Pages

Tuesday, December 24, 2019

LESSON 55 - ઇત્તેફાક કે ઈન્તેઝામ... ???

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 24/12/2019

------------------------------------------
LESSON 55  - ઇત્તેફાક કે ઈન્તેઝામ... ???
---------------------------------------------

ઇત્તેફાક અને ઈન્તેઝામ બંને ક્લાસમેટ હતા...!

એક દિવસ...

ઇત્તેફાકે કહ્યું...! આ દુનિયા ઇત્તેફાકથી બની છે...! એટલે કે અચાનકથી બની છે...! એને બનાવનાર કોઈ નથી...!

ઇન્તેઝામે -  બહુ જ કોન્ફિડેન્સથી કહ્યું... ના ઇત્તેફાક એવું નથી.. આ અલ્લાહનો ઈન્તેઝામ છે... મતલબ કે અલ્લાહનું અરેન્જમેન્ટ છે... આ કંઈ ઇત્તેફાક નથી..!

અચ્છા... એવું છે... ? એ તો બધા એવું જ કહે છે... પણ શું તું સાબિત કરી શકે છો...? ઇત્તેફાકે પૂછ્યું..

હા બેશક.. ઈન શા અલ્લાહ... હું મારી પૂરી કોશિશ કરીશ.... પછી માનવું ન માનવું તારી મરજીની વાત છે... ઇન્તેઝામે કહ્યું....

ઇન્તેઝામે એક પ્લેઇન પેપર લીધો... પેપરમાંથી એક સરખી 10 ચિઠ્ઠીઓ બનાવી...

પહેલી ચિઠ્ઠી પર નમ્બર  - 1  લખ્યો...

બીજી ચિઠ્ઠી પર નમ્બર - 2 લખ્યો...

એ રીતે કરતા કરતા.. દસમી ચિઠ્ઠી પર નમ્બર - 10 લખ્યો...

હવે એ બધી ચિઠ્ઠી એક જ સરખી રીતે ફોલ્ડ કરી દીધી... અને બરાબર મિક્સ કરી નાખી...

ખબર જ ન પડે કે કઈ ચિઠ્ઠી ક્યાં નંબરની છે...?

અને પછી ઇન્તેઝામે - બધી જ ચિઠ્ઠી ઇત્તેફાકના પોકેટમાં નાખી દીધી...!

અને ઇન્તેઝામે ઇત્તેફાકને કહ્યું...

ચલ ઇત્તેફાક.. હવે બતાવ તારો ઇત્તેફાક...!

શું મતલબ ..? ઇત્તેફાકે પૂછ્યું...

મતલબ કે ...હવે એક એક કરીને બધી ચિઠ્ઠી તારા પોકેટમાથી કાઢ.... ઈન્તેઝામે કહ્યું.. અને....

અને હા.. બધી જ ચિઠ્ઠી લાઈનમાં... નમ્બર વાઇઝ જ નીકળવી જોઈએ હાં...

એટલે કે પહેલા 1 નમ્બરની ચિઠ્ઠી ... પછી 2 નમ્બર... પછી 3  નમ્બર... એમ કરતા કરતા જ... છેલ્લે 10 નમ્બરની ચિઠ્ઠી નીકળવી જોઈએ...

એક પણ ચિઠ્ઠી આગળ પાછળ ના થવી જોઈએ...!

ઇત્તેફાક મૂંઝાયો... આ તો કેમ પોસિબલ છે...? તેણે કહ્યું...

એટલે ઇન્તેઝામે કહ્યું... કેમ શા માટે પોસિબલ નથી...???

તું જ તો કહે છે કે...

ઇત્તેફાકથી આખી દુનિયા વજૂદમાં આવી ગઈ...

ઇત્તેફાકથી ઝમીન અને આસમાન બની ગયા....🌏⭐

ઇત્તેફાકથી સૂરજ બની ગયો... ચાંદ બની ગયો..

ઇત્તેફાકથી જ સૂરજ🌞🌞 સવારે તેના ફિક્સ ટાઈમે ઉગે છે... અને સાંજે ફિક્સ ટાઈમે ડૂબે છે...!!! ⏰⏰⏰

ઇત્તેફાકથી જ ચાંદ દર મહિનાની પેહલી તારીખે પતલો દેખાય છે...🌙🌙🌙 અને પાછો ઇત્તેફાકથી એ જ ચાંદ 14 - 15 તારીખે આખો ચાંદ એટલે કે ફુલ મૂન દેખાય છે...!🌕🌕🌕

જો ઇત્તેફાકથી આટલી મોટી મોટી વસ્તુ પોસિબલ હોય તો... શું તારા પોકેટમાથી 10 ચિઠ્ઠી ઇત્તેફાકથી નમ્બર વાઇઝ ના નીકળી શકે..??

ઇત્તેફાક સમજી ગયો કે ઈન્તેઝામ શું કહેવા માંગે છે...?

તેણે તરત જ સ્વીકારી લીધું કે અને કહ્યું કે...

યુ આર રાઈટ માય ડીઅર ફ્રેન્ડ...!

જો પોકેટમાથી 10 ચિઠ્ઠી ઇત્તેફાકથી નમ્બર વાઇઝ ના નીકળે તો આ દુનિયા તો ઇત્તેફાકથી ના જ બની હોય... એ જરૂર કોઈનો ઈન્તેઝામ છે... અને એ અલ્લાહનો ઈન્તેઝામ છે...!

મને તારા જવાબથી એટલું ઈત્મેનાન હાંસિલ થયું છે કે મને થાય છે કે હવે હું મારું નામ ઇત્તેફાકથી બદલીને ઈત્મેનાન નામ કરી નાખું...!

હા બિસ્મિલ્લાહ.... જરૂર...! ઇન્તેઝામે કહ્યું...

પણ ઈન્તેઝામ એ તો કહે કે ... આ બધું ઈલ્મ તારી પાસે ક્યાંથી આવ્યું...?

એટલે ઇન્તેઝામે કુરઆનની આ આયતની તિલાવત કરી...!

إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ

( ઇન્ન ફી ખલકીસ્સામાવતે વલ અરઝે વખ્તેલાફિલ લૈલે વન્નહારે લ આયાતિલ લે ઉલીલ અલ્બાબ )

બેશક ઇન્ટેલીજન્ટ લોકો માટે... બુદ્ધિશાળી લોકો માટે...🤔🤔

આસમાન અને ઝમીનની પૈદાઈશમાં...🌏⭐

અને રાત અને દિવસના ચેન્જ થતા રહેવામાં...📆 📆

જરૂર..... અલ્લાહની 🕋 નિશાનીઓ મૌજૂદ છે...!

