بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Date 11/11/2019
Lesson - 17
Topic: પયગમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં (part -3/6)
આપનું બચપણ:
આપ સ.અ.વ. ના વાલેદૈન, આપના દાદા અબ્દુલ મુત્તલિબની વફાતો:
આપ યતીમ પૈદા થયા હતા, કારણ કે આપ સ.અ.વ. જયારે માં ના પેટમાં હતા ત્યારે જ આપના વાલિદ હઝરતે અબ્દુલ્લાહ ઈનતેકાલ પામ્યા હતા.
આપની વાલેદા જનાબે આમેના ખાતુને આપની પરવરીશ ખુબ પ્યાર અને મહોબ્બતથી કરી.
આપ સ.અ.વ. જયારે છ વર્ષના હતા ત્યારે આપની વાલેદા જનાબે આમેના ખાતૂન પણ ઇન્તેકાલ પામ્યા.
The grave of Amina in al-Abwa'. |
ત્યાર પછી આપની પરવરીશ આપ સ.અ.વ. ના દાદા હઝરતે અબ્દુલ મુત્તલિબે કરી. હઝરતે અબ્દુલ મુત્તલિબ પણ આપ સ.અ.વ. ને ખૂબ પ્યાર કરતા,
પરંતુ...
જયારે રસૂલે ખુદા સ.અ.વ. ની ઉંમર 8 વર્ષની હતી ત્યારે આપ સ.અ.વ.ના દાદા હઝરતે અબ્દુલ મુત્તલિબ પણ વફાત પામ્યા.
An old picture of Al-Ma'at Cemetery before it was demolished by Wahhabis in 1343/1925 |
ચાચા અને ચાચી એ પરવરિશ કરી:
દાદા હઝરતે અબ્દુલ મુત્તલિબે પોતાની વફાત પેહલા આપ સ.અ.વ. ની પરવરિશની જવાબદારી આપ સ.અ.વ. ના ચાચા હઝરતે અબુતાલિબને સોંપી…
અને કહ્યું….
કે આ (મોહમ્મદ સ.અ.વ.) નો ખાસ ખ્યાલ રાખજો, એમની ખાસ દેખભાળ રાખજો, કેમ કે આપણા પૂરા ખાનદાનમાં, આપણી પૂરી ફેમિલીમાં આનાથી વધારે કિંમતી કોઈ નથી.
એટલે દાદા હઝરતે અબ્દુલ મુત્તલિબની વફાત પછી આપ સ.અ.વ. ની પરવરિશની પુરી જવાબદારી ચાચા હઝરતે અબુતાલિબ અ.સ. અને ચાચી જનાબે ફાતેમા બિન્તે અસદ સ.અ. એ ઉઠાવી.
હઝરતે અબુતાલિબ અ.સ. અને જનાબે ફાતેમા બિન્તે અસદ સ.અ. એ આપની પરવરીશ દિલો જાનથી કરી.
એમણે બંને એ રસૂલે ખુદા સ.અ.વ ની દેખભાળ એમની પોતાની અવલાદ કરતા પણ વધારે સારી રીતે રાખી.
હઝરતે અબુતાલિબ અ.સ. આપ સ.અ.વ. થી ખૂબ મહોબ્બત કરતા હતા, એ આપ સ.અ.વ. ને પોતાની પાસે જ સુવરાવતા હતા, અને જ્યાં પણ જતા પોતાની સાથે લઈને જ જતા...
આપના બચપણનો એક વાકેઓ:
સૂકા ખજૂરના ઝાડનું લીલું - ગ્રીન થઇ જવું:
જનાબે ફાતેમા બિન્તે અસદ સ.અ. બયાન કરે છે કે....
જયારે રસૂલે ખુદા સ.અ.વ એમની સાથે એમના ઘરે એટલે કે જનાબે ફાતેમા બિન્તે અસદના ઘરે જ રહેતા હતા ત્યારે.....
જનાબે ફાતેમા બિન્તે અસદના ઘરમાં ખજૂરનું એક બહુ જૂનું TREE હતું, એ TREE બિલકુલ સુકાય ગયેલું હતું.
પણ એક દિવસ રસૂલે ખુદા સ.અ.વ. નો હાથ આ TREE ને અડી ગયો...
અને અચાનક જ....
TREE બિલકુલ લીલુંછમ થઇ ગયું, એકદમ ગ્રીન થઇ ગયું...
અને તેના પાર બિલકુલ *FRESH ખજૂરો પણ ઉગી નીકળી...!!!
વસ્સલામ...
To be continued – in sha allah.
------------------------------------------------------------------------
To get such islamic dars for kids join SALEH KIDS - 4
https://chat.whatsapp.com/CbDAACJogWb25hPFG9z3ko
Or contact +919979127272
No comments:
Post a Comment