Pages

Tuesday, December 24, 2019

Lesson - 33 TOPIC : સુરતુલ હમ્દ - પાર્ટ - ૩

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 28/11/2019

Lesson - 33
--------------------------------

TOPIC :  સુરતુલ હમ્દ -  પાર્ટ - ૩

ઈય્યા ક નઅબોદો વ ઈય્યા ક નસ્તઇન...
-----------------------------------

ઈય્યા ક નઅબોદો વ ઈય્યા ક નસ્તઇન...

તરજુમા: અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને અમે ફક્ત તારા થી જ મદદ ચાહીએ છીએ....

આ આયત પેહલાની આયતોમાં અલ્લાહનો ઝિક્ર એવી રીતે કરવામાં આવી રહ્યો હતો કે...

બધી જ તારીફો અલ્લાહે ને માટે છે,.... દુનિયાનો રબ છે,.... જે રહમાન છે,.... જે રહીમ છે,.... જે હિસાબના દિવસનો માલિક છે....

મતલબ કે એ આયતોમાં આપણે એમ નહોતા કેહતા કે તું દુનિયાનો રબ છે, તું રહમાન છે, તું રહીમ છે...

પણ આ આ આયતમાં આપણે અલ્લાહની સામે એવી રીતે ઝિક્ર કરીએ છે કે અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને તારા થી જ મદદ માંગીએ છીએ...

એટલે બંદો પેહલાની આયતોમાં અલ્લાહની તારીફ કરતા કરતા એ યકીનની મંઝિલ સુધી પોહચી જાય છે કે હું જે બોલી રહ્યો છો, હું અલ્લાહની જે તારીફ કરી રહ્યો છું એ અલ્લાહ સાંભળી રહ્યો છે.!

યાની બન્દો અલ્લાહ સાથે એવા અંદાજમાં વાત કરે છે કે જાણે હવે એ અલ્લાહની સામે હોય અને અલ્લાહ એની સામે હોય...! જાણે કે હવે અલ્લાહ અને એની વચ્ચે કોઈ પરદો જ ન હોય...!

આ રીતે અલ્લાહ આપણી રૂહને બેદાર કરે છે.. અને કહે છે કે....

અય મારા બંદા જરાક વિચાર તો કર......! તને શરમ નથી આવતી...!

કે તું જે આ દુનિયા માં રહે છો એ દુનિયા મેં બનાવી છે...

આ બધી જ દુનિયાઓ મેં જ બનાવી છે, અને હું જ ચલાવું છું એટલે કે કે તમામ દુનિયાઓ રબ હું છું..!

તને પૈદા મેં કર્યો.. તને રિઝ્ક મેં આપ્યું....

રહમાન હું છું, રહીમ હું છું, એટલે કે તારી પર રહમ કરવાવાળો હું છું, તારા પર દયા કરનાર હું છું....

પછી જયારે તું મરી જઈશ તો હું તને જીવતો કરીશ એટલે કે તારી કયામતના દિવસનો માલિક પણ હું છું.....!

અને છતાં પણ શું તું મારા સિવાય બીજા કોઈની ઇબાદત કરીશ...??? કોઈ બીજાથી મદદ માંગતો ફરીશ...!!

તફસીર માં છે કઈ અલ્લાહ સિવાય કોઈની મદદ ના માંગવાથી મતલબ એ નથી કઈ આપણે અહલેબયતથી મદદ ના માંગીએ....

કેમ કે અહલેબયત ના સદકા માં જ અલ્લાહે આ આખી દુનિયા બનાવી છે....

અલ્લાહે અહલેબય્ત ને ખાસ નેઅમતો આપી છે જેમાં એક નેઅમત એ છે કે અહલેબય્ત અ.સ. પાસે એ હક છે કે લોકોની હાજતો ને પૂરી કરે....*

આપણે અહલેબયત અ.સ.થી મદદ જરૂર માંગવી જોઈએ અને અલ્લાહ પાસે મદદ માંગીએ ત્યારે અહલેબય્ત અ.સ. ના વસીલા થી માંગવી જોઈએ...

કોઈ કહે કે અલ્લાહ તો કહે કે સીધે સીધી મદદ માંગો.. અને તમે અહલે બયત અ.સ. થકી મદદ માંગવાનું કહો છો...

તો જવાબ એ છે કે અલ્લાહની ઓળખ આપણને કોને કરાવી..? આપણી હિદાયત અલ્લાહે કોના થકી કરી..! આપણને ઇસ્લામની તાલીમ કોણે આપી ? બેશક અહલેબય્તે..!

કઈ અલ્લાહે આપણા પર તો વહી નથી ઉતારી.... આપણને કોઈ ફરિશ્તા તો કેહવા નથી આવ્યા કે અલ્લાહની ઇબાદત કરો....

ખુદ અલ્લાહે અહલેબય્ત અ.સ. ને પોતાનો પૈગામ પોહ્ચાડવામાં એક વસીલો બનાવ્યા, એક ઝરીઓ બનાવ્યા...

એટલે આપણે પણ અલ્લાહ સુધી પોહ્ચવા માટે અહલેબયત અ.સ. ને વસીલો બનાવીએ છીએ, એક ઝરીઓ બનાવીએ છીએ..!

એટલે અહલેબય્ત અ.સ. થી મદદ માંગવામાં અને અલ્લાહ પાસે એમના વસીલાથી મદદ માંગવામાં કોઈ એઅતેરાઝ નથી....કોઈ વાંધો નથી...

બલ્કે અલ્લાહનો શુક્ર છે કે આપણને અહલેબય્ત અ.સ. થકી સાચો દીન આપ્યો છે.. જો આપણે અહલેબય્ત અ.સ. ના બતાવેલા રસ્તા પર નહી ચાલીએ તો બરબાદ થઇ જઈશું....

કોઈ શાયર નો શેર છે કે:

વોહ તો કહીએ દામને મૌલા મેરે હાથ આ ગયા...
વરના હર આલમ મેં હોતી ઐસી રૂસ્વાઇ કે બસ.....!!!

વસ્સલામ...

No comments:

Post a Comment