(🖊સૂરએ આલે ઇમરાન - આયત - 190 )

એટલે કે અલ્લાહે કુરઆનમાં ફરમાવ્યું છે કે આ બધું ઇત્તેફાક નથી... કે રાત પછી દિવસ આવે ... દિવસ પછી રાત આવે... અને રાત પછી પાછો દિવસ આવે...🌕🌞🌕

જો ઇત્તેફાક હોત તો ક્યારેક બે રાત એક સાથે આવી જાત ને....🌕🌕! અને ક્યારેક બે - ત્રણ🌞🌞🌞 દિવસ એક સાથે ભેગા આવી જાય એવું ન થાત..?

હા ઈન્તેઝામ.. સાચી વાત છે... કુરઆનમાં તો બહુ સરસ રીતે અલ્લાહની સાબિતી સમજાવવામાં આવી છે....

યસ... ઇત્તેફાક.. સોરી ... યસ ઈત્મેનાન ..! અલ્લાહનો શુક્ર છે... બધી જ તારીફો અલ્લાહને માટે છે...!🕋

કિડ્સ......! હવે તમને કોઈ પૂછે કે ઇત્તેફાક કે ઈન્તેઝામ...??? તો તમે સમજાવી શકશો ને..? જરૂર ઈન શા અલ્લાહ....


વસ્સલામ...!

LESSON 54 - આસાન એહકામ - તહારત - પાર્ટ-2

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 23/12/2019

------------------------------------------
LESSON 54 - આસાન એહકામ - તહારત - પાર્ટ-2
---------------------------------------------

ઝૈદના ઘરમાં એક સ્વિમિંગ પૂલ છે...  આ સ્વિમિંગ પૂલ પાણીથી ભરેલો છે... આખો પૂલ ભરેલો છે... અને પાણી 384 લીટર કરતા વધારે છે....! તો આ પાણી કુર કહેવાશે કે કલીલ ?

કુર પાણી કહેવાશે ને..?

હવે એ પૂલમાં કઈંક નજિસ ચીઝ પડી ગઈ... તો પાણી નજિસ થઇ ગયું ...?

ના.. નજિસ નથી થયું.. પણ તેમાં એક શર્ત છે...? યાદ છે..? લાસ્ટ લેસનમાં આપણે શીખી ગયા...!

શું શર્ત છે ?

શર્ત એ છે કે....

એ નજીસ ચીઝના કારણે પાણીના કલર, સ્મેલ કે ટેસ્ટ...! આ ત્રણમાંથી એકેય માં ચેન્જ ના આવવો જોઈએ...! રાઈટ ..?

જો ત્રણમાંથી એક માં પણ ચેન્જ આવી ગયો તો પાણી.... નજિસ થઇ જશે...! બરાબર...!

***

હવે.... સઇદના ઘરે મજલિસ છે... મજલિસમાં તબરરુક માટે  લીંબુ શરબત બનાવ્યું છે...

એક મોટી.... ટેંકમાં શરબત બનાવ્યું છે...!!! અને એ શરબત કેટલું બધું હતું ખબર...? 384 લિટરથી પણ વધારે...! અરે..... 500 લીટર જેટલું શરબત હતું...!!

એટલે કે કુર પાણી કરતા પણ વધારે એ શરબત હતું..? હા...

હવે એ શરબતમાં ભૂલથી કોઈએ નજિસ હાથ નાખી દીધો...!

પણ એ નજિસ હાથ શરબતમાં અડવાને કારણે... શરબતમાં કલર, સ્મેલ કે ટેસ્ટ માં એકેયમાં ... કોઈ પણ ચેન્જ નથી આવ્યો..!

તો હવે એ શરબત પાક છે કે નજિસ ?

એ શરબત.... નજિસ છે...!

કેમ નજિસ ..? એ તો કુર કરતા વધારે કવોન્ટિટીમાં હતું...! અને કલર, સ્મેલ, ટેસ્ટ, કંઈ ચેન્જ પણ નથી થયું.... તો પણ નજિસ..?

હા... તો પણ નજિસ...!

કારણ..?

કારણ કે શરબત કવોન્ટિટીમાં તો કુર કરતા પણ વધારે હતું... પણ ..... એ મુત્લક પાણી નહોતું...  એટલે કે પ્યોર પાણી નહોતું..!

તો કયું પાણી હતું ?

એ મુઝાફ પાણી હતું...!

અને કુર પાણીનો નજિસ નહિ થવાનો જે મસઅલો છે.... એ કયા પાણી માટે છે ? એ તો મુત્લક પાણી માટે છે ને.... મુઝાફ પાણી માટે થોડો છે...?

એટલે કે શરબત કુરથી વધારે હોવા છતાં... જરા પણ નજાસત લાગશે તો પણ બધું શરબત... નજિસ થઇ જશે..! કારણ કે એ મુત્લક પાણી નથી.... પણ ... મુઝાફ પાણી છે...!

તો આપણે શીખી ગયા મસઅલા નમ્બર - 45  નો એક હિસ્સો...!

છે ને આસાન એહકામ..?

***
હવે આ એક એક્સરસાઇઝ તમારા માટે...

તાહિર ઘરે આવ્યો... ઘરે કોઈ નહોતું.... નમાઝનો સમય થઇ ગયો હતો... વઝુ કરવા વૉશ બેસીનનો નળ ખોલ્યો તો પાણી નહોતું આવતું....

હવે બાલ્ટીમાં થોડું પાણી હતું... પણ એણે વિચાર્યું કે બાલ્ટીમાં જે પાણી છે એ નજિસ છે કે પાક ...? આમ તો જનરલી પાક જ હોય છે... પણ આજે ઘરમાં કોઈ છે નહિ તો પૂછવું કોને..?

તો તાહિરે એ પાણીથી વઝુ કરવું જોઈએ... કે ના કરવું જોઈએ...?

જવાબ માટે તમારા પેરેન્ટ્સની હેલ્પ લ્યો... તવઝીહુલ મસાએલની પણ હેલ્પ લઇ શકો...

તવઝીહુલ મસાએલમાંથી મસઅલો ફાઇન્ડ કરવા માટે મસઅલા નમ્બર જોઈએ છે ? મસઅલા નમ્બર છે 52 ...!

અચ્છા.. તવઝીહુલ મસાએલ પણ હાલ રેડી ન હોય તો....?

જસ્ટ અહીંયા ક્લિક કરો અને મસઅલા નમ્બર - 52  વાંચો.. 
👇👇👇
https://salehkids.blogspot.com/2019/12/lesson-54-2.html

પણ તાહિરે એ પાણીથી વઝુ કરવું જોઈએ કે નહિ ? તેને  મદદ જરૂર કરો...!😊


વસ્સલામ .

LESSON 53 - એક કિસ્સો અને મોહસિનમાં ચેન્જ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 21/12/2019

------------------------------------------
LESSON 53 - એક કિસ્સો અને મોહસિનમાં ચેન્જ
---------------------------------------------

મોહસિન રઝા ..! એક હેલ્પ કરીશ...? બેટા થોડી વાર મિલ્કનું ધ્યાન રાખીશ ... ઉભરાઈ ન જાય... હું ત્યાં સુધી નીચે જઈને આવું... શાકભાજીની લારી આવી છે...

