Pages

Sunday, December 8, 2019

LESSON-42 ........ 100 - 100  = 0 ? NOT ALWAYS !!!

     *بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ*
*SALEH KIDS*


ISLAMIC DARS FOR KIDS

Date 09/12/2019

Lesson - 42

----------------------------------------
*100 - 100  = 0  ? NOT ALWAYS !!!*
----------------------------------------   


આપણા પોકેટમાં 100 rupees હોય અને 100 એ 100  rupees ખર્ચ કરી નાખીએ તો કેટલા બચશે ..?

મેથ્સ પ્રમાણે તો એનો ANSWER આવશે કે... 100-100 = 0, એટલે કે કઈ નહિ બચે... RIGHT ?

પણ ઇસ્લામ પ્રમાણે ? શું ઇસ્લામ પ્રમાણે કઈ અલગ ANSWER આવશે એનો ?

શું ઇસ્લામનું મેથ્સ કઈ અલગ છે ? શું અલ્લાહનું મેથ્સ કઈ અલગ છે ?

હા..............! ઇસ્લામનું મેથ્સ અલગ છે..! અલ્લાહનું મેથ્સ અલગ છે..!

કઈ રીતે અલગ છે ?

*ચાલો આપણે એક વાકેઆથી.. એક કિસ્સાથી સમજીએ...*
-----------------------------------------------------


એક રિવાયત પ્રમાણે... ઇમામે રઝા અ.સ. થી મનકુલ છે...

કે બની ઇસરાઈલના સમયમાં એક માણસે ખ્વાબમાં જોયું...

કે તેને કોઈએ કહ્યું કે
*તારી અડધી ઝીન્દગી ખૂબ આરામમાં ... ખૂબ જ ખુશહાલીમાં... કોઈ જાત ના પ્રોબ્લેમ વગર.... પસાર થશે....*

*અને અડધી ઝિન્દગી ખૂબ પરેશાનીની હાલતમાં ... મુસીબતની હાલતમાં.. દુઃખમાં... તકલીફમાં પસાર થશે...*


હવે તારી મરઝી કે તારે પેહલા કઈ ઝીંદગી જોઈએ છે.... આરામ અને ખુશહાલી વાળી... કે તકલીફ અને પરેશાની વાળી ?

એટલે એ માણસે કહ્યું કે હું મારી WIFE ની સાથે DISCUSSION કરી લઉં, એની સલાહ લઇ લઉં... પછી કહું....

સવારે એ માણસે પોતાની WIFE ને પોતાના ખવાબ વિષે જણાવ્યું...

કે મને ખવાબમાં કોઈએ કહ્યું છે કે તારી અડધી ઝીંદગી ખુશહાલી માં પસાર થશે, અને અડધી ઝીંદગી પરેશાનીમાં પસાર થશે... .. અને તારે પેહલા કઈ ઝિન્દગી જોઈએ છે એ તું નક્કી કરી ને કહે...

એટલે તેની વાઇફે કહ્યું.. *આપણે પેહલા ખુશહાલી વાળી ઝીંદગી માંગી લઈએ...*


એટલે એ માણસે તેની વાઇફે આપેલ મશવેરા પર, સલાહ પર અમલ કર્યો....

તેને પેહલી ખુશહાલી વાળી ઝીંદગી મળી ગઈ.. આરામ અને સુકૂન વાળી ઝીંદગી મળી ગઈ...!!!


હવે જ્યારે તેને કોઈ અલ્લાહ તરફથી નેઅમત મળવા લાગી તો તેની વાઇફે તેને કહેતી..

*તમારો ફલાણો પાડોશી જરૂરતમંદ છે... ગરીબ છે... તેની મદદ કરો....*


ક્યારેક એ કહેતી *તમારો ફલાણો રિશ્તેદાર જરૂરતમંદ છે તેની હેલ્પ કરો....*

આવી રીતે જયારે જયારે એ લોકોને અલ્લાહની નેઅમત મળતી તેઓ અલ્લાહની રાહમાં ખર્ચ કરવા લાગ્યા... *ગરીબો અને મોહતાજોની મદદ કરવા લાગ્યા.. અને આ રીતે અલ્લાહની નેઅમતોનો શુક્ર કરવા લાગ્યા...*

એને અલ્લાહે જે નેઅમત આપી હતી એ આ રીતે ખર્ચ કરી નાખી....!

હવે આ રીતે *એમની અડધી ઝીંદગી પૂરી થઇ ગઈ જે ખુશહાલી વાળી હતી...!*


હવે શું થવું જોઈએ...? *એમની પરેશાની વાળી ઝીંદગી શરુ થવી જોઈએ ને..?*

પણ શું એવું થયું....? નહીં...!!!

હવે જયારે એમની પરેશાની વાળી ઝીંદગી શરૂ થવાની હતી ત્યારે તેની વાઇફે કહ્યું... *આપણને અલ્લાહે નેઅમતો આપી, આપણે અલ્લાહનો શુક્ર અદા કર્યો, અને બેશક અલ્લાહ પોતાના વાયદાનું પાલન કરવા વાળો છે...!*


એટલે એ લોકોએ ગરીબો અને મોહતાજોની મદદ કરી તેના બદલામાં અલ્લાહે એમની તકલીફ અને પરેશાની વાળી ઝિન્દગીને પણ ખુશહાલી વાળી ઝિન્દગીથી બદલી નાખી...!


************

અલ્લાહ કુરાને કરીમ માં ઈર્શાદ ફરમાવે છે કે...

*લ ઈન શકરતુમ લ અઝીદન્નકુમ -* જો તમે મારી આપેલી નેઅમતોનો શુક્ર અદા કરશો તો હું એ નેઅમતોમાં વધારો કરી દઈશ... ( સૂર એ ઇબ્રાહિમ = આયત - 7  )

*તો શુક્ર અદા કરવો એટલે શું..?*


અલ્લાહની આપેલી નેઅમતોનો *બેસ્ટ શુક્ર એટલે એની આપેલી નેઅમતો એની રાહ માં જ ખર્ચ કરવી..!*

એટલે કે અલ્લાહે પૈસાની નેઅમત આપી હોય તો એ પૈસાથી ગરીબોની, જરૂરત મંદોની મદદ કરવી...

તો ઉપરના કિસ્સામાં એ માણસ અને તેની વાઇફે આ રીતે અલ્લાહની નેઅમતોનો શુક્ર અદા કર્યો હતો ને..?

હા...  *ગરીબોની અને જરૂરતમંદોની મદદ કરીને એ લોકો એ નેઅમતોનો બેસ્ટ શુક્ર અદા કર્યો..!!*


એટલે અલ્લાહે પોતાનો વાયદો પૂરો કર્યો.. અને નેઅમતોમાં વધારો કરી દીધો.... અને એમની પરેશાની વાળી ઝિન્દગી આવવા જ ન દીધી...

તો આ છે *અલ્લાહનું મેથ્સ..! 100 - 100  = 0  ? NO...!!!*


વસ્સલામ.. 


No comments:

Post a Comment