Pages

Thursday, October 31, 2019

Lesson -6 અલ્લાહના હોવાની દલીલ:

બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ
   بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ 


ISLAMIC DARS FOR KIDS
Date 31/10/19

Lesson -6 અલ્લાહના હોવાની દલીલ:



માસૂમીન અ.સ. ની જિંદગીમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે જેમાં અલ્લાહ પર ઈમાન ન રાખનારા લોકો માસૂમીન‌ અ.સ. પાસે આવ્યા હોય, અને માસૂમીન અ.સ. એ આવનાર લોકોને એમની અકલ અને ઇલ્મ પ્રમાણે અલ્લાહના હોવાની દલીલો આપી હોય... અને આવનાર લોકોએ એ દલીલ સાંભળીને ઇસ્લામ કબૂલ કર્યો હોય...


આવો જ 
એક કિસ્સો આજે આપની ખિદમત માં પેશ કરું છું..


વાત છે ઇમામ જાફરે સાદિક અ.સ. ના જમાનાની, એમના જમાનામાં એક માણસ હતો, જેનું નામ હતું અબુ શાકિર..

આ માણસ અલ્લાહ પર કે કયામત પર ઈમાન ધરાવતો ન હતો..

એક દિવસ....
એ માણસ ઇમામ ની ખિદમત આવ્યો...

અને કહ્યું કે અય જાફર બિન મોહમ્મદ..! 
શું મને તમે તમારા અલ્લાહના હોવાની કોઈ મજબૂત દલીલ આપશો..?

એટલી વારમાં જ એક બાળક ત્યાંથી નીકળ્યો,
 એના હાથમાં એક મરઘીનું ઈંડુ હતું..

ઇમામ એ બાળક પાસેથી ઈંડુ લીધું, એ માણસને બતાવ્યું અને કહ્યું...

આ મરઘી ના ઇંડા ને ધ્યાનથી જુઓ.. આ ઈંડુ બધી બાજુ થી બરાબર રીતે  બંધ છે... પેક છે...કોઈ વસ્તુ આની અંદર દાખલ થઈ શકતી નથી...


ઈંડાની અંદર સફેદ અને પીળા બે કલરના પ્રવાહી (liquid) છે, બંને વચ્ચે કોઈ distance નથી, અને કોઈ partition  પણ નથી..! અને છતાં આ બંને liquid એક બીજામાં મિક્સ નથી થતા...!!!

તો મને કહો કે કોણ છે જે આ બંને liquid ને એકબીજા માં મિક્સ થવાથી રોકે છે..???

અને હા..! થોડા સમય પછી આમાં થી એક ખૂબસૂરત રંગરૂપ વાળું (beautiful and colorful) બચ્ચું પણ બાહર આવશે..!
શું આ સર્જન આ ખિલ્કત કોઈની કારીગરી નથી..? શું આ એક અકસ્માત (એક્સીડન્ટ) થોડું છે ?

અબુ શાકિરે માથું નમાવી દીધું, ઇમામ ની આ વાત પર ઊંડો વિચાર કર્યો અને પછી બોલી ઉઠ્યો....


અશ્હદો અંલ લા ઇલાહા ઇલ્લલ્લાહો.. વહદહુ, લા શરીક લહુ..

વ અશ્હદો અન્ન મોહમ્મદન અબ્દોહુ વ રસૂલોહુ..

વ અન્નક ઇમામો , વ હુજ્જતો અલા ખલકેહી, વ અના તાએબુમ મિમ્મા કુન્ત ફીહે..

એટલે કે....

હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, એ એકલો છે એનો કોઈ ભાગીદાર નથી...

અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ સ.અ.વ. અલ્લાહના બંદા અને રસૂલ છે...

અને આપ ઈમામ છો અને અલ્લાહની ખિલકત ઉપર અલ્લાહની હુજ્જત છો..

અને હું પેહલા જે વિચારતો હતો એ માટે તોબા કરું છું..!


તો આવી રીતે ઈમામે આપેલી દલીલથી એ માણસે ઇસ્લામ કબૂલ કર્યો....

વસ્સલામ...

