Pages

Sunday, November 24, 2019

Lesson - 30 *એહકામ INTRODUCTION*

*بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ*


*ISLAMIC DARS FOR KIDS*

Date 25/11/2019

Lesson - 30

-------------------------------------------------

Topic: *એહકામ INTRODUCTION*

--------------------------------------------


શું તમને સવાલ થાય છે કે *એહકામ એટલે શું ?*

એહકામ એટલે *અલ્લાહના હુકમો...!!!*

તો શું અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે ?

જી .. હા..... *અલ્લાહના હુકમોનું પાલન કરવું દરેક ઇન્સાન પર વાજીબ છે...*

પણ ક્યારે...?

*GIRLS માટે ૯ વર્ષ* પુરા થાય ત્યારથી અને *BOYS માટે ૧૫ વર્ષ* પૂરા થાય ત્યારથી અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ થઇ જાય છે.

આ વર્ષ *ENGLISH નહિ પણ ઇસ્લામિક કેલેન્ડર* પ્રમાણે ગણવાના હોય છે. જેને *MOON YEAR* પણ કહેવાય છે.

તો અગર ઇન્સાન પર અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે તો આપણે અલ્લાહના હુકમોનું પાલન કેવી રીતે કરી શકીએ ?

જો આપણે અલ્લાહના હુકમોનું પાલન કરવા ઇચ્છતા હોઈએ તો *સૌથી પેહલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અલ્લાહનો હુકમ છે શું ?* અલ્લાહ આપણી પાસેથી શું ચાહે છે ?

એનો મતલબ કે પહેલું સ્ટેપ અલ્લાહના હુકમો જાણવાનું છે.. કેમ કે *શું અલ્લાહના હુકમો જાણ્યા વગર આપણે એના હુકમો પર અમલ કરી શકીશું ? ના...*

તો એનો મતલબ એમ થયો કે *જેવી રીતે અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે તેવી રીતે એનું જાણવું પણ વાજીબ છે...!*

તો ઇસ્લામિક STUDIES માં *અલ્લાહના હુકમોને જાણવા, સમજવા માટેનો જે SUBJECT છે એને એહકામ કહેવામાં આવે છે.*

તો હવે પહેલો સવાલ એ છે કે... *આપણે એ હુકમો જાણવાનું શરુ ક્યારથી કરીએ ?* આપણા પર એ હુકમો *વાજીબ થઇ જાય પછી* કે *પેહલે થી જ થોડું થોડું જાણવાનું શરુ કરી શકીએ ..!*





પેહલે થી જ ને..!


હવે બીજો અને વધારે IMPORTANT સવાલ...!!!

આપણે એ એહકામ એટલે કે *અલ્લાહના હુકમો કેવી રીતે જાણી શકીએ ?*

તો એનો જવાબ એ છે કે *અલ્લાહના હુકમો તો અલ્લાહ જ જણાવી શકે ?*

તો શું *અલ્લાહે ક્યાંય એના હુકમો બયાન કર્યા છે ?* કે ઇન્સાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વગેરે ?

હા... જરૂર... *અલ્લાહે કુરઆને મજીદમાં બધા હુકમો બયાન કર્યા છે...* અને મઅસૂમીન અ.સ. ની *હદીસોમાં પણ અલ્લાહના હુકમોનું બયાન* થયું છે..!

તો મતલબ એ કે જો આપણે અલ્લાહના હુકમો જાણવા હોય તો આપણી પાસે *કુરઆનનું ઈલ્મ ખૂબ ખૂબ DETAILS માં હોવું જોઈએ અને સાથે સાથે મઅસૂમીન અ.સ.ની હદીસોનું ઈલ્મ પણ ખૂબ DETAILS માં હોવું જોઈએ...!* .....RIGHT ?

તો જ આપણે જાણી શકીએ ને કે અલ્લાહના હુકમો શું છે...? અને આપણે કેવા અમલ કરવા જોઈએ અને કેવા અમલથી દૂર રેહવું જોઈએ..?

તો પછી યા તો *આપણે એટલું બધું DETAIL માં ઈલ્મ હાંસિલ કરવું પડે* અને યા તો આપણે એ *લોકોને પૂછવું પડે* જેને કુરઆન અને હદીસોનું DETAIL માં ઈલ્મ છે કે અમને કહો કે *અલ્લાહના હુકમો શું છે ?*

*તો એ લોકો કોણ કે જેમને કુરઆન અને હદીસનું DETAIL માં ઈલ્મ છે ? અને આપણે જેમને અલ્લાહના હુકમો વિષે પૂછી શકીએ  ?* આ સવાલનો જવાબ તમે વિચારજો, તમારા PARENTS સાથે DISCUSS કરજો ઈન શા અલ્લાહ આવતી કાલના લેસનમાં આ વિષે ચર્ચા કરીશું...

TO BE CONTINUED IN SHA ALLAH...

વસ્સલામ

No comments:

Post a Comment