Tuesday, December 24, 2019

Lesson - 47 હઝરતે ઇદરીસ અ.સ. PART-2

 بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 14/12/2019

Lesson - 47
_______
  હઝરતે ઇદરીસ અ.સ. PART-2

--------------------------------

20 વર્ષ સુધી હઝરતે ઇદરીસ અ.સ. આ રીતે ગુફામાં રહ્યા... અને બાદશાહના શહેરમાં વરસાદ ના પડ્યો...
હઝરતે ઇદરીસ અ.સ. ની બદદુઆથી લોકો વરસાદ નહિ પડવાને કારણે પરેશાન થઇ ગયા...

કેમ કે વરસાદ ન પડે તો જમીનમાંથી શાકભાજી... અનાજ કઈ પણ ના ઉગે... અને કઈ ઉગે નહિ તો લોકો ખાય શું ...?

એટલે ભૂખ અને પ્યાસથી લોકોની હાલત ખરાબ થવા લાગી...

એ લોકો રડી રડીને દુઆ કરવા લાગ્યા કે અય પરવરદિગાર અમારી પર રહમત ફરમાવ.. અને વરસાદ મોકલ...

પણ અલ્લાહે હઝરતે ઇદરીસને વાયદો કર્યો હતો કે જ્યાં સુધી હઝરતે ઇદરીસ અ.સ. દુઆ નહિ કરે ત્યાં સુધી વરસાદની એક બુંદ પણ નહિ પડે....

માટે અલ્લાહે હઝરતે ઇદરીસ અ.સ. ને કહ્યું કે અય ઇદરીસ..! આ લોકો ખૂબ રડી રડીને દુઆ કરી રહ્યાં છે.. એમની હાલત ખરાબ છે... માટે તમે વરસાદ માટે દુઆ કરો....

હઝરતે ઇદરીસ અ.સ. એ દુઆ ન કરી....

ત્યાર બાદ જે ફરિશ્તો હઝરતે ઇદરીસ અ.સ. માટે રોજ સાંજે ખાવાનું લઈને આવતો હતો તે એક દિવસ ના આવ્યો...

હઝરતે ઇદરીસ અ.સ. એ સબ્ર કરી...

બીજા દિવસે પણ એ ફરિશ્તો ના આવ્યો... હઝરતે ઇદરીસ અ.સ.એ સબ્ર કરી...

અને ત્રીજા દિવસે પણ એ ફરિશ્તો જયારે ના આવ્યો.. અને ત્રણ દિવસ હઝરતે ઇદરીસ અ.સ. ભૂખ્યા રહ્યા....
ત્યારે હઝરતે ઇદરીસ અ.સ.એ દુઆ કરી કે અય પરવરદિગાર....! મારી રોઝી કેમ બંધ થઇ ગઈ...?

તો અલ્લાહ તરફથી જવાબ મળ્યો અય ઇદરીસ...! તમે ત્રણ દિવસથી ભૂખ્યા છો અને ગભરાઈ ગયા...!

જુઓ તમારી કૌમના લોકો 20 વર્ષથી વરસાદ વગર કેટલા હેરાન થઇ રહ્યા છે...

હવે તમે જાતે જ ગુફાની બહાર નીકળો અને મેહનત કરીને તમારી રોજી કમાઓ...

હઝરતે ઇદરીસ અ.સ. ગુફાની બહાર નીકળ્યા...

રસ્તામાં જુએ છે કે એક બૂઢી ઔરત તેની ઝૂંપડીમાં રોટી પકાવતી હોય છે...

હઝરતે ઇદરીસ અ.સ.એ એ ઔરતને કહ્યું હું ખૂબ ભૂખ્યો છું અને મને કઈંક ખાવાનું આપ...

એ બૂઢી ઔરત કહે છે... અમારા ગામમાં હઝરતે ઇદરીસની બદદુઆથી વર્ષોથી વરસાદ નથી પડ્યો... અમારી હાલત ખરાબ છે...  મારા પાસે બે જ રોટી છે.... એક મારા માટે એક મારા દીકરા માટે... 

પણ હઝરતે ઇદરીસ બહુ request કરી એટલે એ ઔરતે હઝરતે ઇદરીસ અ.સ. ને અર્ધી રોટી આપી...