"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis"

Tuesday, October 29, 2019

Lesson -5 MORAL STORY - ઇલ્મની ફઝીલત

બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ                                                                                  بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS

Date 29/10/19

Lesson -5 MORAL STORY - ઇલ્મની ફઝીલત




નમાઝે મગરિબને થોડી મિનિટોની વાર હતી...

ઝૈદ અને સઈદ અઝાનના સમય પેહલા જ મસ્જિદમાં આવી ગયા હતા,




વઝૂ કરીને મસ્જિદ માં બેઠા હતા
અને બંને વરચે દલીલ ચાલી રહી હતી..
 કે ઇલ્મ બેહતર છે


 કે ઈબાદત બેહતર છે.


.

ઝૈદે કહ્યું ઈબાદત બેહતર છે,
કેમ કે અલ્લાહે કુરાને મજીદમા ફરમાવ્યું છે કે મે જીન્નાત અને ઈન્સાનો ને નથી પૈદા‌ કર્યા સિવાય કે તેઓ મારી ઈબાદત કરે...

ઝૈદ એમ કેહવા માંગતો હતો કે અલ્લાહે આપણી ખીલકત ઈબાદત માટે જ કરી છે તો ઈબાદત થી બેહતર શું હોય શકે...

સઈદે કહ્યું કે કાલે જ મારા ડેડી એ મને હઝરત મોહમ્મદ મુસ્તફા સા ની એક હદીસ સંભળાવી કે ઇલ્મ ઈબાદત થી બેહતર છે..


બંનેની ચર્ચા ચાલી રહી હતી એવામાં ઉસ્તાદ આવી ગયા..


ઉસ્તાદને જોઈ ને બંને ચૂપ થઈ ગયા.. ઉસ્તાદની ઈજ્જત માં ઉભા થયા અને સલામ કરી, ઉસ્તાદે સલામનો જવાબ આપ્યો...

પણ ઉસ્તાદને ખ્યાલ આવી ગયો કે બંને વચ્ચે કઈંક ચર્ચા ચાલી રહી હતી.. ઉસ્તાદે પ્યારથી પૂછ્યું .. ઝૈદ, સઈદ.. શું ચર્ચા ચાલી રહી છે તમારી વચ્ચે... મને કહો શાયદ હું તમારી મદદ કરી શકું....


સઈદ અને ઝેદ બંને એક બીજાની સામે જોવા લાગ્યા.. અને આંખોના ઈશારા થી સઈદે ઝેદ ને કહ્યું તું જ વાત કર ઉસ્તાદ ને

ઝેદે કહ્યું ઉસ્તાદ... અમારી બંને વચ્ચે ચર્ચા એ ચાલી રહી હતી કે ઇલ્મ બેહતર છે કે ઈબાદત..

ઉસ્તાદ કહ્યું અચ્છા... તો પછી તમે શું નતીજા પર આવ્યા..

ઝેદે કહ્યું ઉસ્તાદ.  હું કહું છું કે ઇલ્મ બેહતર છે અને સઈદ કહે છે કે ઈબાદત બેહતર છે... સારું થયું આપ આવી ગયા.. હવે આપ જ ફેંસલો કરી આપો..

ઉસ્તાદે કહ્યું બંને અમલ બહુ સારા છે... બંને અમલ અલ્લાહની કુરબતનુ કારણ બને છે...  છતાં હું તમને હું તમને આનો જવાબ આપું છું શું તમે એક કિસ્સો સાંભળવાનું પસંદ કરશો ?

બંને એ કહ્યું જી ઉસ્તાદ જરૂર...

ઉસ્તાદે કહ્યું..
એક વખત રસૂલે ખુદા સ.અ.વ. મસ્જિદે મદીનામાં દાખલ થયા, આપે જોયું કે મસ્જિદમાં બે ગ્રુપ અલગ અલગ જગ્યાએ બેઠા છે. એક ગ્રુપ ઝિક્રે ઇલાહીમા મશગુલ છે. જ્યારે બીજું ગ્રુપ ઇલ્મ હાંસિલ કરવામાં, ઇલ્મ ની ચર્ચા કરવામાં મસરૂફ છે.

