝહબ ખોટો મઝહબ છે, અથવા ઇસ્લામના અકીદાઓને ખોટા સાબિત કરવાની કોશિશ કરે,
તો એવા લોકોને એવા દલીલ વાળા જવાબ આપવા કે એણે માનવું પડે કે ઇસ્લામ સાચો મઝહબ છે...
આ પ્રકારની મઝહબી ચર્ચાઓ અને દલીલોને મુનાઝેરાકહેવામા આવે છે.
આપ અ.સ. ના સમયમાં જયારે બાદશાહો મુનાઝેરામાં પરેશાની અનુભવતા ત્યારે તેઓ ઇમામ અ.સ. ને બોલાવતા...ઈમામની મદદ લેતા
અને ઇમામ અ..સ મુનાઝેરામાં ઇસ્લામ વિરોધી લોકો ને હરાવી દેતા, અને મજબુત દલીલોથી એ લોકોને સાચો ઇસ્લામ માનવા મજબૂર કરી દેતા.
આપ અ.સ. ની કુલ ઉંમર 65 વર્ષની હતી. ઇમામે ઝમાના અ.સ. સિવાય બાકીના 13 માસૂમોમાં આપ અ.સ.ની ઉંમર સૌથી વધારે છે.
આપ અ.સ. ની એક હદીસ:
----------------------------
ઇમામ જઅફરે સાદિક અ.સ. ફરમાવે છે કે...
નેકીનો કમાલ એ છે કે તેમાં જલ્દી કરો, ઓછી સમજો, અને છુપી રીતે કરો.
મતલબ કે જયારે આપણને કોઈ નેક કામ કરવાનો વિચાર આવે તો....
કામ કરવા માં ઢીલ ના કરવી જોઈએ, કામ delay ના કરવું જોઈએ પણ જલ્દીથી એ નેક કામ શરૂ કરી દેવું જોઈએ....
સાથે સાથે ગમે એટલું મોટું નેક કામ ના હોય એ નાનું જ સમજવું જોઈએ....
અને શક્ય હોય ત્યાં સુધી એ નેક કામ છૂપું રાખવું જોઈએ, એનો દેખાડો ના કરવો જોઈએ, show off ના કરવું જોઈએ.
wassalam
"Contact+919979127272 to get such Islamic Dars for Kids on regular basis"
----------------------------------------------------------------------------------------
TO JOIN SALEH KIDS:
https://chat.whatsapp.com/CbDAACJogWb25hPFG9z3ko
View Blog:
https://salehkids.blogspot.com/p/gujarati_12.html

No comments:
Post a Comment