મોહસિન મોબાઈલમાં ગેઈમ રમી રહ્યો હતો.. તેણે તેના મમ્મીની વાત સાંભળી જ નહોતી

બીજી વખત તેના મમ્મીએ કહ્યું... પણ મોહસિન ગેઈમમાં ખૂબ જ તલ્લીન હતો...

ત્રીજી વખત પણ કહ્યું પણ મોહસિને ન જ સાંભળ્યું...

મોહસિનના મમ્મીએ એ વખતે તેને કઈ ના કહ્યું.. પણ રાત્રે સૂતી વખતે મોહસિનને એક કિસ્સો કહ્યો....!

અને એ કિસ્સાની મોહસિન પર એવી અસર થઇ કે મોહસિન એ પછીથી તેના મમ્મીને અને ઘરમાં બધાને દરેક કામમાં મદદ કરવા લાગ્યો...

શું તમે પણ જાણવા માંગો છો એ કિસ્સો કયો હતો...?

ઈબ્ને અબ્બાસથી રિવાયત છે... કે એક દિવસ હું ઇમામે હસન અ.સ. સાથે મસ્જીદુલ હરામમાં બેઠો હતો... મોહસિનના મમ્મીએ કિસ્સો.... શરુ કર્યો..!

મસ્જીદુલ હરામ એટલે કઈ મસ્જિદ મમ્મી..? મોહસિને પૂછ્યું..!

મસ્જીદુલ હરામ એટલે ખાન એ કાબા જ્યાં આવેલું છે ને... ત્યાં... ખાન એ કાબાની આસપાસની ફરતી જગ્યાને મસ્જીદુલ હરામ કહેવામાં આવે છે... ત્યાં નમાઝ પાડવાનો અને ઈબાદત કરવાનો ખૂબ સવાબ છે...

કિસ્સાને આગળ વધારતા મોહસિનના  મમ્મીએ કહ્યું.. કે ઇમામ અ.સ. એ વખતે મસ્જિદમાં એઅતેકાફમાં હતા... એઅતેકાફ એટલે ખબર છે ને..?

હા મમ્મી... મોહસિને કહ્યું.. એઅતેકાફ એટલે માહે રમઝાનમાં ઈબાદત કરવા માટે રાત દિવસ મસ્જિદમાં જ રોકાઈ જઈએ એ જ ને...!

હા. બેટા... રાઈટ  ... વેરી ગુડ...

અને એ સમયે એક વખત ઇમામ હસન અ.સ. જયારે ખાન એ કાબાનો તવાફ કરી રહ્યા હતા...

ત્યારે એક માણસ ઇમામ અ.સ. પાસે આવ્યો...

અને કહ્યું કે અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.) ! હું ખૂબ મકરૂઝ થઇ ગયો છું ..!

મકરૂઝ એટલે કરઝદાર ને  મમ્મી..! મોહસિને વચ્ચે થી પૂછ્યું...

હા બેટા.. મકરૂઝ એટલે કરઝદાર.. આપણે કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો જ્યાં સુધી ચૂકવીએ નહિ આપણે કરઝદાર કે મકરૂઝ કહેવાઈએ...

તો એ માણસે ઇમામ અ.સ. ને રિકવેસ્ટ કરી કે પોસિબલ હોય તો મારુ કરઝ અદા કરાવી આપો....

આ રીતે એ માણસે ઇમામ અ.સ. પાસે મદદ માંગી...

ત્યારે ઇમામ અ.સ. એ કહ્યું કે અલ્લાહની કસમ અત્યારે તો મારી પાસે કઈ નથી... એટલે કે કઈ પૈસા નથી કે જેથી હું તારું કરઝ.... અદા કરાવી શકું...

એટલે એ માણસે ઇમામ અ..સ ને બીજી રિકવેસ્ટ કરી કે...

અગર આપની પાસે પૈસા નથી તો મારી એટલી મદદ કરો...

કે મને પેલા માણસ પાસેથી થોડો સમય અપાવી દો, થોડી મુદ્દત અપાવી દો... જેની પાસેથી મે કરઝ લીધું છે... કેમ કે પેલો માણસ મને બહુ ડરાવે છે (મારા પર બહુ ગુસ્સો કરે છે ) અને મને ધમકાવે છે..

ઇમામ એ વખતે શું કરી રહ્યા હતા...? ખાન એ કાબાનો તવાફ કરી રહ્યા હતા ને..!

છતાં ઈબ્ને અબ્બાસ એ રિવાયતમાં આગળ જણાવે છે કે ઇમામ અ.સ. એ તે મકરૂઝ  અને જરૂરતમન્દ માણસની વાત સાંભળીને તવાફ અધૂરો છોડી દીધો...!

અને ઇમામ અ.સ. તે માણસની મદદ માટે નીકળી પડ્યા...!

આ જોઈને ઈબ્ને અબ્બાસ કહે છે કે અય ફરઝંદે રસૂલ (સ.અ.વ. ) આપ તો એઅતેકાફમાં બેઠા છો... (એટલે એઅતેકાફ અધૂરો વચ્ચે છોડીને તો બહાર ના જવાય !)

એટલે ઇમામ અ.સ. એ ફરમાવ્યું કે...

મારા વાલિદ ઇમામે અલી અ.સ. થી મે સાંભળ્યું છે કે રસૂલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું છે કે...

મોઅમીનની હાજત પૂરી કરવી, મોઅમીનની મદદ કરવી એ નેવું હજાર ( 90 THOUSAND ) વર્ષની ઈબાદત કરવાને બરાબર છે...! અને એ પણ એવી ઈબાદત જેમાં દિવસના રોઝા રાખ્યા હોય અને આખી આખી રાતો અલ્લાહની ઇબાદતમાં કયામમાં (એટલે કે ઉભા રહ્યા ) હોય...

આ કિસ્સો સાંભળીને મોહસિનના દિલ પર બહુ ગહેરી અસર થઇ... અને બીજા દિવસથી એ મમ્મીની અને ઘરમાં બધાની પૂરી હેલ્પ કરવા લાગ્યો...

કઈ રીતે..?

મોહસિને વિચાર્યું કે....

ઇમામ અ.સ. એઅતેકાફમાં હતા....
મસ્જીદુલ હરામમાં હતા....
ખાન એ કાબા નો તવાફ કરી રહ્યા હતા.....

છતાં પણ એક અજનબી મોમીનની મદદ માટે ઇમામ અ.સ. એ તવાફ પણ અધૂરો છોડી દીધો...

