Pages

Tuesday, December 24, 2019

Lesson - 26 ISLAMIC MORAL STORY - મુસીબત સબ્ર કરવી

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS

Date 20/11/2019

Lesson - 26
------------------------------------------------------------
Topic:  ISLAMIC MORAL STORY - મુસીબત સબ્ર કરવી.
------------------------------------------------------------

ઝાકીરભાઈ એક મુસીબતમાં ફસાયેલા હતા...

એમના ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુની ચોરી થઈ હતી.....

હવે એ જેને પણ મળે કેહવા લાગ્યા..

અરે યાર... મારા ઘરમાં મોટી ચોરી થઈ ગઈ...

હું તો લૂંટાઈ ગયો....

હું તો બરબાદ થઈ ગયો.....

અલ્લાહે મારી સાથે સારું ના કર્યું.....

આખી દુનિયામાં અલ્લાહને હું એક જ મળ્યો કે મારા જ ઘરમાં ચોરી કરાવી...

શું તમે મને કઈ મદદ કરી શકશો...?

જે પણ મળે એની સામે પોતાની આ દુઃખભરી કહાની સંભળાવાનું ચાલુ કરી દેતા...., મદદ માંગતા...

કોઈનો ફોન આવ્યો તો પણ આ જ વાત...

મસ્જિદમાં કોઈ મળ્યું તો પણ આજ વાત....

માર્કેટમાં, ઓફિસમાં, હોસ્પિટલમાં, શાદીના ફંક્શનમાં કોઈ પણ મોકો ખાલી ના જવા દે....

બસ અલ્લાહે મારી સાથે સારું ના કર્યું... મારા નસીબ બહુ ખરાબ છે એક જ વાત...

દરરોજની જેમ એક દિવસ એ ઓફિસથી ઘરે આવ્યા... થાકેલા હતા...

રાત્રે અઝાખાનામાં મજલિસ હતી... જવાનો મૂડ નહોતો... આમ પણ અલ્લાહથી નારાઝ હતા..!

છતાં દિલમાં ખયાલ આવતો કે મજલિસમાં જઈ આવું આજે....

એ મજલિસમાં ગયા.... અને મજલિસનો ટોપિક હતો સબ્ર !

મૌલાનાએ સબ્ર વિષે જ આખી મજલિસ પડી....

જેમ જેમ મૌલાના મજલિસ પડતા ગયા એમ ઝાકીરભાઈને લાગવા માંડ્યું કે જાણે મૌલાના મજલિસ મારા માટે જ પડી રહ્યા છે..!

મૌલાનાએ કહ્યું કે જયારે કોઈ મુસીબત આવી પડે તો ગભરાવું ના જોઈએ....

મુસીબતમાં રો-કકળ ના કરવી જોઈએ...

મુસીબતમાં ફસાઈએ તો ક્યારેય એવું ના વિચારવું જોઈએ કે હું  તો બહુ બદ-નસીબ છું...

મુસીબતમાં જેની તેની સામે મદદ માટે હાથ ના ફેલાવવા જોઈએ...

હજી એ વિચારતા જ હતા કે જો મુસીબતમાં આવું ન કરાય તો શું કરાય આખરે..? ત્યાં જ મૌલાના એ વાત આગળ વધારી....

કે મુસીબતમાં સબ્ર કરવી જોઈએ....

મુસીબત દૂર કરવાના રસ્તાઓ શોધવા જોઈએ...

મુસીબત દૂર કરવા કોશિશ કરવી જોઈએ......

અને અલ્લાહથી દોઆ કરવી જોઈએ....

પછી મૌલાના સાહેબે કુરાને કરીમની આ મશહૂર આયત સંભળાવી..

અલ્લાહ કહે છે કે અય ઈમાનવાળાઓ...! સબ્ર અને નમાઝને ઝરિયે અલ્લાહથી મદદ માંગો... ઇન્નલ્લાહ મઅસ્સાબેરીન - બેશક અલ્લાહ સબ્ર કરવાવાળાઓની સાથે છે....! (સૂ.. બકરહ  આયાત 153 )

હવે ઝાકીરભાઈ ને સમજાયું કે હું તો અલ્લાહ પાસે મદદ માંગવાને બદલે... અલ્લાહ ને જ ભલું બૂરું કહી રહ્યો હતો...

મૌલાનાએ  આગળ કહ્યું કે પયગમ્બર સ. અ. વ. ની હદીસ છે કે....

અગર મોમીન મુસીબતમાં ફસાઈ જાય અને મુસીબત પર સબ્ર કરે તો અલ્લાહ એને 1000  શહીદોને બરાબર સવાબ આપશે..! (Mishkatul anwaar)

ઝાકીરભાઈની આંખમાં આંસૂ આવી ગયા અને મનમાં બોલ્યા....

 યા અલ્લાહ... તે તો મને 1000  શહીદોને બરાબર સવાબ હાંસિલ કરવાનો મોકો આપ્યો અને હું તને જ ખરાબ કેહવા લાગ્યો... અસ્તગફેરુલ્લાહ..

હવે એમને સમજાયું કે એમણે કેટલી મોટી ભૂલ કરી....

મજલિસ પૂરી થઈ પછી ઝાકીરભાઈએ મૌલાના સાથે મુસાફેહા કર્યા અને મૌલાનાની મજલિસની ખૂબ તારીફ પણ કરી...

હા... ઝાકીરભાઈના ઝહેનમાં સબ્ર વિષેની નસીહતો એકદમ clear હતી હવે...

અને દિલમાં મક્કમ ઈરાદો પણ હતો કે હું જેની તેની સામે મારી મુસીબત બયાન નહિ કરું....

મુસીબતમાં સબ્ર કરીશ....., કોશિશ કરીશ....., અલ્લાહથી મદદ માંગીશ....,

અલ્લાહ કંઈક રસ્તો બતાવશે કેમ કે અલ્લાહ સબ્ર કરવાવાળાઓની સાથે છે...

વસ્સલામ..

No comments:

Post a Comment