بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Date 07/11/2019
Lesson - 13Topic: આપણા આમાલ અને ઈમામે ઝમાના અ.ત.ફ.શ
પ્યારા બાળકો, સલામુન અલયકુમ,
આજે ઈદ નો દિવસ છે, ઈદે ઝહરા સ.અ., યવ્મે ઈમામતે ઈમામે મહદી અ.ત.ફ.શ.
યવ્મે ઇમામતે ઈમામે મહદી અ.સ. એટલે આજે આપણા ઇમામ ઈમામે ઝમાનાની ની ઇમામતનો પેહલો દિવસ છે..
આપણે સૌ જાણીએ છીએ કે આપણા આખરી ઇમામ ઈમામે ઝમાના અ. પરદ-એ ગયબતમાં છે,
એટલે કે ઇમામ હયાત છે, live છે પણ આપણી નજરથી ગાયબ છે, આપણે ઈમામને જોઈ શકતા નથી... હા ઇમામ જરૂર આપણને જોઈ રહ્યા છે... આપણા એક એક આમાલ પર ઇમામ ની નજર છે...
વિચાર કરો કે જ્યારે આપણા આમાલ પર ઇમામની નજર હોય તો આપણા આમાલ કેવા હોવા જોઈએ..? ઇમામ ને પસંદ હોય એવા કે ઇમામ ગમગીન થાય એવા..?
બેશક..., આપણા આમાલ ઈમામને પસંદ હોય એવા જ હોવા જોઈએ, ઇમામ રાજી થાય એવા જ હોવા જોઈએ...
તમે જાણો છો ઇમામ આપણાથી કેટલી મોહબ્બત કરે છે...?
એક મા પોતાના બાળકને કેટલી મોહબ્બત કરે છે ? ઇમામ એના કરતાં પણ આપણને વધારે ચાહે છે, વધારે મોહબ્બત કરે છે !!
શું આપણે એવા કામ કરીશું જેનાંથી આપણા મા બાપ રાજી ના હોય..! નહિ ને ?
તો પછી આપણે એવા કામ કઇ રીતે કરીએ જેનાથી આપણા ઇમામ રાજી નથી જે આપણને આપણા મા બાપ કરતા પણ વધારે મોહબ્બત કરે છે.
કિતાબોમાં ઈમામથી મુલાકાતના અનેક પ્રસંગો જોવા મળે છે જેમાં ઈમામે પોતાના ચાહવાવાવાળાઓને પોતાની મુલાકાત આપી હોય... એક એવો જ પ્રસંગ ટુંકમાં જોઈએ જેમાં આપણને ખ્યાલ આવશે કે આપણા ખરાબ આમાલ ઇમામને કેટલા બધા ગમગીન કરી દે છે...!
હાજી આકા તવક્કલી મશ્હદના ભરોસાપાત્ર વ્યક્તિ હતા.. તેઓ બયાન કરે છે...
એક દિવસ સુબ્હની નમાઝ પડીને, દુઆઓ પડીને હું સુઈ ગયો...
સપનામાં મે જોયું કે હું સજદમાં રડતા રડતા ઇમામના ઝહૂર માટે દુઆ કરી રહ્યો છું...
સજદાથી માથું ઊંચું કર્યું તો જોયું મારી બાજુમાં એક માણસ બેસીને એ પણ ઈમામના ઝહૂર માટે દુઆ કરી રહ્યો હતો...
એટલા માં જ ઈમામે ઝામાનના મસ્જિદમાં દાખલ થયા..
મે જોયુ કે ઇમામ ખૂબ રડી રહ્યા હતા...
ઇમામે મને ગળે લગાડ્યો અને ઘણી વાર સુધી રડતા રહ્યા...
મે પૂછ્યું ઇમામ આપ આટલું બધું શા માટે રડી રહ્યા છો..?
ઇમામ (ત્યાં બેઠેલા શિઆઓ તરફ ઈશારો કરીને કહ્યું) હું આમના માટે રડી રહ્યો છું...
આ (મારા શીઆંઓ) મારા ઝહૂર માટે રડી રડી ને દુઆ કરે છે... અને પછી બેસીને લોકોની ગીબત કરે છે ! લોકો ઉપર તોહમતો (ખોટા ઇલ્ઝામો) લગાવે છે... અને મને ખરાબ આમાલના ઝરિયે તકલીફ પોહચાડે છે...! અને મારા દિલને જલાવે (દુઃખી કરે) છે..!
આમના ઉપર હું અફસોસ કરું છું, તેમના માટે રડું છું... શું કરું..!?
હું તેમના માટે દુઆ કરું છું કે અય પરવરદિગાર તું એમના ગુનાહોને માફ કરી દે.. તેમને કોઈ મુસીબતમાં મુબ્તેલા નહિ કરતો...
અને ઈમામે કહ્યું કે જ્યાં સુધી તારાથી શક્ય હોય મારો આ પૈગામ (મારા શીયાઓને) પોહચાડી દે...કે હંમેશા ગીબત કરવાથી અને લોકો ઉપર તોહમત લગાવવાથી ઇન્સાન કુફ્રની નજીક પોહચી જાય છે (એટલે કે ઇન્સાનનુ ઈમાન જતુ રહે છે, ઇન્સાન કાફિર જેવો થઇ જાય છે).
અને ઈમામે કહ્યું કે અગર આ કામથી દૂર નહીં રહો, તૌબા નહીં કરો તો બેશક અમારા દોસ્ત અને શિઆ હશે તો પણ હું તેમને સજા કરીશ.. એટલે સુધી કે અગર એ મરી ગયા હશે તો એમને જીવતા કરીને અલ્લાહના હુકમ પ્રમાણે સજા કરીશ..!
તો બાળકો... આપણે ગીબતથી દૂર રહીએ અને આપણા આમાલ આપણા ઈમામના દુઃખનું કારણ ના બને...
વસ્સલામ...
(કિસ્સો - ઈમામે ઝમાનાની મુલાકાતના પ્રસંગો.. કિસ્સો ૬૫, સારાંશ)
No comments:
Post a Comment