Pages

Tuesday, December 24, 2019

Lesson - 36 TOPIC : મહેમાન-નવાઝીના આદાબ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date: 02/12/2019
Lesson - 36
--------------------------------------------------------
TOPIC :  મહેમાન-નવાઝીના આદાબ
--------------------------------------------------------

તમે ઓફિસથી આવો એટલે બસ સ્વીટ લેતા આવજો..

બાકી બધું મેં ઘરે જ બનાવી નાખ્યું છે...

ઈકરામભાઇ એ કહ્યું ઓકે ... એમની વાઈફનો કોલ હતો...

ઘરે મેહમાન આવવાના હતા... મુસ્તકીમભાઇ......,   ઈકરામભાઇના ખાસ અને બહુ જુના દોસ્ત...  ફેમિલી સાથે પેહલી જ વખત ઘરે આવી રહ્યા હતા...

મુસ્તકીમ... મારો ખાસ ભાઈબંધ.. ઘણા સમયે મુલાકાત થશે ઈન શા અલ્લાહ...  ઈકરામભાઇ વિચારી રહ્યા હતા....

***


સલમાન...! બેટા પાર્લર પર થી આઈસક્રીમના બે ફેમિલી પેક લઇ આવી દેજે.... આ તરફ  ઘરે ઈકરામભાઈના વાઇફ શીરીનઆપાએ દીકરા સલમાનને કહ્યું....

સલમાન હજી just સ્કુલેથી આવ્યો જ હતો...

કેમ મમ્મી... કોઈ આવી રહ્યું છે..? સલમાને પૂછયું .!

હા બેટા.... મુસ્તકીમ અંકલ.. આવે છે.. આફ્રિકાથી ફેમિલી સાથે... તારા ડેડીના બહુ જુના ફ્રેન્ડ છે... કોલેજ ટાઈમના....

ઓકે મમ્મી.... લઇ આવું છું... પણ સલમાન મનમાં વિચારતો હતો... ડેડી પણ કોઈને ને કોઈને ઘરે લઇ આવતા હોય છે...!

બધી તૈયારી થઇ ગઈ... શીરીનઆપાએ મનમાં વિચાર કર્યો... અલ્લાહનો શુક્ર કર્યો... મગરિબનો સમય થઇ ગયો... નમાઝ પડયા....

ઈકરામભાઇએ પણ ઓફિસનું બધું કામ પતાવી દીધું હતું... મગરિબનો સમય થયો એટલે ઓફિસમાં જ નમાઝ પડીને જલ્દીથી ઘરે જવા નીકળી ગયા....

સ્વીટ લઈને ઘરે પોહ્ચ્યા.....

સલામુન અલયકુમ... ક્યાં પોહ્ચ્યો ભાઈ... મુસ્તકીમભાઈનો કોલ આવ્યો.... ઈકરામભાઇએ પૂછ્યું....

અચ્છા...! ડ્રાઈવરને ફોન આપ ભાઈ... ઈકરામભાઇએ ડ્રાઈવરને એડ્રેસ સમજાવ્યું...

મુસ્તકીમભાઇનું સામેથી વેલકમ કરવા ઈકરામભાઇ બિલ્ડિંગની બહાર નીચે જ ઉભા રહી ગયા...

થોડી જ વારમાં મુસ્તકીમભાઇ પોહચી ગયા.. બંનેએ એક બીજાને સલામ કરી...બંને દોસ્તોએ મુસાફેહા, કર્યા... ગળે મળ્યા....  ગાડીમાંથી સામાન ઉતાર્યો...

ઘરમાં દાખલ થયા....

મુસ્તકીમભાઇ અને બધા.. ફ્રેશ થઈને તરત જ નમાઝે મગરેબૈન પડ્યા....

પછી જમ્યા... ખૂબ વાતો કરી.. થોડી જૂની વાતો... થોડી મઝહબી અને ઈલ્મની વાતો...

ઈકરામભાઇ અને શીરીન આપાએ ખૂબ સારી મેહમાન નવાઝી કરી... ઘરનું ટેસ્ટી જમવાનું, સ્વીટ, આઈસક્રીમ..

જ્યાં સુધી મહેમાનોએ જમી ન લીધું ઈકરામભાઇ અને શીરીનઆપા પણ છેક સુધી થોડું થોડું જમતા રહ્યા... કંપની આપતા રહ્યા...

જમીને બધાએ સુફરા પર અલ્લાહનો શુક્ર અદા કર્યો... ઈકરામભાઈ વોશ બેસીન તરફ ગયા, પછી મુસ્તકીમભાઈને હેન્ડ વોશ કરવા માટે આગળ કર્યા.... પછી જયારે હોલમાં બેઠા એટલે ઈકરામભાઈએ ટૂથપિક આપી...