તો હું મારા મમ્મી ડેડી, ભાઈ બહેન બધાની  હેલ્પ માટે મોબાઈલ ગેઈમ કે બીજા ફુઝુલ કામો કેમ ના છોડી શકું...!

***
જો આપણી સાથે પણ આવું થતું હોય તો આ કિસ્સો આપણે હંમેશા યાદ રાખવો જોઈએ અને મોહસિનની જેમ તેના પર જરૂર અમલ કરવો જોઈએ...

વસ્સલામ

LESSON 52 - ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / Responsibilities

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 20/12/2019

------------------------------------------
LESSON 52 - ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / Responsibilities

ફરજ - જયારે ઈમામનું નામ આવે ત્યારે RESPECT SHOW કરવો જોઈએ
---------------------------------------------


જયારે પણ આપણે ઇમામે ઝમાના અ.સ. નું નામ લઈએ કે સાંભળીએ... ત્યારે એમના માટે આપણે ખાસ  RESPECT બતાવવો જોઈએ...

ઇમામ અ.સ. નું નામ આવે તો ખાસ RESPECT કઈ રીતે બતાવી શકીએ...?

જયારે ઇમામ અ.સ નું નામ આવે ત્યારે...

આપણે બેઠા હોઈએ તો  ઉભા થઇ જવું જોઈએ...

માથું સહેજ નમાવી દેવું જોઈએ...

માથા પર હાથ રાખવો જોઈએ...

સલવાત પડવી જોઈએ...

અને દિલથી એક દુઆ નીકળવી જોઈએ કે યા અલ્લાહ મને ઇમામ અ.સ.ની ઝિયારત નસીબ થાય અને ઇમામના નાસિરોમાં મારો શુમાર થાય...!

અને જયારે પણ આપણે ઇમામ અ.સ. ને યાદ કરીએ તો ઇમામ અ.સ. નું  જે ORIGINAL નામ છે તે નામથી યાદ કરવાને બદલે આપણે તેમને તેમના લકબ થી યાદ કરવા જોઈએ...!

કારણ..? કારણ એ કે ઇમામ અ.સ. ને તેમના નામથી યાદ કરવા કરતા તેમના લકબથી યાદ કરવા એ વધારે RESPECT આપ્યો હોય એવું માનવામાં આવે છે...!

લકબ એટલે શું એ તો ખબર જ હશે....! છતાં કોઈને ના ખ્યાલ હોય તો...

જયારે પણ કોઈને તેના નામને બદલે તેની કોઈ ખાસ સિફત એટલે કે તેનામાં રહેલી ખાસ ખૂબીથી યાદ કરવામાં આવે તો તેને લકબ કહેવાય...!

જેમ કે ઇમામ હુસૈન અ.સ. ને આપણે સૈયદુશ શોહદા કહીને યાદ કરીએ છીએ... મતલબ કે શહીદોના સરદાર... તો ઈમામનું નામ તો હુસૈન અ.સ. છે પણ સૈયદુશ શોહદા ઈમામે હુસૈન અ.સ. નો લકબ છે...

એજ રીતે ઇમામે ઝમાના અ.સ. નું નામ જે છે એ આપણા પયગંબર સ.અ.વ. નું નામ જ છે..

પણ આપણે તેમને નામની બદલે તેમના લકબથી યાદ કરવા જોઈએ...

તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ના લકબો ક્યા ક્યા છે...?

ઇમામે ઝમાના અ.સ. ના લકબો તો ઘણા... બધા છે...!  તેમાંથી થોડા લકબો અહીંયા જોઈશું..? અને તેના MEANING પણ... ઈન શા અલ્લાહ...


અલ કાએમ

કાએમનો મતલબ થાય છે કયામ કરનાર... ક્યામ કરનાર એટલે ઉભા થનાર.

એટલે ઇમામ અ.સ. જયારે ઝહૂર ફરમાવશે ત્યારે ઝુલ્મની સામે કયામ કરશે... ઝુલ્મની સામે ઉભા થશે.. ઝુલ્મની સામે અવાઝ ઉઠાવશે... ઝાલીમોની સામે લડશે... અને અદલ કાએમ કરશે...


અલ હુજ્જત

હુજ્જત એટલે PROOF , દલીલ...

ઇમામ અ.સ. અલ્લાહ તરફથી એક પ્રૂફ છે.. એક દલીલ છે.. કે અલ્લાહ છે.. અને આપણને અલ્લાહે તેની ઈબાદત અને ઇતાઅત માટે બનાવ્યા છે...


અલ હાદી

હિદાયત આપનાર - એટલે સાચો રસ્તો બતાવનાર...


અલ મહદી

એટલે...  તે કે જેને હિદાયત મળી ચુકી છે... એટલે કે જે સાચા રસ્તા પર છે એ...

તો પછી કેહવાની જરૂર નથી કે જેને હિદાયત મળી હોય એ જ હિદાયત આપી શકે.. એટલે કે મહદી હોય એ જ હાદી હોય શકે..!! RIGHT ?

એટલે આપણા ઇમામ મહદી પણ છે અને હાદી પણ...


અબા સાલેહ

સાલેહ એટલે નેક.. અબા સાલેહ એટલે નેક લોકોના બાપ - નેક લોકોના FATHER ...

ઇમામ અ.સ આપણા પર... આપણા FATHER કરતા પણ વધારે હક્ક રાખે છે..

અને જેમ દરેક બાપ પોતાની ઔલાદને સાલેહ જોવા માંગે છે એમ ઇમામ અ.સ. પણ આપણને સાલેહ જોવા માંગે છે...

માટે ઈમામનો અ.સ. નો લકબ છે અબા સાલેહ - નેક લોકોના બાપ - નેક લોકોના FATHER .

માટે જો આપણે ઇચ્છતા હોઈએ કે ઇમામ અ.સ. આપણને આપણા DADY કરતા પણ વધારે મોહબબત કરે તો આપણે કેવા બનવું જોઈએ...? સાલેહ બનવું જોઈએ...!


સાહેબઝ ઝમાન

એટલે કે ઝમાનાના સાહેબ... સાહેબ એટલે SIR ..! HEAD...! એટલે આખી દુનિયાના , ઝમાનાના HEAD છે આપણા ઇમામ અ.સ.

આ સિવાય પણ બીજા લકબો છે ઇમામ અ.સ.ના... તમે તમારા પેરેન્ટ્સ પાસેથી જાણીને નીચે આપેલી લિંક ઓપન કરીને તેમાં પોસ્ટ કરી શકો છો...👇👇

https://forms.gle/6Vfn4zrjVqcKfkju6

ઈન શા અલ્લાહ જે બાળકો આ લકબ પોસ્ટ કરશે તેમના નામ અહીંયા ગ્રુપમાં અથવા BLOG માં પોસ્ટ કરવામાં આવશે..!

