Tuesday, December 24, 2019

Lesson - 48 અમલ........... કોના.......... માટે...........?

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 16/12/2019

Lesson - 48

-----------------------------
અમલ........... કોના.......... માટે...........?
----------------------------

બની ઇસરાઈલના સમયમાં એક ઝાડ હતું...

શૈતાન એ ઝાડમાંથી અવાઝ કાઢી કાઢીને લોકો સાથે વાતો કરતો હતો...

એટલે ઘણા બધા લોકો એ ઝાડને ખુદા માનવા લાગ્યા... અને એ ઝાડની ઈબાદત કરવા લાગ્યા....

ત્યાં એક માણસ રહેતો હતો... એ અલ્લાહની ઈબાદત કરતો હતો.... (અલ્લાહની) ઈબાદત કરનારને શું કહેવાય છે..? આબીદ...! માટે એ માણસને આપણે આ કિસ્સામાં આબિદ કહીશું....!

આબિદને જયારે જાણવા મળ્યું કે લોકો એક ઝાડને અલ્લાહ માનવા લાગ્યા છે... એટલે એ એ આબીદે વિચાર્યું કે મારે એ ઝાડ કાપી નાખવું પડશે...! કેમ કે ઈબાદત તો ફક્ત અલ્લાહની જ કરવી જોઈએ ને.... ઝાડની ઈબાદત થોડી કરાય...?

એ ખુલૂસ નિય્યતથી એટલે કે ફક્ત અલ્લાહની ખુશી માટે એ ઝાડ કાપવા નીકળી પડ્યો...

રસ્તામાં તેને શૈતાન મળ્યો...

શૈતાન શું ઈચ્છતો હતો...?

શૈતાન એમ ઈચ્છતો હતો કે ગમે તે થાય પણ આ ઝાડ કપાવું જોઈએ નહિ....

કારણ કે જો આ ઝાડ કપાય જશે....  તો જે લોકો આ ઝાડને ખુદા માને છે..... એ લોકો વિચારશે કે જો આ ઝાડ જ જો ખુદા હતું તો એને કોઈ કાપી થોડી શકે..? હવે આ કપાઇ ગયું છે મતલબ કે એ ઝાડ ખુદા નહોતું....!

અને પછી લોકો ખરેખર અલ્લાહની ઈબાદત કરવા લાગશે...!

એટલે શૈતાને આબિદને તે ઝાડ કાપવાની ના પાડી...

પણ આબીદે કહ્યું કે ના........ હું તો આજે આ ઝાડ કાપીને જ રહીશ...

બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો....  ખૂબ ઝઘડો થયો.... અને બંને એક બીજાને ઝમીન પર પછાડી દેવાની કોશિશ કરવા લાગ્યા.....

પણ આબીદ તો અલ્લાહની ખુશી માટે ઝાડ કાપવા નીકળ્યો હતો ને.....! માટે અલ્લાહે આબીદને મદદ કરી..!

અને થોડી જ વાર માં આબીદ શયતાન પર ગાલિબ થઇ ગયો.... એટલે કે આબીદે શયતાનને ઝમીન પર પછાડી દીધો...!

શૈતાનને જયારે લાગ્યું કે આ આબીદ સામે હવે લડાઈ ઝઘડાથી જીતી શકાય એમ નથી.. અને આ આબીદ ઝાડ કાપી ને જ રહેશે... એટલે શૈતાને આઈડિયા કર્યો....

શયતાને તેને ફોસલાવ્યો...! કહ્યું કે અય આબીદ..!

આબીદે કહ્યું શું છે..!

તું આ ઝાડ સવાબ માટે કાપવા માંગે છે ? શૈતાને પૂછ્યું....

આબીદે કહ્યું હા.! ચોક્કસ...

તો શૈતાને કહ્યું... હું તને આના કરતા પણ વધારે સવાબ મળે એવો આઈડિયા આપું ?

