بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS FOR KIDS
Date 26/11/2019
Lesson - 31
-------------------------------------------------
Topic: એહકામ INTRODUCTION part-2
--------------------------------------------
ગઈકાલે સવાલ એ હતો કે એહકામ જાણવા હોય તો કોની પાસેથી જાણીએ શકીએ ? હદીસ અને કુરઆનનું detail માં ઈલ્મ કોના પાસે હોય છે ?
તો જવાબ એ છે કે મુજ્તહીદ અને મરજએ તકલીદ પાસે કુરાન અને હદીસોનું ઈલ્મખૂબ detail માં હોય છે અને એના આધારે એ આપણને જણાવી શકે કે આ બાબતમાં અલ્લાહનો હુકમ શું છે ?
FOR EXAMPLE મર્જએ તકલીદ આપણને જણાવી શકે કે નમાઝનો તરીકો શું છે, નમાઝના timings શું છે, રોઝા ના એહકામ શું છે ? ખુમ્સ ના એહકામ શું છે વગેરે....! અને હા..... મર્જએ તકલીદ આપણને જે પણ હુકમ આપે છે એ કુરઆન અને હદીસની રોશનીમાં જ હોય છે નહિ કે પોતાના મનના વિચારો...
મરજએ તકલીદ આપણને જે હુકમ આપે એનું પાલન કરવું, એ પ્રમાણે અમલ કરવો એને તકલીદ કરી કહેવાય.
મતલબ કે જેવી રીતે અલ્લાહના હુકમો પર અમલ કરવો વાજીબ છે એવી રીતે તકલીદ પણ વાજીબ છે, કેમ કે તકલીદ વગર ન તો આપણે અલ્લાહના હુકમોને જાણી શકીશું, અને જો અલ્લાહના હુકમો જાણી નહિ શકીએ તો અમલ કઈ રીતે કરી શકીશું ?
પણ.... આ તો આપણે અકલ થી વિચાર્યું કે તકલીદ વાજીબ છે...
શું કુરઆનમાં પણ ક્યાંય એવો હુકમ છે કે તકલીદ વાજીબ છે ! એટલે કે તમને ઈલ્મ ન હોય તો બીજાને પૂછો.. એવો હુકમ કુરઆનમાં પણ ક્યાંય છે ?
હા...... અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરઆને કરીમ માં ઈર્શાદ ફરમાવે છે કે:
فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِنْ كُنْتُمْ لَا تَعْلَمُونَ
ફસઅલુ અહલઝઝીક્ર ઈન કુન્તુમ લા તઅલમૂન
એટલે કે
"તો પછી તમે ન જાણતા હો તો એવા લોકોને પૂછો જે જાણતા હોય.." (સૂરે અંબિયા આયાત - 7 ).
મતલબ કે કુરઆને પણ આ રીતે તકલીદ કરવાનો હુકમ આપ્યો છે.
મરજએ તકલીદ:
જેની તકલીદ કરવામાં આવે એમને મરજએ તકલીદ કહેવાય.
અત્યારે હાલના સમયમાં મરજએ તકલીદ કોણ છે ?
હાલના સમયમાં મશહૂર મરજએ તકલીદ સૈયદ આયતુલ્લાહ અલી હુસૈન સીસ્તાની છે જે નજફ, ઇરાકમાં છે, અને સૈયદ આયતુલ્લાહ અલી ખામેનાઈ છે, જે ઈરાનમાં છે.
મુકલ્લીદ કોને કહેવાય ?
તકલીદ કરનારને મુકલ્લીદ કહેવાય, જેમ કે આપણે આયતુલ્લાહ સૈયદ અલી હુસૈન સીસ્તાની સાહેબ ની તકલીદ કરતા હોઈએ તો આપણે એમના મુકલ્લીદ છીએ એવું કહેવાય ..!
આપણે એહકામ અને તકલીદ વિષે તો સમજી ગયા....પણ એહકામના types શું છે.. મતલબ કે એહકામમાં એ તો હોવું જોઈએ શું કરવું, શું ના કરવું, શું કરીએ તો સવાબ, શું કરીએ તો અઝાબ વગેરે... અને એને જ કહેવાય છે એહકામ ના types એટલે કે એહકામના પ્રકાર...
તો જાણીએ એહકામના main types - 5 છે !
વાજીબ એટલે કે એવા અમલ જે કરવા compulsory છે, ફરિજયાત, કરીશું તો અલ્લાહ સવાબ આપશે, પણ નહિ કરીએ તો એની સઝા છે, અઝાબ છે. example પેરેન્ટ્સ પાસેથી જાણો...
હરામ - એટેલ કે એવા અમલ થી દૂર રહેવું compulsory છે, ફરજિયાત છે, જો એ અમલ કરીશું તો અલ્લાહ સઝા કરશે, અઝાબ આપશે. example પેરેન્ટ્સ પાસેથી જાણો...
મુસ્તહબ: એટલે કે એવા અમલ જે કરીશું તો અલ્લાહ સવાબ આપશે પણ નહિ કરીએ તો કોઈ સજા કે અઝાબ નથી... example પેરેન્ટ્સ પાસેથી જાણો...
મકરૂહ: એટલે એવા અમલ કે જે કરીએ તો કોઈ સવાબ કે ગુનાહ નથી, પણ ન કરીએ તો બેહતર છે, (અને મકરૂહ અમલ ક્યારેક ક્યારેકથઇ જાય તો ઠીક પણ વારં વાર તો ન જ કરવા જોઈએ... કેમ કે અલ્લાહે એ અમલ માટે ના કરો તો બેહતર છે એવો હુકમ આપ્યો છે.) example પેરેન્ટ્સ પાસેથી જાણો...
મુબાહ: એટલે કે એવા અમલો કે જે કરો કે ન કરો ... એમાં કોઈ સવાબ પણ નથી અને કોઈ ગુનાહ પણ નથી.... example પેરેન્ટ્સ પાસેથી જાણો...
વસ્સલામ

No comments:
Post a Comment