તો આજે આપણે એ શીખ્યા કે ઇમામ અ.સ. ને આપણે કઈ રીતે... કયા લક્બો થી યાદ કરવા જોઈએ અને એમનો ઝીક્ર આવે ત્યારે ખાસ RESPECT કઈ રીતે બતાવવો જોઈએ...  જે ઇમામ અ.સ.ની ગયબતમાં આપણી ફરજો માથી એક ફરજ છે...


વસ્સલામ

LESSON 51 સૂરએ ઇખ્લાસ - પાર્ટ - 3

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 19/12/2019

------------------------------------------
LESSON 51 સૂરએ ઇખ્લાસ - પાર્ટ - 3
-------------------------------------------

આયત નમ્બર - 2

2 ) اَللّٰهُ الصَّمَدُ‌ ۚ  ‏
   
અલ્લાહ સમદ છે, અલ્લાહ બેનિયાઝ છે...

અલ્લાહ બેનિયાઝ છે એટલે....? અલ્લાહ કોઈ નો મોહતાજ નથી...

અલ્લાહ કોઈનો મોહતાજ નથી એટલે ..?

એટલે કે અલ્લાહને કોઈની હેલ્પની જરૂર નથી.... ન કોઈ ઇન્સાનની, ન કોઈ ફરિશતાની, ન કોઈ ચીઝની ... કોઈની એટલે કોઈની હેલ્પની જરૂર નથી અલ્લાહને...

અલ્લાહે આખી દુનિયા બનાવી તો તેણે પોતાની કુદરતથી જ બનાવી... કોઈની પણ હેલ્પ વગર જ..

તમને ખબર છે  SUN ની સાઈઝ કેટલી મોટી છે...?

SUN ની સાઈઝ આપણી આ EARTH કરતા 109 TIMES મોટી છે...! એટલે કે 109 EARTH ભેગી થાય ત્યારે એક SUN બને...!!!

અચ્છા...! હવે એ કહો કે આસમાનમાં સ્ટાર્સ કેટલા છે..? ક્યારેય COUNT કરવાની કોશિશ કરી છે ? કરી જ હશે..! પણ COUNT કરી શક્યા...? નહિ ને..!

અચ્છા STARS COUNT તો નથી થઇ શકતા... પણ આ બધા સ્ટાર્સની સાઈઝ કેટલી છે... એ ખબર છે....? બધા સ્ટાર્સની સાઈઝ અલગ અલગ છે...!

જેમાં એક સ્ટાર જે સૌથી મોટો છે એ તો..... SUN કરતા પણ 1700 TIMES મોટો છે...!!!


શું....??? SUN કરતા 1700 TIMES મોટો...? યસ... !!

મતલબ કે 1700 SUN ભેગા થાય ત્યારે એક સ્ટાર બને....!

અને આ બધા સ્ટાર્સ આપણને આસમાનમાં કેટલા નાના નાના દેખાય છે...? એક એક ડોટ જેટલા જ દેખાય છે ને...! તો પછી આ આસમાન કેટલું મોટું હશે..!

તો અલ્લાહની કુદરત કેટલી મોટી છે...!

અચ્છા આ બધું બનાવવા માટે અલ્લાહે કોઈની મદદ લીધી ખરી ...??? કોઈ ફરિશ્તાની, કોઈ ઇન્સાનની, કોઈની પણ ..?

ના..

અલ્લાહે નાનામાં નાના મચ્છર (કે બીજા કોઈ પણ INSECT ) થી લઈને SUN , MOON , STARS , SKY સુધી કોઈ પણ વસ્તુ બનાવવામાં કોઈની પણ મદદ લીધી.... નથી...!!


કારણ ..?

કારણ SIMPLE ..!

અલ્લાહુસ્સમદ ..! અલ્લાહ બેનિયાઝ છે... કોઈનો મોહતાજ નથી...! અને જો અલ્લાહ કોઈનો મોહતાજ હોય તો તો પછી એ  અલ્લાાહ જ ન કહેવાય ને..!

તો હવે... સવાલ એ છે... કે.... અલ્લાહને આ દુનિયા બનાવવા માટે હાથ, પગ, આંખ, કાન, શરીર વગેરેની તો જરૂર પડી હશે ને...?

ના... અલ્લાહને ન શરીરની જરૂર છે... ન હાથની જરૂર છે... ન પગની જરૂર છે....

ન આંખની જરૂર છે... ન કાનની જરૂર છે... ન જીભની જરૂર છે....

બલ્કે અલ્લાહ... આંખ વગર જોઈ શકે છે.. કાન વગર સાંભળી શકે છે..  અને જીભ વગર જેમાં ચાહે તેમાં પોતાની અવાજ પણ પૈદા કરી શકે છે..!

પણ અગર આપણને કોઈ પૂછે કે અલ્લાહને હાથ, પગ, આંખ, કાન, જીભ શા માટે નથી...? તો શું કહીશું...! આપણે શું જવાબ આપીશું...

SIMPLE !

અલ્લાહુસ્સમદ..! અલ્લાહ બેનિયાઝ છે...  કોઈનો મોહતાજ નથી...!

એટલે કે જો અલ્લાહને કાન, આંખ, હાથ, પગ વગેરેની જરૂર પડે તો તો અલ્લાહ એ બધા BODY PARTS નો મોહતાજ થઇ જાય ને... જેવી રીતે આપણે આપણા BODY PARTS ના મોહતાજ છીએ...

આપણે ન આંખ વગર જોઈ શકીએ છીએ .. ન કાન વગર સાંભળી શકીએ છીએ ...વગેરે....

અને અલ્લાહ તો કોઈનો મોહતાજ છે જ નહિ... માટે અલ્લાહને ન શરીર છે.. ન આંખ, ન કાન, ન જીભ...

અલ્લાહુસ્સમદ..! અલ્લાહ બેનિયાઝ છે.. અલ્લાહ કોઈનો મોહતાજ નથી...!

*****
વસ્સલામ

Lesson - 50 સૂરએ ઇખ્લાસ - પાર્ટ - 2

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 18/12/2019

Lesson - 50

------------------------------
સૂરએ ઇખ્લાસ - પાર્ટ - 2
------------------------------

સૂરાનો તરજુમા:
------------------

      بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરુ કરું છું અલ્લાહના નામથી જે રહમાન રહીમ છે...

1 ) قُلۡ هُوَ اللّٰهُ اَحَدٌ‌

      અય રસૂલ કહો કે તે અલ્લાહ એક જ છે....

2 ) اَللّٰهُ الصَّمَدُ‌ ۚ  ‏
      અલ્લાહ બેનિયાઝ છે...

3 )  لَمۡ يَلِدۡ   ۙ وَلَمۡ يُوۡلَدۡ
      ન તે કોઈને જન્મ આપે છે, ન તેને કોઈએ જન્મ આપ્યો છે....

4 )   وَلَمۡ يَكُنۡ لَّهٗ كُفُوًا اَحَدٌ
      અને ના કોઈ એક તેના જેવો છે....

