بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Date 11/11/2019
Lesson - 18
------------------------------------------------------------
Topic: પયગમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં (part -4)
------------------------------------------------------------
આપ સ.અ.વ. ની શાદી
---------------------------------
આપની ઉમર જયારે 25 વર્ષની થઇ ત્યારે આપની શાદી જનાબે ખદીજા સ.અ. સાથે થઇ.
મક્કામાં જ ખદીજા સ.અ. નો ખૂબ મોટો બિઝનેસ હતો.
જનાબે ખદીજા સ.અ. એ નબી સ.અ.વ. ના અખ્લાક અને ઈમાનદારી વિષે ખૂબ સાંભળ્યું હતું.
આથી તેમણે નબી સ.અ..વ. સાથે પોતાની શાદીનો રિશ્તો મોકલ્યો.
અને આ રીતે નબી સ.અ.વ. ની શાદી જનાબે ખદીજા સ.અ. સાથે થઇ.
આપ સ.અ.વ. ના નિકાહ આપના ચાચા હઝરતે અબુતાલિબ અ.સ. એ જ પઢ્યા હતા.
કુરઆન નાઝીલ થવાની શરૂઆત. – (બેઅસત)
----------------------------------------------
Hira, a cave located in Mecca where Prophet Muhammad (s) is said to have received his first revelations there |
આપ સ.અ.વ. ગારે હીરા નામ ની એક ગુફા (cave) માં ઈબાદતમાં મશગૂલ રહેતા, અલ્લાહને ખૂબ ખૂબ યાદ કરતા રહેતા.
આપની ઉમર 40 વર્ષની હતી અને એક વખત જયારે આપ ગારે હીરામાં ઈબાદતમાં મશગૂલ હતા...
ત્યારે જીબ્રઈલ આપની ખિદમતમાં આવ્યા અને કુરઆનની તિલાવત સંભળાવી કે ઈકરા બિસમે રબ્બેકલ્લઝી...
જેનો મતલબ થાય છે કે પઢો તમારા રબ એટલે કે પરવરદિગારના નામથી....
.
પછી આપ ગારે હીરાથી ઘરે આવ્યા, જનાબે ખદીજાને કુરઆનના નુઝૂલ વિષે કહ્યું,...
એટલે તરત જ જનાબે ખદીજા આપ સ.અ.વ. પર ઈમાન લાવ્યા
અને કહ્યું કે બેશક અલ્લાહ સિવાય કોઈ મઅબૂદ નથી અને આપ અલ્લાહના પયગમ્બર છો.
આ વાકેઆને બેઅસતનો વાકેઓ , અને આ દિવસને બેઅસતનો દિવસ કહેવાય છે.
દાવતે ઝુલઅશીરા
--------------------------
બેઅસત પછી ત્રણ વર્ષ સુધી આપ સ.અ.વ. ઇસ્લામની ફરજો - નમાજ વગેરે છુપી રીતે અદા કરતા રહ્યા.
બેઅસત પછી ત્રણ વર્ષે, અલ્લાહના હુકમથી...
આપ સ.અ.વ. એ એ લોકોને ઇસ્લામની દાવત આપી એટલે કે ઇસ્લામ accept કરવાનું invitation આપ્યું. અને કહ્યું કે તમારે બધાએ માનવું જોઈએ કે અલ્લાહ એક છે એના સિવાય કોઈની ઈબાદત ના કરવી જોઈએ.
ત્રણ દિવસ સુધી દરરોજ નબી સ.અ.વ. એ લોકોને બોલાવ્યા જમાડ્યા પણ લોકો જમીને જતા રહેતા હતા, કોઈ નબી સ.અ.વ. ની વાત સાંભળવા તૈયાર નહોતું.
ત્રીજા દિવસે હઝરતે અબુતાલિબ અ.સ. એ કોઈને જવા ના દીધા અને નબી સ.અ..વ ની વાત સાંભળવા માટે રોકી રાખ્યા.
નબી સ.અ.વ. એ ફરમાવ્યું કે જે કોઈ આ કામમાં મારી મદદ કરશે એ મારા પછી મારો જાનશીન થશે.
નબી સ.અ..વ એ આ એલાન ત્રણ વખત કર્યું પણ કોઈએ મદદ કરવાની હા પાડી નહિ,
ત્રણેય વખતે હઝરત અલી અ.સ. જ ઉભા થયા અને કહ્યું કે યા રસુલલ્લાહ હું આપની મદદ કરીશ.
આ વખતે હઝરત અલી અ.સ. ની ઉંમર ફક્ત તેર વર્ષની હતી,
આ વાકેઆને ઇસ્લામની તારીખમાં ઇસ્લામની હિસ્ટરીમાં દાવતે ઝુલ-અશીરા ના નામથી ઓળખાય છે.
મેઅરાજ:
------------------
માહે રજબની 27મી શબના રસૂલે ખુદ સ.અ.વ. ને અલ્લાહે મેઅરાજ કરાવી હતી...
જન્નતના ખૂબસૂરત મંઝરો દેખાડ્યા હતા, અને જહન્નમની હાલત પણ બતાવી હતી. આ શબ ને શબે મેઅરાજ કહેવાય છે.
મેઅરાજનો ઝિક્ર કુરઆનમાં સૂર એ બની ઇસરાઈલની પેહલી આયત માં જ છે.
જનાબે ફાતેમા ઝહરા સ.અ. ની વિલાદત:
--------------------------------------------------------------
બેઅસત ના પાંચમા વર્ષે આપણે ત્યાં જનાબે ફાતેમા ઝહરા સ.અ. ની વિલાદત થઇ.
જનાબે ફાતેમા ઝહરા સ.અ. ની વિલાદતથી આપ સ.અ.વ. ના *દિલને ખૂબ સુકૂન હાંસિલ થયું.
આપ સ.અ.વ. જનાબે ફાતેમા સ.અ. માટે કેહતા કે ફાતેમા મારો ટુકડો છે..!
જનાબે ફાતેમા સ.અ. સિવાય આપ સ.અ.વ. ની બીજી કોઈ દીકરી નહોતી.
Wassalam. To be continued in sha allah
"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis"
"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis"
No comments:
Post a Comment