Pages

Sunday, November 10, 2019

Lesson - 15 પયગમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં (part -1/6)

                                                                                                                       بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS KIDS

Lesson - 15

----------------------------------------------------
Topic: પયગમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં  (part -1/6)
----------------------------------------------------


સલામુન અલયકુમ બાળકો...

આજથી થોડા દિવસો ઇન્શા અલ્લાહ આપણે આપણા આખરી પયગમ્બર હઝરતે મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. ના જીવન વિશે ટૂંકમાં માહિતી મેળવીશું...


----------------------------------

અમ્બીયા (નબીઓ) વિષે:

-----------------------------------

આપણા પયગંબર મોહમ્મદ સ.અ.વ. ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જ મઝહબે ઇસ્લામ માટે પોતાના પૈગમ્બર બનાવીને મોકલ્યા હતા. ઇસ્લામને માનવા વાળાઓ ને મુસલમાન કહેવાય છે.

આપની ઉપર પયગમ્બરીનો સિલસિલો ખતમ થાય છે માટે આપને ખાતમુનનબીય્યીન પણ કહેવાય છે.

આપ તમામ ગુનાહોથી પાક હતા અને તમામ ખૂબીઓ, સારી વાતો  આપમાં જોવા મળતી હતી.

અલ્લાહે આપને કુરાન જેવી મહાન કિતાબ આપી ને મોકલ્યા. કુરાનમાં અલ્લાહના કલામ છે અલ્લાહના મસેજ છે.

ખુદ આપ અને આપની અહલેબય્ત અ.સ. બોલતા ચાલતા કુરાન છે અને તેઓ આપણને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવે છે.

દુનિયામાં કોઈ હિદાયત વગરનું ના રહે માટે અલ્લાહે દુનિયામાં મોકલેલ સૌથી પેહલી વ્યક્તિ હઝરતે આદમ અ.સ. ને પયગમ્બર બનાવીને મોકલ્યા.

અને આખરી પયગંબર હઝરતે મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. છે.

બધા જ પયગમ્બરોનો  મઝહબ એક જ હતો,

 મઝહબે ઇસ્લામ...

દરેક પયગમ્બરે એવો જ મેસેજ આપ્યો કે અલ્લાહ એક છે.... એના સિવાય કોઈ ખુદા નથી.... અને એક અલ્લાહની જ ઈબાદત કરવી જોઈએ.'


-------------------------------
પયગમ્બરોમાં ઉલુલ અઝમ પયગંબરો:
---------------------------------

૧. હઝરતે નૂહ અ.સ.
૨. હઝરતે ઈબ્રાહીમ અ.સ.
૩. હઝરતે મૂસા અ.સ.
૪. હઝરતે ઈસા અ.સ.
૫. હઝરતે મોહમ્મદ મુસ્તફા સ.અ.વ.

આ પાંચ પયગમ્બરો ને ઉલુલ અઝમ કહેવાય છે, એટલે કે આ પયગમ્બરોનો દરજ્જો બાકીના પયગમ્બરો કરતા ઊંચો છે. અને આ ઉલુલ અઝમમાં પણ આપનાં પયગમ્બર સ.અ.વ. નો દરજ્જો સૌથી બલંદ છે.


----------------------------------
હઝરતે મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. ના લકબો:
-----------------------------------
આપનાં ઘણા બધા લકબો છે...

ઈન્જીલમાં આપને અહમદ કહેવામાં આવ્યા છે.

કુરાને મજીદમાં આપને ક્યાંક યા-સીન તો ક્યાંક તા-હા, ક્યાંક મુદ્દસ્સિર તો ક્યાંક મુઝઝમ્મિલ કહેવામાં આવ્યા છે.

આપને બશીર એટલે કે (જન્નતની) ખુશ ખબરી આપનાર અને નઝીર એટલે કે (જહન્નમથી) ડરાવનાર પણ કહેવામાં આવ્યા છે.

આપને ખુદ આપનાં દુશ્મનો અમીન અને સાદિક કહેતા હતા.. અમીન એટલે અમાનતદાર, સાદિક એટલે સાચા.

તો આપને રહમતુલલિલ આલમીન, અને સૈયદુલ મુરસલીન પણ કહેવાય છે.


---------------
To be continued (ક્ર્મશ:) ઇન્શા અલ્લાહ...
----------------
વસ્સલામ..

"Contact number  +919979127272 to get such Islamic Dars for Kids on regular basis

No comments:

Post a Comment