આ સુરાનો તરજુમા જરૂર યાદ કરી લેજો... જેથી આપણને આયતો DETAILS માં  સમજવામાં આસાની રહેશે.. ઈન શા અલ્લાહ....

હવે ઈન શા અલ્લાહ આપણે દરેક આયતને એક એક કરીને સમજવાની કોશિશ કરીએ...

1 ) قُلۡ هُوَ اللّٰهُ اَحَدٌ‌

      (અય રસૂલ) કહો કે તે અલ્લાહ એક જ છે....

આ આયતમાં અલ્લાહ એક જ છે કહેવા માટે આયતમાં કયો શબ્દ USE કરવામાં આવ્યો છે...? અહદ..!

અહદ એટલે એક...

પણ અરબીમાં નંબર કાઉન્ટ કરવા માટે અહદ શબ્દ USE નથી થતો...

તો કયો શબ્દ USE થાય છે ?

વાહીદ....!

વાહીદ એટલે - એક .

જો વાહીદ એટલે પણ એક અને અહદ એટલે પણ એક.... તો વાહીદ અને અહદમાં ફર્ક શું છે ?

સવાલ છે ને..? તો ચાલો એ ફર્ક સમજીએ....!

વાહીદ પેન, સાની પેન

માનો કે... તમારી પાસે એક પેન છે...! તો એ પેન થઇ વાહીદ પેન...એટલે કે એક પેન...! RIGHT

હવે એવા જ કલરની, એવી જ ડિઝાઇન વાળી, SAME TO SAME એક બીજી પેન તમને કોઈ ગિફ્ટ આપે...! તો ..?

તો પહેલી પેનને વાહીદ પેન કહેવાશે અને બીજી પેનને સાની પેન..! કેમ કે સાની એટલે 2.. RIGHT ?

અહદ બેગ

પણ માનો કે તમારી પાસે એક બેગ છે...

પણ આખી દુનિયામાં કોઈની પાસે કોઈ પણ પ્રકારની બેગ જ નથી..!

ના તમારી બેગ પહેલા કોઈએ એવી બેગ બનાવી છે... ન તો ક્યારેય કોઈ બનાવી શકશે..

અગર આખી દુનિયામાં કોઈની પાસે બેગ છે તો બસ એ તમારા પાસે જ છે... અને એ પણ એક જ બેગ છે તમારા પાસે...!

તો આ SITUATION માં તમારી પાસે જે એક બેગ છે એને પણ વાહીદ પેનની જેમ... વાહીદ બેગ કહેવાશે ?

નહિ..!

પણ એને કહેવાશે અહદ બેગ..! કારણ કે બીજી બેગ (સાની બેગ) હોવી શક્ય જ નથી...

તો વાહીદ અને અહદનો ફર્ક સમજાયો..?

વાહીદ એટલે એક..... પણ એના જેવો બીજો હોઈ શકે...

અહદ એટલે એવો એક કે એના જેવો બીજો કોઈ POSSIBLE જ નથી.. ન પહેલા એના જેવું કોઈ થયું છે... ના અત્યારે છે.. ના કોઈ થશે...

બસ એવી જ રીતે અલ્લાહ એક છે... પણ અલ્લાહ વાહીદ - એક નથી ... પણ અલ્લાહ અહદ - એક છે...!

જો અલ્લાહ વાહીદ એક હોય તો એનો મતલબ એમ થાય કે એ અલ્લાહ જેવો બીજો કોઈ પણ અલ્લાહ હોઈ શકે...

પણ અલ્લાહ અહદ એક છે... મતલબ કે અલ્લાહ જેવો બીજો કોઈ અલ્લાહ કે ખુદા શક્ય જ નથી...

માટે જયારે રસૂલે ખુદા સ.અ.વ. એ ઇસ્લામની તબ્લીગ શરુ કરી તો લોકો પૂછવા લાગ્યા કે તમારો અલ્લાહ કેવો છે... શું ખાય છે.. શું પીવે છે..?

તો અલ્લાહે રસૂલે ખુદા સ.અ.વ. પર આ સૂરા નાઝીલ કર્યો...

કુલ હોવલ્લાહો અહદ  અય રસૂલ કહી દયો કે અલ્લાહ અહદ છે.. એક છે.. એવો એક એના જેવો બીજો કોઈ નથી....

*********

વ સલામુન અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ...

યા અબા સાલેહ અદરિકના

Lesson - 49 સૂરએ ઇખ્લાસ part - 1

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 17/12/2019

Lesson - 49

-----------------------------
સૂરએ ઇખ્લાસ
----------------------------


સૂરએ ઇખ્લાસ એટલે કયો સૂરા ? કુલ હોવલ્લાહ નો સૂરા...

આ સૂરા ને સૂરએ તૌહીદ પણ કહેવાય છે...

આ સૂરા કુરઆનમાં 112 નમ્બરનો સૂરા છે....!

આ સૂરાની કેટલી ફઝીલત છે...? બહુ એટલે બહુ જ ફઝીલત છે...!

આ સૂરાની તિલાવત કરવામાં કેટલો સવાબ છે ખબર છે ?

જો આ સૂરાની તિલાવત 1 વખત કરીએ.....  તો કુરઆનના 10 પારાની તિલાવત કરવા જેટલો સવાબ મળે છે..

જો આ સૂરાની તિલાવત 2 વખત કરીએ....  તો કુરઆનના 20  પારાની તિલાવત કરવા જેટલો સવાબ મળે છે...

અને જો આ સૂરા આપણે ત્રણ વખત પડીએ તો...?

તો...

આખે આખા ... પૂરે પૂરા કુરઆનની તિલાવત કરવા જેટલો સવાબ મળશે...!

આપણે બધી જ નમાઝમાં બીજી રકઅતમાં આ સૂરો પડીએ છીએ ને...!

શા માટે..? કેમ કે નમાઝમાં આ સૂરા પાડવાની ખૂબ તાકીદ કરવામાં આવી છે... તાકીદ એટલે કે ખૂબ ખૂબ ભાર દઈને કહેવામાં આવ્યું છે કે દરેક નમાઝમાં આ સૂરા પડવો જ પડવો...

હદીસમાં છે કે અગર કોઈ માણસ આખા દિવસમાં પાંચ ટાઈમની નમાઝમાં આ સૂરા ના પડે તો તેને કહેવામાં આવશે કે તું નમાઝ પડવાવાળાઓમાંથી નથી....

હદીસમાં એમ પણ છે કે અગર કોઈ માણસ એક WEEK સુધી આ સૂરા ના પડે... અને કદાચ એ દરમિયાન એ માણસ મારી જાય...! તો એ અબુ લહબના દીન પર મર્યો કહેવાશે...!

