بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 07/12/2019
Lesson - 41
----------------------------------------
TOPIC : સાદિક તું સાચો દોસ્ત છે...

ઇઝહારના ડેડી whatsapp માં બધાના status જોઈ રહ્યા હતા...
તકી નું status જોયું...... તકી એટલે ઈઝહારનો ફ્રેન્ડ...
તકીએ રેસ્ટોરન્ટ માં જમતા જમતા સેલ્ફી લીધો હતો... ઈઝહાર એની બાજુમાં જ બેઠો હતો...
ઈઝહાર....! તું તકી સાથે આ કઈ જગ્યાએ જમવા ગયો હતો...? ક્યારે ગયો હતો......! ઈઝહારના ડેડીએ પૂછ્યું.
ડેડી.... અ....અ.....અ.... ઈઝહાર શું જવાબ આપવો એ વિચારવા લાગ્યો.... પછી થોડું વિચારીને બોલ્યો યાદ નથી... ક્યારે ગયા હતા.... પણ ડીસન્ટ રેસ્ટોરન્ટ માં એક વખત ગયા હતા.. ત્યારનું આ pic છે...
ઈઝહારને ગભરાયેલો જોઈને એના ડેડી પણ વિચારવા લાગ્યા.. કે ઈઝહાર કેમ આ રીતે જવાબ આપે છે.. બધું ઠીક તો છે ને...!?
ઈઝહાર ઘરની બહાર કમ્પાઉન્ડમાં આવી ગયો .. પહેલો કોલ તકીને કર્યો.. ને કહ્યું... યાર તું whatsapp STATUS remove કરી નાખ... ઈઝહારે કહ્યું..
શું થયું પણ... તકીએ પૂછ્યું....
પછી શાંતિથી વાત કરીશ.. તું અત્યારે સ્ટેટ્સ delete કર પેહલા... ઈઝહારે જલ્દી જલ્દી કહીને કોલ ડિસકનેક્ટ કર્યો...
તરત જ બીજો કોલ સાદિકને કર્યો....
સાદિકને કહ્યું... સાદિક.. હેલ્પ જોઈએ છે ભાઈ તારી...
શું થયું ડીઅર બોલ... સાદિકે કહ્યું...
ઈઝહાર: in case મારા ડેડી તને કોલ કરે તો કહેજે ઈઝહાર ગઈ કાલે સાંજે મારા ઘરે રીડિંગ કરવા આવ્યો હતો...
( ઈઝહાર થોડો ગભરાયેલો હતો... ગઈકાલે એના મમ્મી અને ડેડીને એમ કહીને ગયો હતો કે હું સાદિકના ઘરે રીડિંગ કરવા જઈ રહ્યો છું.. પણ ખરેખર એ અસદ, જાબિર અને તકી સાથે જમવા ગયો હતો...
ઈઝહાર ને ડર પેસી ગયો કે કદાચ મારા ડેડી સાદિક ને કોલ કરીને પૂછે તો.....! કે ઈઝહાર એના ઘરે આવ્યો હતો કાલે રીડિંગ કરવા.? )
સાદિક: પણ તું તો મારા ઘરે નહોતો આવ્યો ગઈ કાલે... હું શા માટે તારા ડેડીને કહું કે તું ગઈ કાલે મારા ઘરે હતો... હું જૂઠ નહિ બોલું ઈઝહાર.. તને તો ખબર છે...
ઈઝહાર: અરે પણ જૂઠ સચ ની વાત નથી.... મને બચાવાનો છે તારે....
સાદિક: બચાવાનો છે મતલબ...?
ઈઝહાર: અરે યાર.. કાલે હું અસદ, જાબિર અને તકી સાથે બહાર જમવા ગયો હતો... એટલે...
સાદિક: તો શું થયું... ઘરે કહી ને જવાય ને કે તું બહાર જમવા જઈ રહ્યો છે...
ઈઝહાર: હા... પણ મને થયું કે કદાચ મારા મમ્મી ડેડી ના જવા દે તો....
સાદિક: કેમ .... શા માટે ના પાડે... એમાં શું પ્રોબ્લેમ..
ઈઝહાર: પ્રોબ્લેમ કઈ નહિ.. પણ મને પેટમાં ગરબડ ચાલી રહી છે... ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે એટલે...
સાદિક: ઓહ.. તો તો એમની વાત સાચી છે.. તારે નહોતું જવું જોઈતું બહાર જમવા...
ઈઝહાર: હા.. મને ખબર છે... અને મને પણ અફસોસ છે મમ્મી સામે જૂઠ બોલીને મેં ખોટું કર્યું છે...
મારે એમ નહોતું કરવું જોઈતું... પણ આ વખતે મારી મદદ કર ભાઈ પ્લીઝ.... next time થી ન તો હું જૂઠ બોલીશ.. ન તો તને હું જૂઠ બોલવાનું કહીશ... પ્લીઝ્ઝ્ઝઝ્ઝ ભાઈ....
થોડી વાર વિચારીને સાદિકે કહ્યું... ઓકે.... હું તારી મદદ તો કરું....
ઈઝહારના ચેહરા પર ખુશી આવી ગઈ... પણ ફરી જયારે સાદિકે પોતાની વાત complete કરી... તો ઈઝહાર ઉદાસ થઇ ગયો
સાદિકે કહ્યું.. હા હું તારી મદદ તો કરું..... પણ જૂઠ બોલીને નહિ... સાચું બોલીને તારી મદદ કરીશ..!
