Saturday, November 9, 2019

Lesson -1 - બિસ્મિલ્લાહ



ISLAMIC DARS 4 KIDS



Lesson -1 - બિસ્મિલ્લાહ




બિસ્મિલ્લાહ નો અર્થ છે - શરૂ કરું છું, અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે.

બિસ્મિલ્લાહમાં અલ્લાહના ત્રણ નામો છે - અલ્લાહ, રહમાન અને રહીમ.

દરેક કામ પેહલા બિસ્મિલ્લાહિર્રહ્માનીર્રહીમ કેહવુ જોઈએ..

બિસ્મિલ્લાહ કેહવાથી ખરાબ કામોથી બચવામાં મદદ મળે છે.

બિસ્મિલ્લાહ કહીને આપણે અલ્લાહને યાદ કરીશું તો અલ્લાહ આપણને યાદ કરશે અને આપણી મદદ કરશે.

કુરાનમાં સૂરે બરાઅત‌ સિવાય દરેક સૂરાની શરૂઆતમાં બિસ્મિલ્લાહ છે.

હ. અલી અલય્હિસ્સલામે ફરમાવ્યું છે કે
કુરાનનું તમામ ઇલ્મ સૂર એ અલ હમ્દમાં છે...
સૂર એ અલ હમ્દનું તમામ ઇલ્મ બિસ્મિલ્લાહમાં છે...
બિસ્મિલ્લાહ નું તમામ ઇલ્મ બિસ્મિલ્લાહ ના બે (ب)માં છે..
 બે (ب)નું તમામ ઇલ્મ બે (ب)ની નીચેના નુક્તમાં છે, અને હું એ નુક્તો છું.


રસૂલે ખુદા (સ. અ. વ.) એ ફરમાવ્યું છે કે "જે કામ શરૂં કરે અને તેની પહેલા બિસ્મિલ્લાહ ન કહે તો તે પુરૂ થતું નથી"

જમવા પેહલા કે પાણી પીવા પેહલા પણ બિસ્મિલ્લાહ કેહવુ જોઈએ....

ઇમામ અલી રઝા અ.‌ એ ફરમાવ્યું છે કે

કે જેમ આંખમાં સફેદી અને કાળાશ પાસે પાસે છે તેવી જ રીતે બિસ્મિલ્લાહ સાથે ઇસ્મે અઅઝમ ને બહુ જ પાસેનો સંબંધ છે.


કિસ્સો:
એક વખત હ. ઈસા અ. એક કબ્ર પાસેથી પસાર થઈ રહ્યા હતા, જોયું કે કબ્ર પર અઝાબ થઈ રહ્યો છે. થોડા દિવસો પછી પાછા ફરતા હતા તો એ જ કબ્ર ઉપર અઝાબ ને બદલે અલ્લાહની રહમત વરસી રહી હતી, હ. ઈસા એ અલ્લાહની બારગાહમાં અરજ કરી કે યા અલ્લાહ આનું કારણ શું છે...? અલ્લાહ તરફથી જવાબ આવ્યો કે અય ઈસા..! આ માણસ ગુનેહગાર હતો પણ હવે આ માણસનું બાળક મદ્રેસામાં જવા લાગ્યું છે અને તેના ટીચરે તેને બિસ્મિલ્લાહ શીખવ્યું છે, તો મને શર્મ આવે છે કે જેનું બાળક મારું નામ લે હું એ બંદાને અઝાબ કરું...!!!


"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis"

No comments:

Post a Comment