અબુ લહબનો દીન શું હતો..? અબુ લહબ મોઅમીન નહોતો... એ અલ્લાહ પર અને રસૂલે ખુદા સ.અ.વ. પર ઈમાન નહોતો લાવ્યો...

હદીસમાં એમ પણ છે કે અગર કોઈ માણસ બીમાર પડે.. કે તેના પર કોઈ મુસીબત આવી પડે.... અને એ મુસીબત દૂર કરવા માટે તે અગર આ સૂરા ન પડે તો તે માણસ જહન્નમી છે...!

એટલે કે અલ્લાહ કહે છે કે અગર તમે બીમાર હો.. મુસીબતમાં હો તો મારા પાસે મદદ માંગો તો આ સૂરાની તિલાવત કરીને મારી પાસે મદદ માંગો..!

તો તમોને સવાલ થાય છે ખરો કે આખિર આ સૂરાનું આટલું બધું ઇમ્પોર્ટન્સ શા માટે...!

આ સૂરા ત્રણ વખત પડવામાં આવે તો પૂરું કુરઆન પડવાનો સવાબ...... નમાઝમાં પડવાની આટલી બધી તાકીદ...... એક WEEK સુધી ના પડે અને મારી જાય તો અબુ લહબના દીન પર માર્યો...... બીમારીમાં કે મુસીબત માં આ સૂરા ન પડે તો જહન્નમી...?

શા માટે આટલું બધું ઇમ્પોર્ટન્સ આ સુરાનું ?

કારણ કે આ સૂરામાં અલ્લાહની તૌહીદનું બયાન છે...

તૌહીદ એટલે તો તમે જાણો છો ને ..... તૌહીદ એટલે અલ્લાહનું એક હોવું... અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી ... અલ્લાહ જેવું બીજું કોઈ નથી... અલ્લાહ કોઈના જેવો નથી.... વગેરે...

અને તૌહીદનું ઇમ્પોર્ટન્સ પણ તમે જાણો છો...! કે આપણા પાંચ ઉસૂલ દીનમાં સૌથી પેહલો ઉસૂલ શું છે..? તૌહીદ છે....

માટે આ સૂરાનું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે.. આ સૂરાની આટલી બધી ફઝીલત છે....

આ સૂરાનો તરજુમો અને એની ટૂંકમા સમજણ વિષે ઈન શા અલ્લાહ આપણે NEXT લેસનમાં DISCUSSION કરીશું...


વ સલામુન અલયકુમ વ રહમતુલ્લાહે વ બરકાતોહ.....

યા અબા સાલેહ અદરિકના

Lesson - 48 અમલ........... કોના.......... માટે...........?

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 16/12/2019

Lesson - 48

-----------------------------
અમલ........... કોના.......... માટે...........?
----------------------------

બની ઇસરાઈલના સમયમાં એક ઝાડ હતું...

શૈતાન એ ઝાડમાંથી અવાઝ કાઢી કાઢીને લોકો સાથે વાતો કરતો હતો...

એટલે ઘણા બધા લોકો એ ઝાડને ખુદા માનવા લાગ્યા... અને એ ઝાડની ઈબાદત કરવા લાગ્યા....

ત્યાં એક માણસ રહેતો હતો... એ અલ્લાહની ઈબાદત કરતો હતો.... (અલ્લાહની) ઈબાદત કરનારને શું કહેવાય છે..? આબીદ...! માટે એ માણસને આપણે આ કિસ્સામાં આબિદ કહીશું....!

આબિદને જયારે જાણવા મળ્યું કે લોકો એક ઝાડને અલ્લાહ માનવા લાગ્યા છે... એટલે એ એ આબીદે વિચાર્યું કે મારે એ ઝાડ કાપી નાખવું પડશે...! કેમ કે ઈબાદત તો ફક્ત અલ્લાહની જ કરવી જોઈએ ને.... ઝાડની ઈબાદત થોડી કરાય...?

એ ખુલૂસ નિય્યતથી એટલે કે ફક્ત અલ્લાહની ખુશી માટે એ ઝાડ કાપવા નીકળી પડ્યો...

રસ્તામાં તેને શૈતાન મળ્યો...

શૈતાન શું ઈચ્છતો હતો...?

શૈતાન એમ ઈચ્છતો હતો કે ગમે તે થાય પણ આ ઝાડ કપાવું જોઈએ નહિ....

કારણ કે જો આ ઝાડ કપાય જશે....  તો જે લોકો આ ઝાડને ખુદા માને છે..... એ લોકો વિચારશે કે જો આ ઝાડ જ જો ખુદા હતું તો એને કોઈ કાપી થોડી શકે..? હવે આ કપાઇ ગયું છે મતલબ કે એ ઝાડ ખુદા નહોતું....!

અને પછી લોકો ખરેખર અલ્લાહની ઈબાદત કરવા લાગશે...!

એટલે શૈતાને આબિદને તે ઝાડ કાપવાની ના પાડી...

પણ આબીદે કહ્યું કે ના........ હું તો આજે આ ઝાડ કાપીને જ રહીશ...

બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો....  ખૂબ ઝઘડો થયો.... અને બંને એક બીજાને ઝમીન પર પછાડી દેવાની કોશિશ કરવા લાગ્યા.....

પણ આબીદ તો અલ્લાહની ખુશી માટે ઝાડ કાપવા નીકળ્યો હતો ને.....! માટે અલ્લાહે આબીદને મદદ કરી..!

અને થોડી જ વાર માં આબીદ શયતાન પર ગાલિબ થઇ ગયો.... એટલે કે આબીદે શયતાનને ઝમીન પર પછાડી દીધો...!

શૈતાનને જયારે લાગ્યું કે આ આબીદ સામે હવે લડાઈ ઝઘડાથી જીતી શકાય એમ નથી.. અને આ આબીદ ઝાડ કાપી ને જ રહેશે... એટલે શૈતાને આઈડિયા કર્યો....

શયતાને તેને ફોસલાવ્યો...! કહ્યું કે અય આબીદ..!

આબીદે કહ્યું શું છે..!

તું આ ઝાડ સવાબ માટે કાપવા માંગે છે ? શૈતાને પૂછ્યું....

આબીદે કહ્યું હા.! ચોક્કસ...

તો શૈતાને કહ્યું... હું તને આના કરતા પણ વધારે સવાબ મળે એવો આઈડિયા આપું ?

આબીદે કહ્યું શું આઈડિયા છે..?

એટલે શૈતાને કહ્યું......

આ ઝાડ કાપીને તો તને શું સવાબ મળવાનો....!! તું આ ઝાડ ના કાપ...

હું તને રોજ તારા મુસલ્લા નીચે સોનાના બે (2 ) દીનાર (સિક્કા - COINS ) રાખી જઈશ.. તું એ 2 દીનાર ગરીબોને વચ્ચે વહેંચી નાખજે તો તને આ ઝાડ કાપવા કરતા તો કેટલોય વધારે સવાબ મળશે...

