બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS FOR KIDS
Date 29/10/19
Lesson -5 MORAL STORY - ઇલ્મની ફઝીલત
નમાઝે મગરિબને થોડી મિનિટોની વાર હતી...
ઝૈદ અને સઈદ અઝાનના સમય પેહલા જ મસ્જિદમાં આવી ગયા હતા,
વઝૂ કરીને મસ્જિદ માં બેઠા હતા
અને બંને વરચે દલીલ ચાલી રહી હતી..
કે ઇલ્મ બેહતર છે
કે ઈબાદત બેહતર છે.
.
ઝૈદે કહ્યું ઈબાદત બેહતર છે,
કેમ કે અલ્લાહે કુરાને મજીદમા ફરમાવ્યું છે કે મે જીન્નાત અને ઈન્સાનો ને નથી પૈદા કર્યા સિવાય કે તેઓ મારી ઈબાદત કરે...
ઝૈદ એમ કેહવા માંગતો હતો કે અલ્લાહે આપણી ખીલકત ઈબાદત માટે જ કરી છે તો ઈબાદત થી બેહતર શું હોય શકે...
સઈદે કહ્યું કે કાલે જ મારા ડેડી એ મને હઝરત મોહમ્મદ મુસ્તફા સા ની એક હદીસ સંભળાવી કે ઇલ્મ ઈબાદત થી બેહતર છે..
બંનેની ચર્ચા ચાલી રહી હતી એવામાં ઉસ્તાદ આવી ગયા..
ઉસ્તાદને જોઈ ને બંને ચૂપ થઈ ગયા.. ઉસ્તાદની ઈજ્જત માં ઉભા થયા અને સલામ કરી, ઉસ્તાદે સલામનો જવાબ આપ્યો...
પણ ઉસ્તાદને ખ્યાલ આવી ગયો કે બંને વચ્ચે કઈંક ચર્ચા ચાલી રહી હતી.. ઉસ્તાદે પ્યારથી પૂછ્યું .. ઝૈદ, સઈદ.. શું ચર્ચા ચાલી રહી છે તમારી વચ્ચે... મને કહો શાયદ હું તમારી મદદ કરી શકું....
સઈદ અને ઝેદ બંને એક બીજાની સામે જોવા લાગ્યા.. અને આંખોના ઈશારા થી સઈદે ઝેદ ને કહ્યું તું જ વાત કર ઉસ્તાદ ને
ઝેદે કહ્યું ઉસ્તાદ... અમારી બંને વચ્ચે ચર્ચા એ ચાલી રહી હતી કે ઇલ્મ બેહતર છે કે ઈબાદત..
ઉસ્તાદ કહ્યું અચ્છા... તો પછી તમે શું નતીજા પર આવ્યા..
ઝેદે કહ્યું ઉસ્તાદ. હું કહું છું કે ઇલ્મ બેહતર છે અને સઈદ કહે છે કે ઈબાદત બેહતર છે... સારું થયું આપ આવી ગયા.. હવે આપ જ ફેંસલો કરી આપો..
ઉસ્તાદે કહ્યું બંને અમલ બહુ સારા છે... બંને અમલ અલ્લાહની કુરબતનુ કારણ બને છે... છતાં હું તમને હું તમને આનો જવાબ આપું છું શું તમે એક કિસ્સો સાંભળવાનું પસંદ કરશો ?
બંને એ કહ્યું જી ઉસ્તાદ જરૂર...
ઉસ્તાદે કહ્યું..
એક વખત રસૂલે ખુદા સ.અ.વ. મસ્જિદે મદીનામાં દાખલ થયા, આપે જોયું કે મસ્જિદમાં બે ગ્રુપ અલગ અલગ જગ્યાએ બેઠા છે. એક ગ્રુપ ઝિક્રે ઇલાહીમા મશગુલ છે. જ્યારે બીજું ગ્રુપ ઇલ્મ હાંસિલ કરવામાં, ઇલ્મ ની ચર્ચા કરવામાં મસરૂફ છે.
આ જોઈને રસૂલે ખુદા સ.અ.વ. ખૂબ ખુશ થયા એને અસ્હાબોને કહ્યું બેશક આ બન્ને ગ્રુપ નેક કાર્યોમાં મસરૂફ છે. પણ મને લોકોને તાલીમ માટે અને લોકોને અક્લમંદ બનાવવા માટે મોકલવામાં આવ્યો છે. આમ કહેતા કહેતા રસૂલે ખુદા સ.અ.વ. એ ગ્રુપ તરફ જતા રહ્યા જે ઇલ્મ શીખવામાં મશગૂલ હતું અને એમની સાથે મશગૂલ થઇ ગયા.....
બોલો સઈદ, ઝૈદ.... તમને તમારો જવાબ મળી ગયો ? તમે શું સમજ્યા ?
જી ઉસ્તાદ, બંને એ સાથે મળી ને કહ્યું કે બંને અમલ નેક છે, બંને અમલ થી રસૂલ સ.અ.વ. ખુશ થાય છે પણ રસૂલ સ ને ઇલ્મ હાંસિલ કરનાર લોકો વધારે પસંદ છે.
ઉસ્તાદ કહ્યું.. Good... પણ હજી એક વાત clear કરવાની બાકી છે..
બંને વિચારમાં પડી ગયા..
ઉસ્તાદ કહ્યું કે આપણી ચર્ચામાં ઈબાદત નો મતલબ સુન્નત નમાઝો કે ઝોક્રે ઇલાહી વગેરે જ છે, યાદ રાખો કે વાજીબ ઇબાદતની વાત નથી, અને એ ઉપરાંત ઈબાદતનો મતલબ ખુબ જ વિશાળ છે પણ અહીંયા એ ઇબાદતની વાત નથી... ઈબાદતના એ વિશાળ મતલબ વિશે આપને ફરી ક્યારેક ચર્ચા ગુફ્તગુ કરીશું ઈન શા અલ્લાહ...
બંને એ કહ્યું જી ઉસ્તાદ... આપનો બેહદ શુક્રિયા.. અલ્લાહ નો શુક્ર છે અમોને આપ જેવા ઉસ્તાદ થી તાલીમ હાંસિલ કરવાનો મોકો મળ્યો..
ઉસ્તાદ કહ્યું.. અલ હ્મ્દો લિલ્લાહે રબ્બિલ આલમીન...
એટલામાં જ મોઅઝ્ઝિને અઝાન શરૂ કરી એટલે બધા ખામોશ થઈ ગયા,
અઝાનના જુમલા દોહરાવા લાગ્યા અને પછી નમાઝ પઢવા માટે તૈયાર થઈ ગયા.

No comments:
Post a Comment