હવે એમને જવાનું હતું... એમના વતન...11 : 30 વાગ્યાની બસ હતી. મુસ્તકીમભાઇ બધા માટે ગિફ્ટ્સ  લઈને આવ્યા હતા.. ઈકરામભાઇ અને શીરીન આપા બંનેએ ખૂબ ના પાડી છતાં એમણે ગિફ્ટ્સ આપી...

સલમાન તો ખુશ થઇ ગયો ગિફ્ટ મળવાથી....

ઈકરામભાઇ મહેમાનોને નીચે સુધી મૂકવા ગયા...

આ તરફ સલમાન ગિફ્ટ્સ ખોલીને જોવા માટે ઉતાવળો હતો... એણે તરત જ ગિફ્ટ ખોલી નાખી.. એના માટે એક એકદમ સરસ સ્પોર્ટ્સ ટી-શર્ટ હતું.. એને ગમી ગયું....

સલમાને મમ્મીને પૂછ્યું... મમ્મી... ! ડેડી કેમ મહેમાનોની આટલી બધી ખિદમત કરે છે..! અને મુસ્તકીમ અંકલને તો આપણે પેહલા ક્યારેય જોયા પણ નથી....

બેટા... મેહમાન-નવાઝી ઇસ્લામી આદાબનો  એક હિસ્સો છે... સલમાન..!

હા મમ્મી....  એમ તો થોડી ઘણી મને ખબર છે..! પણ મહેમાનોની ખિદમત કે મેહમાન-નવાઝી આપણે આપણી રીતે કરીએ છીએ કે કોઈ હદીસોમાં છે કે મેહમાનોની ખિદમત કરવી જોઈએ....?

ના બેટા.. મહેમાનોની ખિદમત વિષે બહુ બધી હદીસો છે....

રસૂલે ખુદા સ.અ.વ ફરમાવે છે કે મેહમાનનો હક્ક છે કે એમની ઇઝ્ઝત કરવામાં આવે, અને (જમ્યા બાદ એમને દાંત સાફ કરવા માટે) ટૂથપિક આપવામાં આવે....

સલમાનને યાદ આવ્યું.... હા ડેડીએ મુસ્તકીમ અંકલને ટૂથપીક આપી હતી..!

શીરીનઆપાએ કહ્યું.. બેટા...

રસૂલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે બેશક આપણા ઘરના દરવાઝા સુધી મહેમાનની સાથે જવું એ ઇસ્લામના આદાબમાંથી છે..! (હદીયતુશ-શિયા પેજ ૨૦)

અચ્છા મમ્મી... તો એટલે ડેડી એમને નીચે સુધી મુકવા ગયા...'

હા બેટા...! એટલે જ તો...

રસૂલે ખુદા સ.અ.વ. ની એક હદીસ એ પણ છે કે જે શખ્સ મેહમાન નવાઝી નથી કરતો એનામાં કોઈ સારી વાત નથી હોતી... (આદાબે ઇસ્લામી ભાગ - ૨ પેજ - 216 )

અચ્છા મમ્મી...!

હા બેટા... અને મેહમાન નવાઝીથી આપણી બલાઓ દૂર થાય છે... અને આપણા ગુનાહો માફ થાય છે...!

એવું હદીસમાં છે મમ્મી !??

હા બેટા....

હઝરત અલી અ.સ. ફરમાવે છે કે જે શખ્સ મેહમાનના પગલાંના અવાજથી ખુશ થાય છે અલ્લાહ એના ગુનાહોને બક્ષી આપે ચાહે એ ઝમીનથી આસમાન સુધી ના મોટા કેમ ના હોય... (જામેઉલ અખબાર પેજ 240  )

પછી શીરીન આપાએ કહ્યું.. બેટા જેમ તું તને મળેલી ગિફ્ટ થી ખુશ છે.. એમ અમે પણ અલ્લાહે આ આપેલી ગિફ્ટથી ખુશ છીએ...!

અલ્લાહે આપેલી ગિફ્ટ ?

હા બેટા.. ગુનાહોનું માફ થવું, બલાઓનું દૂર થવું એ પણ અલ્લાહ તરફથી એક ગિફ્ટ જ છે ને...!

હા મમ્મી... મને હવે બરાબર સમજાયું કે તમે અને ડેડી મહેમાનોના આવવાથી એટલા ખુશ કેમ થાઓ છો...


અને હા મમ્મી ..! હું પણ મારા દોસ્તને દાવત આપું..???  મારે પણ અલ્લાહ પાસેથી ગિફ્ટ જોઈએ છે...!!!


જરૂર બેટા...  માશા અલ્લાહ...


----------------------------------------------
WASSALAM...
 -----------------------------------------------------------

No comments:

Post a Comment