بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Lesson - 16
------------------------------------------------------------
Topic: પયગમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં (part -2/6)
------------------------------------------------------------
-------------------------------------------------
આપનો વંશવેલો (FAMILY TREE)
--------------------------------------------------
રસૂલે ખુદા સ.અ.વ.નું ખાનદાન બની હાશિમનું ખાનદાન કહેવાય છે.
જનાબે હાશિમ આપના દાદાના પિતા હતા. આપના દાદા હઝરતે અબ્દુલ મુત્તલિબ હતા, અને આપના પિતાનું નામ હઝરતે અબ્દુલ્લાહ હતું.
જનાબે હાશિમ હઝરતે ઇબ્રાહિમ પયગમ્બરના વંશમાંથી હતા.
હઝરતે ઇબ્રાહિમ અ.સ. ના દીકરા હઝરતે ઇસ્માઇલ અ.સ. અને હઝરતે ઇસ્હાક અ.સ. હતા જે બંને પયગમ્બર હતા
આપણા પયગમ્બર હઝરતે મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. હઝરતે ઇસ્માઇલના વંશમાંથી (ની આલ માં થી) હતા.
રસૂલે ખુદા સ.અ.વ. ના દાદા હઝરતે અબ્દુલ મુત્તલિબ "'બની હાશિમ ખાનદાનના'' સરદાર હતા.
------------------------------
આમૂલ ફીલ શું છે ?
------------------------------
હઝરતે અબ્દુલ મુત્તલિબના સમયમાં, અબ્રહા નામનો એક બાદશાહ હતો, એ યમનનો બાદશાહ હતો.
હઝરતે અબ્દુલ મુત્તલિબ મક્કા શહેરમાં રહેતા હતા. આપણું ખાન એ કાબા પણ મક્કા શહેરમાં જ આવેલું છે.
અબ્રહા યમનથી ખાન એ કાબાને તોડી પાડવાના ઈરાદાથી હાથીઓનું લશ્કર લઈને આવ્યો.
જયારે અબ્રહાએ હઝરતે અબ્દુલ મુત્તલિબને બોલાવ્યા...
તો અબ્દુલ મુત્તલિબે કહ્યું કે ખાન એ કાબા અલ્લાહનું ઘર છે, અને મને પૂરું યકીન છે કે અલ્લાહ ખાન એ કાબાની હિફાઝત જરૂર કરશે.
પછી જયારે અબ્રહાએ હાથીઓ દ્વારા ખાન એ કાબા પર હુમલો કરવાની તૈયારી શરુ કરી ત્યારે શું થયું ?
ત્યારે જે થયું એ વાકેઓ કુરાને મજીદમાં પણ મૌજૂદ છે....
કે ત્યારે અલ્લાહે અબાબીલ નામના પક્ષીઓને મોકલ્યા, પક્ષીઓની ચાંચોમાં નાની નાની કાંકરીઓ હતી...
અને પક્ષીઓએ હાથીઓ પર એ કાંકરીઓ ફેંકી અને એ સાથે જ હાથીઓનો નાશ થઇ ગયો, હાથીઓ ચવાયેલા ભૂંસા જેવા થઇ ગયા.
આ વાકેઓ કુરાને મજીદમાં સૂર એ ફીલમાં મૌજૂદ છે....!
ફીલ નો મતલબ થાય છે હાથી...
માટે જે વર્ષે આ બનાવ બન્યો એ વર્ષને હાથીઓ નું વર્ષ કહેવાય છે, એટલે અરબી ભાષામાં આમુલ ફીલ કહેવામાં આવે છે.
----------------------------------------------
વિલાદતે રસૂલે ખુદા સ.અ.વ.:
----------------------------------------------
જે વર્ષે હાથીઓના લશ્કરની ઘટના બની, એ જ વર્ષમાં એટલે કે આમુલ ફીલ ના પહેલા જ વર્ષમાં રબીઉલ અવ્વલ મહિનાની ૧૭મી તારીખે જુમ્માના દિવસે આપણા આખરી પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. ની વિલાદત થઇ.
જયારે આપની વિલાદત થઇ ત્યારે એક એવું નૂર ચમક્યું હતું કે જેથી આખી દુનિયામાં રોશની ફેલાઈ ગઈ હતી.
-----------------------------------
માતા પિતા - વાલેદૈન:
-----------------------------------
આપણા પિતાનું નામ :- હઝરતે અબ્દુલ્લાહ ઈબ્ને અબ્દુલ મુત્તલિબ હતું.
આપની માતાનું નામ :- જનાબે આમેના બિન્તે વહબ હતું.
ક્રમશ:
(To be continued - ક્રમશ:, ઇન શા અલ્લાહ)
વસ્સલામ.
"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis
No comments:
Post a Comment