થોડી વારમાં જુએ છે કે ભૂખના કારણે એ ઔરતનો દીકરો મરી જાય છે...

એ ઔરત હઝરતે ઇદરીસ અ.સ. ને કહે છે કે તમારા કારણે મારો દીકરો મારી ગયો ...!!

પણ હઝરતે ઇદરીસ અ.સ. કહે છે કે અલ્લાહ ચાહશે તો તારો દીકરો પાછો જીવતો થઇ જશે...

પછી હઝરતે ઇદરીસ અ.સ. એ દુઆ કરી કે.... તરત જ તે ઔરતનો દીકરો જીવતો થઇ ગયો...

એટલે એ બૂઢી ઔરત સમજી ગઈ કે આ જ માણસ હઝરતે ઇદરીસ અ.સ. છે..

તેથી એ બૂઢી ઔરતે મોટા અવાજથી લોકોને બોલાવ્યા... લોકો ભેગા થયા... અને હઝરતે ઇદરીસ અ.સ. પાસે આવ્યા... અને દુઆ કરવા માટે ખૂબ આજીજી થી... request કરી..

હઝરતે ઇદરીસ અ.સ. એ કહ્યું.. જ્યાં સુધી તમારો ઝાલિમ બાદશાહ મારી સામે આવીને request નહિ કરે ત્યાં સુધી હું દુઆ નહિ કરું..

બાદશાહને આ વાતની ખબર પડી... તેણે હઝરતે ઇદરીસ અ.સ. ને ગિરફ્તાર કરવા માટે કેટલાક માણસોને મોકલ્યા... પણ એ લોકો મરી ગયા...

પછી બાદશાહે બીજા માણસો મોકલ્યા એટલે હઝરતે ઇદરીસ અ.સ. એ કહ્યું કે તમારી હાલત પણ આ લોકો જેવી થઇ જશે... બેહતર છે તમે પાછા જતા રહો અને બાદશાહને કહો કે આવીને મને request કરે....

આ ન્યૂઝ મળવાથી બાદશાહ ગભરાઈ ગયો... હઝરતે ઇદરીસ અ.સ. પાસે આવ્યો... અને હઝરતે ઇદરીસ અ.સ. ને એ બાદશાહે request કરી...

પછી હઝરતે ઇદરીસ અ.સ. એ વરસાદની દુઆ કરી... એટલે વાદળો (clouds ) છવાયા... વીજળીના અવાજો આવ્યા... અને જોરદાર વરસાદ થયો....

****

અલ્લામા મજલીસીનું બયાન છે કે અલ્લાહે હઝરતે ઇદરીસ અ.સ. ને જે દુઆ નો હુકમ આપ્યો હતો એ વાજીબ વાળો હુકમ નહોતો..પણ એમ કે તમારું દિલ ચાહે તો દુઆ કરો... જો વાજીબ વાળો હુકમ હોત તો હઝરતે ઇદરીસ અ.સ. તરત જ દુઆ કરેત... કેમ કે નબીઓ ક્યારેય અલ્લાહના હુકમોની નાફરમાની નથી કરતા....!

****

અલ્લાહના હુકમથી એક ફરિશ્તા દ્વારા હઝરતે ઇદરીસ અ.સ. ને આસમાનની અને જન્નતની સફર કરાવવામાં આવી હતી..... જન્નતની સફર દરમિયાન હઝરતે ઇદરીસ અ.સ. ને જન્નત ખૂબ પસંદ આવી ગઈ અને અલ્લાહથી દુઆ કરી કે હવે એમને જન્નતમાં જ રહેવું છે... અલ્લાહે તેમને ઈજાઝત આપી એટલે હઝરતે ઇદરીસ અ.સ. જન્નત માં જ રોકાઈ ગયા...

****

હઝરતે ઇદરીસ અ.સ. ના સહીફા (અલ્લાહે આપેલી નાની કિતાબ) માં ઘણી બધી નસીહતો છે... જેમાં એક નસીહત આ છે... અલ્લાહની નાફરમાનીથી બચવું એ ખૂબ જ મોટી નેઅમત છે

*****

વસ્સલામ 

No comments:

Post a Comment