આ જોઈને રસૂલે ખુદા સ.અ.વ. ખૂબ ખુશ થયા એને અસ્હાબોને કહ્યું બેશક આ બન્ને ગ્રુપ નેક કાર્યોમાં મસરૂફ છે. પણ મને લોકોને તાલીમ માટે અને લોકોને અક્લમંદ બનાવવા માટે મોકલવામાં આવ્યો છે. આમ કહેતા કહેતા રસૂલે ખુદા સ.અ.વ. એ ગ્રુપ તરફ જતા રહ્યા જે ઇલ્મ શીખવામાં મશગૂલ હતું અને એમની સાથે મશગૂલ થઇ ગયા.....

બોલો સઈદ, ઝૈદ....  તમને તમારો જવાબ મળી ગયો ? તમે શું સમજ્યા ?

જી ઉસ્તાદ, બંને એ સાથે મળી ને કહ્યું કે બંને અમલ નેક છે, બંને અમલ થી રસૂલ સ.અ.વ. ખુશ થાય છે પણ રસૂલ સ ને ઇલ્મ હાંસિલ કરનાર લોકો વધારે પસંદ છે.

ઉસ્તાદ કહ્યું.. Good... પણ હજી એક વાત clear કરવાની બાકી છે..

બંને વિચારમાં પડી ગયા..


ઉસ્તાદ કહ્યું કે આપણી ચર્ચામાં ઈબાદત નો મતલબ સુન્નત નમાઝો કે ઝોક્રે ઇલાહી વગેરે જ છે, યાદ રાખો કે વાજીબ ઇબાદતની વાત નથી, અને એ ઉપરાંત ઈબાદતનો મતલબ ખુબ જ વિશાળ છે પણ અહીંયા એ ઇબાદતની વાત નથી... ઈબાદતના એ વિશાળ મતલબ વિશે આપને ફરી ક્યારેક ચર્ચા ગુફ્તગુ કરીશું ઈન શા અલ્લાહ...

બંને એ કહ્યું જી ઉસ્તાદ... આપનો બેહદ શુક્રિયા.. અલ્લાહ નો શુક્ર છે અમોને આપ જેવા ઉસ્તાદ થી તાલીમ હાંસિલ કરવાનો મોકો મળ્યો..

ઉસ્તાદ કહ્યું.. અલ હ્મ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન...


એટલામાં  જ મોઅઝ્ઝિને અઝાન શરૂ કરી એટલે બધા ખામોશ થઈ ગયા,

અઝાનના જુમલા દોહરાવા લાગ્યા અને પછી નમાઝ પઢવા માટે તૈયાર થઈ ગયા.

Lesson - 4 - કુરાનએ મજીદની ફઝીલત

બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ       

 بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ 

ISLAMIC DARS KIDS

Date 29/10/19


Lesson - 4 -કુરાનએ મજીદની ફઝીલત



પ્યારા બાળકો...

દીનીયાતમાં તમે ઉસૂલે દીન જરૂર પઢતા હશો. ઉસુલે દીન એટલે જે જે બાબતો ઉપર આપણું ઈમાન છે એ - 


તૌહીદ,
અદાલત,
નબુવ્વત,
ઈમામત,
અને કયામત..

એવી જ રીતે કુરાને મજીદ અલ્લાહ પાકની તરફથી નાઝિલ થયેલ કિતાબ છે 

એ આપણા અકીદાનો એક ભાગ છે.


અલ્લાહ તરફથી જે ચાર આસમાની કિતાબો નો ઝિક્ર છે 
તેમાં કુરાને મજીદ આખરી આસમાની કિતાબ છે જે આપણાં નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. પર નાઝિલ થયેલ છે.

કુરાન પર ઈમાન એ ઈમાનનો હિસ્સો છે, કુરાનનો ઇન્કાર કુફ્ર છે, કુરાનનો ઇન્કાર કરનાર મુસલમાન નથી.

કુરાને મજીદ અલ્લાહ તરફથી આપણાં નબી સ.અ.વ ને આપવામાં આવેલ મોજીઝાઓમાંથી શ્રેષ્ઠ મોજિઝો છે.

કુરાન તમામ ઈન્સાનો માટે હિદાયત છે પણ એનાથી એ જ સાચી હિદાયત પ્રાપ્ત કરી શકે છે જે પરહેઝગાર છે અને જે કુરાનની તાલીમ અહલેબયત અ.સ. પાસેથી હાંસિલ કરે છે.

