Pages

Monday, October 28, 2019

Lesson - 3 - ઇમામે હસને મુજતબા અ.સ.

બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ                                                                              بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS

Date - 28/10/2019

Lesson - 3 - ઇમામે હસને મુજતબા અ.સ.


આપણા બીજા ઇમામનું નામ હઝરતે હસન અ.સ.‌ છે.



આપની પહેલા દુનિયામાં કોઈનું પણ નામ હસન રાખવામાં આવ્યું ન હતું.

આપના લકબોમાંથી એક લકબ મુજતબા છે.


આપની વિલાદત 15 માહે રમઝાન હિજરી સન ૩ ના રોજ મદીના શહેરમાં થઈ.

આપના વાલિદ આપણા પહેલા ઇમામ હઝરત અલી અ.સ. છે.


આપની વાલિદા જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહે અલય્હા છે.


આપના નાના આપણાં પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. છે. ઇમામે હસન અ.સ ની વિલાદતથી પયગમ્બર સ.અ.વ. ને ખૂબ જ ખુશી થઈ હતી.

ઇમામ હસન અ.સ. પયગમ્બર સ.અ.વ ના નવાસા હતા પણ
કુરઆને મજીદે આપને ફરઝંદે રસૂલ નો દરજ્જો આપ્યો છે. આથી આપને "સિબ્તે રસૂલ* કે સિબ્તે પયગમ્બર પણ કેહવામાં આવે છે.

પયગમ્બર સ.અ.વ. એ ઇમામ હસન અ. અને ઇમામ હુસૈન અ. ને જન્નતના જવાનોના સરદાર કહ્યા છે.

આપ  જયારે  સવારની  નમાઝથી  ફારિગ  થતા ત્યારે સૂરજ  નીકળે  નહી  ત્યાં સૂધી મુસલ્લા  પર  બેઠા  રહેતા હતા.

આપની સખાવત ખૂબ મશહૂર છે. આપના દરવાજાથી કોઈ માંગવાવાળો ખાલી હાથ ન જતો.

ઇમામ હસન અ. એ ઘણી વખત પોતાની પૂરી દૌલત અલ્લાહની રાહમાં સખાવત કરી દીધી હતી અને કેટલીક વખત અર્ધી દૌલત અલ્લાહની રાહમાં ખર્ચ કરી નાખી હતી.

આપ પોતે ફાકા કરતા પણ સાએલોની હાજતો પૂરી કરતા.


સુલેહ બાબતે:

મઅવિયા સાથેની સુલેહ માં ઇમામ હસન અ. એ પોતાની જ શરતો મૂકી હતી જેમાં સૌથી પેહલી શરત એ હતી કે હુકુમત કુરઆન અને સુન્નત મુજબ ચલાવવામાં આવે. આ સિવાય અન્ય શરતો હતી જેવી કે અહલેબયતના ચાહવાવાળાઓને રક્ષણ (હિફાઝત / protection) આપવામાં આવે, અલી અ. ની શાનમાં ગુસ્તાખી ભર્યા શબ્દો કેહવાનું બંધ કરવામાં આવે, ઇમામ હસન અ.  , ઇમામ હુસૈન અ. અને પયગંબરના ઘરવાળાઓને નુકસાન ન પહોંચાડે વિગેરે....


શહાદત:

આપની શહાદત ૨૮ સફર હિજરી સન ૫૦ ના થઈ.
આપને દગાથી ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા.
આ ઝેર મઅવિયાના દબાણથી રોમના બાદશાહે મોકલ્યું હતું, અને જોઅદા બિન્તે અશઅસે આપને દગાથી ઝેર પીવડાવી દીધું હતું.


આપના અખ્લાકનો એક પ્રસંગ / કિસ્સો:

એક વખત ઇમામ હસન અ.સ. ઘોડા પર બેસીને ક્યાંક જઈ રહ્યા હતા, રસ્તામાં એક શામી (શામનો રેહવાસી) નો સામનો થયો, એ માણસ ઈમામની શાનમાં જેવા તેવા અલ્ફાઝ કેહવા લાગ્યો... જ્યારે એણે બોલવાનું બંધ કર્યું ઇમામ એની પાસે ગયા, સલામ કરીને મોહબ્બત થી પૂછ્યું કે

અગર તારે કપડાંની જરૂર હોય તો તને કપડાં આપું,

તું ભૂખ્યો હોય તો તને ખાવાનું આપું,

તું મુસાફર હોય અને તારે સવારીની જરૂર હોય તો સવારીનો ઇન્તેજામ કરી આપું,

અને અગર રેહવા માટે જગ્યા જોઈતી હોય તો રેહવાની જગ્યાની વ્યવસ્થા કરી આપું...!!!

ઇમામ ના આવા બેહતરીન અખ્લાક જોઈને એ માણસ શરમિંદા થઈ ગયો અને કહેવા લાગ્યો કે હું ગવાહી આપું છું કે આપ અલ્લાહના સાચા ખલીફા છો..... આપના બાપ-દાદા વિષે પણ હું ખોટી માન્યતા ધરાવતો હતો.. પરંતુ આપના અખ્લાકે મને આપનો ગુલામ બનાવી દિધો છે, હવે હું આપના કદમોથી દૂર નહીં જાવ એને જીવીશ ત્યાં સુધી આપની ખિદમત કરીશ...

વસ્સલામ..

No comments:

Post a Comment