ઈઝહાર: મતલબ તું મારા મમ્મી ડેડીને કહી દઈશ કે હું તારા ઘરે નહોતો આવ્યો એમ..!
સાદિક: હા ઈઝહાર... પણ હું એમને સમજાવીશ કે ઈઝહાર એ માટે શર્મિંદા છે.... અને હવે જૂઠ નહિ બોલે.....
કેમ કે જો ઈઝહાર... એક જૂઠ છુપાવવા બીજું જૂઠ બોલીશ તો કાલે બીજું જૂઠ છુપાવવા બીજા અનેક જૂઠ બોલવા પડશે....
ઈઝહાર: પણ યાર... સાચું કહી દઈશું તો તો મારો વારો પડી જશે... મારા મમ્મી ડેડી મારા પર ખૂબ ગુસ્સો કરશે અને મને ક્યારેય ક્યાંય જવા જ નહિ દે....
સાદિક: ના ઈઝહાર... તું મને કહે... તું તારા આ અમલ પર શર્મિંદા છે કે નહિ...?
ઈઝહાર: હા હું ખૂબ શર્મિંદા છું....
સાદિક: બસ તો પછી તારી આ શર્મીન્દગી જ તારી તૌબા છે... કેમ કે ઇમામ બાકીર આ.સ. ફરમાવે છે કે "શર્મિંદા થવું એ તૌબા કરવાને બરાબર છે.."
એટલે તે તૌબા કરી છે તો અલ્લાહ તને જરૂર માફ કરશે અને તારી મદદ કરશે....
ઈઝહારને સાદિકની વાત પર ભરોસો બેઠો... બન્ને એ નક્કી કર્યું સાદિક ઈઝહારના ઘરે આવશે અને ઈઝહારના મમ્મી ડેડીને સાચી વાત કહી દેશે...
પણ જેવો ઈઝહારે કોલ કટ કર્યો... અને પાછળ ફર્યો તો જોયું એના ડેડી એની પાછળ જ ઉભા હતા..
એને લાગ્યું કે ડેડી બધી વાત સાંભળી ગયા છે.... already ગભરાયેલો હતો.. વધારે ગભરાઈ ગયો..
હવે ઈઝહાર ને લાગ્યું.. સાદિક ની રાહ જોવા જેવું પણ નથી.. સાચે સાચું કહી દઉં...
સોરી ડેડી.. હું મમ્મીને ખોટું કહી ને ગયો હતો.... કે કાલે હું.....
ઈઝહારના ડેડી એ વચ્ચે થી જ એને અટકાવ્યો.. સોરી કેહવાની જરૂર નથી બેટા.. તારા ચેહરા પર શરમિંદગી નો ઈઝહાર જ કાફી છે...
પણ હા બેટા યાદ રાખજે હવે ક્યારેય જૂઠ ના બોલતો... ભલે અમને ખબર નહિ હોય કે તો સાચું બોલે છે કે જૂઠ... પણ અલ્લાહ તો જુએ છે ને બેટા.... !
જૂઠ બોલવું બહુ મોટો ગુનાહ છે બેટા... કુરાનમાં જૂઠાઓ પર અલ્લાહની લાનત કરવામાં આવી છે.... (સૂર એ આલે ઇમરાન - 61 )
ચાલ અંદર બેસ બેટા... હું તને કેટલીક હદીસો કહું કે જેમાં જૂઠ વિષે માસૂમીન અ.સ. શું કહે છે....
ઇમામ હસન અસ્કરી અ.સ. ફરમાવે છે કે - તમામ બુરાઈઓ એક રૂમ માં લોક છે... અને એની ચાવી જૂઠ છે...
રસૂલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે જૂઠ થી બચતા રહો... જૂઠ બોલવાથી ચેહરો કાળો થઇ જાય છે..., મતલબ કે ચેહરા પર થી નૂર જતું રહે છે, અને સાચું બોલનારનો ચેહરો નૂરાની હોય છે..!
રિવાયતોમાં છે બેટા કે ... જૂઠા માણસનું મોઢું કયામતમાં ખૂબ દુર્ગંધ મારતું હશે.. મતલબ કે એના મોઢામાંથી ખૂબ જ bad smell આવતી હશે..
સોરી ડેડી.. once again ...
મને સોરી ના કહે બેટા... અલ્લાહની સામે તૌબા કરી લેજે... અને ક્યારેય ફરી જૂઠ ના બોલજે... એ જ તારું સાચું સોરી છે...
હા ડેડી.. થૅન્ક્સ... જઝાકલ્લાહ...
થૅન્ક્સ તો તારે સાદિકને કેહવું જોઈએ.... એણે તને સાચો રસ્તો બતાવ્યો...
એટલી જ વારમાં સાદિક આવી ગયો... ઈઝહાર અને એના ડેડી બંને એ સાદિકને થૅન્ક્સ કહ્યું... અને સાદિકને એક ગિફ્ટ પણ આપી...! અને કહ્યું "સાદિક તું સાચો દોસ્ત છે..."
સાદિકે બંને ને કહ્યું... જઝાકલ્લાહ...
વસ્સલામ...

No comments:
Post a Comment