આપણે કુરાનની તિલાવાત હંમેશા કરવી જોઈએ,
 કુરાનની તિલવાત અને કુરાનનો અભ્યાસ ક્યારેય ના છોડવો જોઈએ.

કુરાન આપણને દુનિયા અને આખેરતની કામિયાબી હાંસિલ કરવાનો રસ્તો બતાવે છે.


કુરઅનમાં  હર ખુશ્કો-તર ચીઝ નું ઇલ્મ સમાયેલું છે મતલબ કે દુનિયાનું તમામ ઇલ્મ કુરાનમાં સમાયેલું છે.

બિસ્મિલ્લાહ ના લેસનમાં આપણે જોયું હતું કે એક બાળક બિસ્મિલ્લાહ પઢતા શીખી જાય છે તો તેના બાપની કબ્ર પરથી અઝાબ દૂર થઈ જાય છે અને કબ્ર પર અલ્લાહની રહમત નાઝિલ થાય છે, તો પછી કુરાન શીખવાથી અલ્લાહની કેટલી રહમત નાઝિલ થતી હશે...!!

ઇમામે જાફરે સાદિક અ.સ. ફરમાવે છે કે "કુરઆનની સુરતો પડવાથી મા-બાપના ગુનાહ અગર તે કાફિર હોય તો પણ ઓછા થાય છે"


હઝરત રસૂલે ખુદા સા થી રિવાયત છે કે પોતાના બાળકોને ત્રણ આદતો ઉપર તરબીયત કરો (ત્રણ બાબતોની તાલીમ આપો):

1-પોતાના નબી પ્રત્યેની મોહબ્બત પર,
2-અહલેબૈતની મોહબ્બત પર,
3-કુરઆનની તિલાવત પર.



હઝરત અલી અલય્હિસ્સલામથી રિવાયત છે ત્રણ ચીઝો યાદશક્તિને વધારનારી છે:

1- મિસ્વાક (દાતણ / tooth brush)



2-રોઝા રાખવા

3- કુરઆને મજીદની તિલાવત કરવી.



હઝરત રસૂલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે-
તમારામાંથી શ્રેષ્ઠ માણસ એ છે જે કુરાન શીખે અને શીખવાડે.



આ સિવાય ઘણી હદીસો અને રિવાયત મા કુરાન પઢવાની, શીખવા, શીખવાડવા, એના પર અમલ કરવા, અને કુરાનમાં ગૌરો ફિક્ર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે..

જેમ કે હ. અલી અ. થી એક હદીસ છે કે
 "યાદ રાખો જે કિર‌અતે કુરાનમાં (તિલાવતે કુરાનમાં) તદબ્બુર (ગૌરો ફિક્ર, ચિંતન મનન) ના હોય એમાં કોઈ ભલાઈ નથી".

આથી આપણે જોઈએ કે કુરાન શીખીએ, શીખવાડીએ, અહલેબત અ.સ. ની તાલીમની રોશનીમાં કુરાનમાં ગૌરો ફિક્ર કરીએ અને તેના પર અમલ કરીએ અને આપણી દુનિયા તથા આખેરત ને કામિયાબ બનાવીએ.

વસ્સલામ..

"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis"

Monday, October 28, 2019

Lesson - 3 - ઇમામે હસને મુજતબા અ.સ.

બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ                                                                              بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS

Date - 28/10/2019

Lesson - 3 - ઇમામે હસને મુજતબા અ.સ.


આપણા બીજા ઇમામનું નામ હઝરતે હસન અ.સ.‌ છે.



આપની પહેલા દુનિયામાં કોઈનું પણ નામ હસન રાખવામાં આવ્યું ન હતું.

આપના લકબોમાંથી એક લકબ મુજતબા છે.


આપની વિલાદત 15 માહે રમઝાન હિજરી સન ૩ ના રોજ મદીના શહેરમાં થઈ.

આપના વાલિદ આપણા પહેલા ઇમામ હઝરત અલી અ.સ. છે.


આપની વાલિદા જનાબે ફાતેમા ઝહરા સલામુલ્લાહે અલય્હા છે.


આપના નાના આપણાં પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. છે. ઇમામે હસન અ.સ ની વિલાદતથી પયગમ્બર સ.અ.વ. ને ખૂબ જ ખુશી થઈ હતી.

