*بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ*
*SALEH KIDS*
ISLAMIC DARS FOR KIDS
Date: 03/12/2019
Lesson - 37
*આસાન એહકામ. - પાણીના પ્રકારો... - TYPES OF WATER*
------------------------------
*પાણીના પ્રકારો ..?*
તમને થશે... પાણી તો પાણી કહેવાય... એમાં શું પ્રકારો ...?
પણ થોડી વાર પછી તમે જ કહેશો કે હા... પાણીના પ્રકારો હોય છે.....
નારિયેળ પાણીને પાણી કહેવાય કે નહિ..? હા. જરૂર કહેવાય....
ગુલાબજળ (rose water ) ને પાણી કહેવાય કે નહિ..! હા બિલકુલ...!
અચ્છા... લીંબુવાળા પાણીને પણ પાણી કહેવાય ? યસ... કેમ નહિ...!
અને જે ચોખ્ખું પાણી જે આપણે પીવામાં, નાહવામા, વઝુ કરવામાં જે આપણા ઘરમાં, કિચનમાં, બાથરૂમમાં આવતું હોય છે .....એ તો પાણી છે જ... એમાં કોઈ શક જ નથી.. બરાબર ને...?
તો લ્યો... થઇ ગયા પાણી ના પ્રકારો...
એક ચોખ્ખું પાણી જે આપણે પીવામાં, નાહવામા, વઝુ કરવામાં જે આપણા ઘરમાં, કિચનમાં, બાથરૂમમાં આવતું હોય છે એ.... એ થયો એક પ્રકાર.... એ પાણી ને કહેવાય *મુત્લક પાણી....* એટલે કે જેમાં કોઈ વસ્તુ કે મિક્સ ના થઇ હોય... પાણી એટલે ફક્ત પાણી જ .... બીજું કઈ નહિ....RIGHT ?
અચ્છા તો પછી નારિયેળ પાણી, ગુલાબજળ, લીંબુ પાણી... એ બધા પાણી ને શું કહેવાય...?
એને કહેવાય.... *મુઝાફ પાણી...* એટલે કે એ પાણી તો છે... પણ ફક્ત પાણી નથી.. એમાં કઇંક ને કઇંક ચીઝ મિક્સ કરવામાં આવેલી છે, એ સાદું પાણી નથી..... એટલે આવા પાણીને કહેવાય... *મુઝાફ પાણી....*
તો... આપણે પાણીના બે પ્રકાર ( TYPES ) શીખી ગયા...!!!
1) *મુત્લક પાણી* - ચોખ્ખુ પાણી
2) *મુઝાફ પાણી* - જેમાં પાણી સાથે બીજી કોઈ ચીઝ મિક્સ થઇ હોય....!
અચ્છા... મુઝાફ પાણી માં તો બહુ VARIETY છે... નારિયેળ પાણી.. ગુલાબજલ, લીંબુપાણી વગેરે....
તો શું મુત્લક પાણી પાસે કોઈ VARIETY છે...?
હા છે ને...! એને આપણે મુત્લક પાણીના પ્રકાર કહીશું..! *(TYPES OF MUTLAQ WATER )*
*મુત્લક પાણીના પ્રકાર...!* એ વળી કઈ રીતે પોસિબલ છે..?
છે.......
ગ્લાસમાં કે જગમાં કે બાલ્ટીમાં મુત્લક પાણી ભરેલું હોય તો આપણે એને શું કહીશું...? ગ્લાસનું મુત્લક પાણી, જગનું મુત્લક પાણી, બાલટીનું મુત્લક પાણી એવું કહીશું ..?
ના... એ બધા પાણીને આપણે કહીશું *કલીલ પાણી....!* કલીલ એટલે... થોડું...
આ બધું પાણી થોડું છે.. એટલે એને આપણે કહીશું કલીલ પાણી.... RIGHT !
હવે આ પાણી થોડું વધારે હોય તો એને કઇંક બીજું નામ આપીશું...! હા... પણ.. વધારે એટલે કેટલું વધારે..?
આપણા ઘરમાં ટેરેસ પણ પાણીની ટેંક હોય... મસ્જિદમાં વઝુ કરવાનો હોઝ હોય... એ પાણી થોડું કહેવાય કે વધારે... એ તો વધારે જ કહેવાય ને....
તો આ પાણી ને કહેવાય *કુર પાણી...!* પણ હા દરેક ટેંક કે હોઝમાં પાણીને કુર પાણી ના કહેવાય..!
તો...?
એનું એક ચોક્કસ માપ છે... કે મિનિમમ આટલું પાણી હોય તો જ એને કુર પાણી કહેવાય... નહીંતર એને કલીલ પાણી જ કહેવામાં આવશે...!
કેટલું માપ છે...? એ માપ છે અંદાઝે *384 લિટર...* જો એટલું અથવા અને કરતા વધારે પાણી હોય તો જ એ કુર પાણી કહેવાશે.. નહીંતર શું કહેવાશે...? કલીલ પાણી...!
હવે, જયારે વરસાદ પડે તો વરસાદનુ પાણી પણ મુત્લક પાણી જ છે ને..! કેમ કે એમાં કોઈ ચીઝ મિક્સ નથી... તો એને કહેવાય *વરસાદનું પાણી...*
વરસાદ પડે તો વરસાદનું પાણી ક્યાં જાય...? નદીઓમાં ને...? અને વરસાદ પડે તો ઝરણા પણ વહેતા જોવા મળે...! તો નદી અને ઝરણા વગેરેનું પાણી સતત (CONTINUOUS ) વહેતુ રહેતું હોય છે... સતત જારી હોય છે.... માટે આ પાણીને કહેવાય.. *જારી પાણી...!*
તમે ગામડામાં, FARM HOUSE માં કુઆઓ (WELL ) જરૂર જોયા હશે...
એ કુઆમાં પણ પાણી હોય છે ને... એ પાણી ને કહેવાય છે ... *કુઆનું પાણી...*
તો લ્યો ... આપણે શીખી ગયા... મુત્લક પાણીના પાંચ પ્રકાર....!
1. *કુર પાણી* - (MINIMUM 384 લિટર)
2. *કલીલ પાણી* - ( કુર કરતા ઓછું પાણી)
3. *વરસાદનું પાણી*
4. *જારી પાણી* - નદી, નહેર, ઝરણાનું વહેતુ પાણી...
5. *કુઆનું પાણી* -
તો આ સાથે આપણે તવઝીહુલ મસાએલનો એક મસઅલો શીખી ગયા...! મસઅલા નંબર - 13, 14, 23..!!!
WASSALAM....
No comments:
Post a Comment