بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 30/11/2019
Lesson - 35
--------------------------------------------------------
TOPIC : ઇસ્લામ શું છે, સાચો મુસ્લિમ કોણ ?

ઇસ્લામ:
------------
શું તમને ખબર છે લફઝે ઇસ્લામનો મતલબ શું થાય છે ?
અરબીમાં એક જ word ના જુદા જુદા ઘણા બધા meanings થતા હોય છે...!
ઇસ્લામનો એક મતલબ થાય છે અલ્લાહની સામે સબમિટ થવું... આપણે આપણી જાતને અલ્લાહને હવાલે કરવી...!
SUBMIT થવું એટલે ?
ચાલો ધીમે ધીમે સમજીએ.... SUBMIT એટલે શું ?
માનો કે અલ્લાહે એક હુકમ આપ્યો છે....
જેમ કે અલ્લાહે કહ્યું છે કે જૂઠ બોલવું હરામ છે...!
હવે આપણે કોઈ એવી situation માં આવી ગયા કે આપણને એમ થાય કે આજે સાચું બોલીશ તો મને નુકસાન થશે... હું ફસાઈ જઈશ...
જેમ કે... સ્કુલનું હોમવર્ક નથી કર્યું....
ટીચરે પૂછ્યું... શા માટે નથી કર્યું....
આપણે રમવામાં કે બીજા કોઈ કામ માં આખો દિવસ pass કર્યો હોય અને હોમવર્ક ના કરી શક્યા હોઈએ...
પણ આપણે એમ પણ વિચારીએ કે ટીચરને સાચું કહી દઈશ તો ટીચર ગુસ્સો કરશે... પનિશમેન્ટ આપશે વગેરે... અને જૂઠ બોલીશ તો બચી જઈશ...
અને એમ છતાં આપણે સાચું બોલીએ .. ! ફક્ત એટલા માટે કે અલ્લાહે કહ્યું છે કે જૂઠ નહિ બોલવાનું અને હમેશા સાચું બોલવાનું...
તો આપણા આ અમલને કહેવાય કે આપણે અલ્લાહની સામે સબમિટ થયા.... આપણે આપણી જાતને અલ્લાહને હવાલે કરી દીધી...
_આ રીતે દરેક કામમાં અલ્લાહની સામે SUBMIT થવું, તસ્લીમ થવું_ એનું જ નામ ઇસ્લામ,,,,_
સાચો મુસ્લિમ કોણ ? :
----------------------------
શું એક ડૉક્ટરનો દીકરો ડોક્ટરના ઘરે પૈદા થયો હોવાથી, મતલબ કે એના ડેડી ડૉક્ટર છે એટલે એ પણ ડૉક્ટર કહેવાશે ?
શું એક મૌલાનાનો દીકરો મૌલાનાના ઘરે જન્મ લીધેલો હોવાથી મૌલાના કહેવાશે ?
નહિ ને...!
તો પછી મુસલમાનના ઘરે જન્મ લીધો હોવાથી શું આપણે મુસલમાન બની જઇશું ? નહિ..!
ડોકટર કે મૌલાનાના દીકરાને ડૉક્ટર કે મૌલાના બનવું હોય તો મેહનત કરવી પડશે...!
એવી જ રીતે એક મુસલમાનના ઘરે પૈદા થયેલ શખ્સે મતલબ કે આપણે બધાએ એક સાચા મુસલમાન બનવા માટે પણ મેહનત કરવી પડે કે નહિ..? યસ...!
નહીંતર આપણે ફક્ત નામના જ મુસલમાન કેહવાશું..!
એ મેહનત એટલે શું ? એ મેહનત એટલે જ ઇસ્લામ નો સ્વીકાર, અને અલ્લાહની સામે આપણી જાતને SUBMIT કરવું..., તસ્લીમ થવું
ટૂંકમાં:
ઇસ્લામ એટલે અલ્લાહની સામે સબમિટ થવું...
સબમિટ એટલે અલ્લાહના હુકમોનું પાલન કરવું, ચાહે આપણને એમાં ફાયદો દેખાતો હોય કે નુકસાન...!!
સાચો મુસ્લિમ એટલે - ઇસ્લામનો સ્વીકાર કરનાર, અલ્લાહની સામે પોતાની જાતને સબમિટ કરનાર...!
----------------------------------
શું અલ્લાહ ઇસ્લામ સિવાય બીજો કોઈ દીન કબૂલ કરશે ?
ના અલ્લાહ કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે કે...
જે કોઈ ઇસ્લામ સિવાય બીજા કોઈ દીનની ઈચ્છા રાખતો હશે તો તેના થી તે દીન, તે મઝહબ કબૂલ નહિ કરવામાં આવે... અને કયામતના દિવસે એ નુકસાન ઉઠાવનારમાંથી હશે.... (3 : 85 )
શા માટે અલ્લાહ ઇસ્લામ સિવાય બીજો કોઈ મઝહબ કબૂલ નહિ કરે... અને આપણને કહે છે કે તમારે કયામતમા નુકસાન ઉઠાવવું પડશે જો બીજો કોઈ મઝહબ અપનાવ્યો તો...!
તમે વિચારજો, પેરેન્ટ્સ સાથે પણ discuss પણ કરજો....!
વસ્સલામ..

No comments:
Post a Comment