ઇમામ હસન અ.સ. પયગમ્બર સ.અ.વ ના નવાસા હતા પણ
કુરઆને મજીદે આપને ફરઝંદે રસૂલ નો દરજ્જો આપ્યો છે. આથી આપને "સિબ્તે રસૂલ* કે સિબ્તે પયગમ્બર પણ કેહવામાં આવે છે.

પયગમ્બર સ.અ.વ. એ ઇમામ હસન અ. અને ઇમામ હુસૈન અ. ને જન્નતના જવાનોના સરદાર કહ્યા છે.

આપ  જયારે  સવારની  નમાઝથી  ફારિગ  થતા ત્યારે સૂરજ  નીકળે  નહી  ત્યાં સૂધી મુસલ્લા  પર  બેઠા  રહેતા હતા.

આપની સખાવત ખૂબ મશહૂર છે. આપના દરવાજાથી કોઈ માંગવાવાળો ખાલી હાથ ન જતો.

ઇમામ હસન અ. એ ઘણી વખત પોતાની પૂરી દૌલત અલ્લાહની રાહમાં સખાવત કરી દીધી હતી અને કેટલીક વખત અર્ધી દૌલત અલ્લાહની રાહમાં ખર્ચ કરી નાખી હતી.

આપ પોતે ફાકા કરતા પણ સાએલોની હાજતો પૂરી કરતા.


સુલેહ બાબતે:

મઅવિયા સાથેની સુલેહ માં ઇમામ હસન અ. એ પોતાની જ શરતો મૂકી હતી જેમાં સૌથી પેહલી શરત એ હતી કે હુકુમત કુરઆન અને સુન્નત મુજબ ચલાવવામાં આવે. આ સિવાય અન્ય શરતો હતી જેવી કે અહલેબયતના ચાહવાવાળાઓને રક્ષણ (હિફાઝત / protection) આપવામાં આવે, અલી અ. ની શાનમાં ગુસ્તાખી ભર્યા શબ્દો કેહવાનું બંધ કરવામાં આવે, ઇમામ હસન અ.  , ઇમામ હુસૈન અ. અને પયગંબરના ઘરવાળાઓને નુકસાન ન પહોંચાડે વિગેરે....


શહાદત:

આપની શહાદત ૨૮ સફર હિજરી સન ૫૦ ના થઈ.
આપને દગાથી ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા હતા.
આ ઝેર મઅવિયાના દબાણથી રોમના બાદશાહે મોકલ્યું હતું, અને જોઅદા બિન્તે અશઅસે આપને દગાથી ઝેર પીવડાવી દીધું હતું.


આપના અખ્લાકનો એક પ્રસંગ / કિસ્સો:

એક વખત ઇમામ હસન અ.સ. ઘોડા પર બેસીને ક્યાંક જઈ રહ્યા હતા, રસ્તામાં એક શામી (શામનો રેહવાસી) નો સામનો થયો, એ માણસ ઈમામની શાનમાં જેવા તેવા અલ્ફાઝ કેહવા લાગ્યો... જ્યારે એણે બોલવાનું બંધ કર્યું ઇમામ એની પાસે ગયા, સલામ કરીને મોહબ્બત થી પૂછ્યું કે

અગર તારે કપડાંની જરૂર હોય તો તને કપડાં આપું,

તું ભૂખ્યો હોય તો તને ખાવાનું આપું,

તું મુસાફર હોય અને તારે સવારીની જરૂર હોય તો સવારીનો ઇન્તેજામ કરી આપું,

અને અગર રેહવા માટે જગ્યા જોઈતી હોય તો રેહવાની જગ્યાની વ્યવસ્થા કરી આપું...!!!

ઇમામ ના આવા બેહતરીન અખ્લાક જોઈને એ માણસ શરમિંદા થઈ ગયો અને કહેવા લાગ્યો કે હું ગવાહી આપું છું કે આપ અલ્લાહના સાચા ખલીફા છો..... આપના બાપ-દાદા વિષે પણ હું ખોટી માન્યતા ધરાવતો હતો.. પરંતુ આપના અખ્લાકે મને આપનો ગુલામ બનાવી દિધો છે, હવે હું આપના કદમોથી દૂર નહીં જાવ એને જીવીશ ત્યાં સુધી આપની ખિદમત કરીશ...

વસ્સલામ..