આબીદે કહ્યું શું આઈડિયા છે..?

એટલે શૈતાને કહ્યું......

આ ઝાડ કાપીને તો તને શું સવાબ મળવાનો....!! તું આ ઝાડ ના કાપ...

હું તને રોજ તારા મુસલ્લા નીચે સોનાના બે (2 ) દીનાર (સિક્કા - COINS ) રાખી જઈશ.. તું એ 2 દીનાર ગરીબોને વચ્ચે વહેંચી નાખજે તો તને આ ઝાડ કાપવા કરતા તો કેટલોય વધારે સવાબ મળશે...

આબીદ શૈતાનની વાતોમાં આવી ગયો... શૈતાનની જાળમાં ફસાય ગયો...આબીદે કહ્યું ભલે... અને આબીદે ઝાડ ના કાપ્યું અને પાછો જતો રહ્યો.....

શૈતાન પોતાની ચાલમાં કામિયાબ થઇ ગયો...

થોડાક દિવસો સુધી તો શૈતાન તે આબિદના મુસલ્લા નીચે દરરોજ દીનાર રાખતો હતો.. પણ પછી શૈતાને દીનાર રાખવાનું બંધ કર્યું...

એટલે આબીદને આવ્યો ગુસ્સો....

આબીદ બોલ્યો કેમ મારા મુસલ્લા નીચે હવે દીનાર નથી મુકતો એ... હવે તો આજે એનું ઝાડ કાપી જ નાખું....

એમ કરીને એ ઝાડ કાપવા નીકળી પડ્યો....

પાછો શૈતાન રસ્તામાં મળ્યો.... શૈતાને આબિદને રોક્યો....

આબીદે કહ્યું.. આજે તો હું ઝાડ કાપીને જ રહીશ...

અને બંને વચ્ચે ઝઘડો થયો.. અને આ વખતે શૈતાન આબીદ પર ગાલિબ થઇ ગયો... એટલે કે શૈતાને આબીદને ઝમીન પર પછાડી દીધો...

આબીદને તઅજ્જુબ થયું... નવાઈ લાગી.. કે આ વખતે કેમ તેણે મને પછાડી દીધો....

એટલે તેણે શૈતાનને સવાલ કર્યો.. કે આવું કેમ થયું...?

LAST TIME તો હું તારા કરતા વધારે તાકાતવાળો હતો.. મેં તને પછાડી દીધો હતો....

પણ આ વખતે કેમ તે મને પછાડી દીધો...?

એટલે શૈતાને જવાબ આપ્યો કે ગયા વખતે તું અલ્લાહની ખુશી માટે ઝાડ કાપવા નીકળ્યો હતો... અને આ વખતે તું દીનાર નહિ મળવાને કારણે ઝાડ કાપવા નીકળ્યો છે.....

*************

તો આ કિસ્સામાંથી શું શીખવા મળ્યું...? એ તમારા પેરેન્ટ્સ સાથે DISCUSS કરશો...?

DISCUSSION POINTS :

હઝરતે અલી અ.સ. ફરમાવે છે કે... જેના અમલમાં ઇખલાસ નથી હોતું... ખુલૂસ નથી હોતું.. તેનો અમલ કબૂલ કરવામાં આવતો નથી......! (ગોરરુલ હિકમ - હદીસ નંબર - 2759 )

હઝરતે અલી અ.સ. ફરમાવે છે કે ઇખલાસ - ખુલૂસ એ સૌથી ઊંચી - સૌથી મોટી કામિયાબી છે... (ગોરરુલ હિકમ - હદીસ નંબર - 2739 )

શા માટે આબીદ પેહલા શૈતાન સામે કામિયાબ થયો...?

શા માટે આબીદ બીજી વખત ઝાડ કાપવા ગયો તો શૈતાન સામે હારી ગયો...?

આપણે આપણા દરેક અમલ....... કોના......... માટે.......... કરવા જોઈએ...?

No comments:

Post a Comment