Tuesday, December 24, 2019

Lesson - 50 સૂરએ ઇખ્લાસ - પાર્ટ - 2

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 18/12/2019

Lesson - 50

------------------------------
સૂરએ ઇખ્લાસ - પાર્ટ - 2
------------------------------

સૂરાનો તરજુમા:
------------------

      بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહમાન રહીમ છે...

1 ) قُلۡ هُوَ اللّٰهُ اَحَدٌ‌

      અય રસૂલ કહો કે તે અલ્લાહ એક જ છે....

2 ) اَللّٰهُ الصَّمَدُ‌ ۚ  ‏
      અલ્લાહ બેનિયાઝ છે...

3 )  لَمۡ يَلِدۡ   ۙ وَلَمۡ يُوۡلَدۡ
      ન તે કોઈને જન્મ આપે છે, ન તેને કોઈએ જન્મ આપ્યો છે....

4 )   وَلَمۡ يَكُنۡ لَّهٗ كُفُوًا اَحَدٌ
      અને ના કોઈ એક તેના જેવો છે....

આ સુરાનો તરજુમા જરૂર યાદ કરી લેજો... જેથી આપણને આયતો DETAILS માં  સમજવામાં આસાની રહેશે.. ઈન શા અલ્લાહ....

હવે ઈન શા અલ્લાહ આપણે દરેક આયતને એક એક કરીને સમજવાની કોશિશ કરીએ...

1 ) قُلۡ هُوَ اللّٰهُ اَحَدٌ‌

      (અય રસૂલ) કહો કે તે અલ્લાહ એક જ છે....

આ આયતમાં અલ્લાહ એક જ છે કહેવા માટે આયતમાં કયો શબ્દ USE કરવામાં આવ્યો છે...? અહદ..!

અહદ એટલે એક...

પણ અરબીમાં નંબર કાઉન્ટ કરવા માટે અહદ શબ્દ USE નથી થતો...

તો કયો શબ્દ USE થાય છે ?

વાહીદ....!

વાહીદ એટલે - એક .

જો વાહીદ એટલે પણ એક અને અહદ એટલે પણ એક.... તો વાહીદ અને અહદમાં ફર્ક શું છે ?

સવાલ છે ને..? તો ચાલો એ ફર્ક સમજીએ....!

વાહીદ પેન, સાની પેન

માનો કે... તમારી પાસે એક પેન છે...! તો એ પેન થઇ વાહીદ પેન...એટલે કે એક પેન...! RIGHT

હવે એવા જ કલરની, એવી જ ડિઝાઇન વાળી, SAME TO SAME એક બીજી પેન તમને કોઈ ગિફ્ટ આપે...! તો ..?

તો પહેલી પેનને વાહીદ પેન કહેવાશે અને બીજી પેનને સાની પેન..! કેમ કે સાની એટલે 2.. RIGHT ?

અહદ બેગ

પણ માનો કે તમારી પાસે એક બેગ છે...

પણ આખી દુનિયામાં કોઈની પાસે કોઈ પણ પ્રકારની બેગ જ નથી..!

ના તમારી બેગ પહેલા કોઈએ એવી બેગ બનાવી છે... ન તો ક્યારેય કોઈ બનાવી શકશે..

અગર આખી દુનિયામાં કોઈની પાસે બેગ છે તો બસ એ તમારા પાસે જ છે... અને એ પણ એક જ બેગ છે તમારા પાસે...!

તો આ SITUATION માં તમારી પાસે જે એક બેગ છે એને પણ વાહીદ પેનની જેમ... વાહીદ બેગ કહેવાશે ?

નહિ..!

પણ એને કહેવાશે અહદ બેગ..! કારણ કે બીજી બેગ (સાની બેગ) હોવી શક્ય જ નથી...

તો વાહીદ અને અહદનો ફર્ક સમજાયો..?

વાહીદ એટલે એક..... પણ એના જેવો બીજો હોઈ શકે...

અહદ એટલે એવો એક કે એના જેવો બીજો કોઈ POSSIBLE જ નથી.. ન પહેલા એના જેવું કોઈ થયું છે... ના અત્યારે છે.. ના કોઈ થશે...

બસ એવી જ રીતે અલ્લાહ એક છે... પણ અલ્લાહ વાહીદ - એક નથી ... પણ અલ્લાહ અહદ - એક છે...!

જો અલ્લાહ વાહીદ એક હોય તો એનો મતલબ એમ થાય કે એ અલ્લાહ જેવો બીજો કોઈ પણ અલ્લાહ હોઈ શકે...

પણ અલ્લાહ અહદ એક છે... મતલબ કે અલ્લાહ જેવો બીજો કોઈ અલ્લાહ કે ખુદા શક્ય જ નથી...

માટે જયારે રસૂલે ખુદા સ.અ.વ. એ ઇસ્લામની તબ્લીગ શરુ કરી તો લોકો પૂછવા લાગ્યા કે તમારો અલ્લાહ કેવો છે... શું ખાય છે.. શું પીવે છે..?

તો અલ્લાહે રસૂલે ખુદા સ.અ.વ. પર આ સૂરા નાઝીલ કર્યો...

કુલ હોવલ્લાહો અહદ  અય રસૂલ કહી દયો કે અલ્લાહ અહદ છે.. એક છે.. એવો એક એના જેવો બીજો કોઈ નથી....

*********

વ સલામુન અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ...

યા અબા સાલેહ અદરિકના

No comments:

Post a Comment