આબીદ શૈતાનની વાતોમાં આવી ગયો... શૈતાનની જાળમાં ફસાય ગયો...આબીદે કહ્યું ભલે... અને આબીદે ઝાડ ના કાપ્યું અને પાછો જતો રહ્યો.....

શૈતાન પોતાની ચાલમાં કામિયાબ થઇ ગયો...

થોડાક દિવસો સુધી તો શૈતાન તે આબિદના મુસલ્લા નીચે દરરોજ દીનાર રાખતો હતો.. પણ પછી શૈતાને દીનાર રાખવાનું બંધ કર્યું...

એટલે આબીદને આવ્યો ગુસ્સો....

આબીદ બોલ્યો કેમ મારા મુસલ્લા નીચે હવે દીનાર નથી મુકતો એ... હવે તો આજે એનું ઝાડ કાપી જ નાખું....

એમ કરીને એ ઝાડ કાપવા નીકળી પડ્યો....

પાછો શૈતાન રસ્તામાં મળ્યો.... શૈતાને આબિદને રોક્યો....

આબીદે કહ્યું.. આજે તો હું ઝાડ કાપીને જ રહીશ...

અને બંને વચ્ચે ઝઘડો થયો.. અને આ વખતે શૈતાન આબીદ પર ગાલિબ થઇ ગયો... એટલે કે શૈતાને આબીદને ઝમીન પર પછાડી દીધો...

આબીદને તઅજ્જુબ થયું... નવાઈ લાગી.. કે આ વખતે કેમ તેણે મને પછાડી દીધો....

એટલે તેણે શૈતાનને સવાલ કર્યો.. કે આવું કેમ થયું...?

LAST TIME તો હું તારા કરતા વધારે તાકાતવાળો હતો.. મેં તને પછાડી દીધો હતો....

પણ આ વખતે કેમ તે મને પછાડી દીધો...?

એટલે શૈતાને જવાબ આપ્યો કે ગયા વખતે તું અલ્લાહની ખુશી માટે ઝાડ કાપવા નીકળ્યો હતો... અને આ વખતે તું દીનાર નહિ મળવાને કારણે ઝાડ કાપવા નીકળ્યો છે.....

*************

તો આ કિસ્સામાંથી શું શીખવા મળ્યું...? એ તમારા પેરેન્ટ્સ સાથે DISCUSS કરશો...?

DISCUSSION POINTS :

હઝરતે અલી અ.સ. ફરમાવે છે કે... જેના અમલમાં ઇખલાસ નથી હોતું... ખુલૂસ નથી હોતું.. તેનો અમલ કબૂલ કરવામાં આવતો નથી......! (ગોરરુલ હિકમ - હદીસ નંબર - 2759 )

હઝરતે અલી અ.સ. ફરમાવે છે કે ઇખલાસ - ખુલૂસ એ સૌથી ઊંચી - સૌથી મોટી કામિયાબી છે... (ગોરરુલ હિકમ - હદીસ નંબર - 2739 )

શા માટે આબીદ પેહલા શૈતાન સામે કામિયાબ થયો...?

શા માટે આબીદ બીજી વખત ઝાડ કાપવા ગયો તો શૈતાન સામે હારી ગયો...?

આપણે આપણા દરેક અમલ....... કોના......... માટે.......... કરવા જોઈએ...?

Lesson - 47 હઝરતે ઇદરીસ અ.સ. PART-2

 بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 14/12/2019

Lesson - 47
_______
  હઝરતે ઇદરીસ અ.સ. PART-2

--------------------------------

20 વર્ષ સુધી હઝરતે ઇદરીસ અ.સ. આ રીતે ગુફામાં રહ્યા... અને બાદશાહના શહેરમાં વરસાદ ના પડ્યો...
હઝરતે ઇદરીસ અ.સ. ની બદદુઆથી લોકો વરસાદ નહિ પડવાને કારણે પરેશાન થઇ ગયા...

કેમ કે વરસાદ ન પડે તો જમીનમાંથી શાકભાજી... અનાજ કઈ પણ ના ઉગે... અને કઈ ઉગે નહિ તો લોકો ખાય શું ...?

એટલે ભૂખ અને પ્યાસથી લોકોની હાલત ખરાબ થવા લાગી...

એ લોકો રડી રડીને દુઆ કરવા લાગ્યા કે અય પરવરદિગાર અમારી પર રહમત ફરમાવ.. અને વરસાદ મોકલ...

પણ અલ્લાહે હઝરતે ઇદરીસને વાયદો કર્યો હતો કે જ્યાં સુધી હઝરતે ઇદરીસ અ.સ. દુઆ નહિ કરે ત્યાં સુધી વરસાદની એક બુંદ પણ નહિ પડે....

માટે અલ્લાહે હઝરતે ઇદરીસ અ.સ. ને કહ્યું કે અય ઇદરીસ..! આ લોકો ખૂબ રડી રડીને દુઆ કરી રહ્યાં છે.. એમની હાલત ખરાબ છે... માટે તમે વરસાદ માટે દુઆ કરો....

હઝરતે ઇદરીસ અ.સ. એ દુઆ ન કરી....

ત્યાર બાદ જે ફરિશ્તો હઝરતે ઇદરીસ અ.સ. માટે રોજ સાંજે ખાવાનું લઈને આવતો હતો તે એક દિવસ ના આવ્યો...

હઝરતે ઇદરીસ અ.સ. એ સબ્ર કરી...

બીજા દિવસે પણ એ ફરિશ્તો ના આવ્યો... હઝરતે ઇદરીસ અ.સ.એ સબ્ર કરી...

અને ત્રીજા દિવસે પણ એ ફરિશ્તો જયારે ના આવ્યો.. અને ત્રણ દિવસ હઝરતે ઇદરીસ અ.સ. ભૂખ્યા રહ્યા....
ત્યારે હઝરતે ઇદરીસ અ.સ.એ દુઆ કરી કે અય પરવરદિગાર....! મારી રોઝી કેમ બંધ થઇ ગઈ...?

તો અલ્લાહ તરફથી જવાબ મળ્યો અય ઇદરીસ...! તમે ત્રણ દિવસથી ભૂખ્યા છો અને ગભરાઈ ગયા...!

જુઓ તમારી કૌમના લોકો 20 વર્ષથી વરસાદ વગર કેટલા હેરાન થઇ રહ્યા છે...

હવે તમે જાતે જ ગુફાની બહાર નીકળો અને મેહનત કરીને તમારી રોજી કમાઓ...

હઝરતે ઇદરીસ અ.સ. ગુફાની બહાર નીકળ્યા...

રસ્તામાં જુએ છે કે એક બૂઢી ઔરત તેની ઝૂંપડીમાં રોટી પકાવતી હોય છે...

હઝરતે ઇદરીસ અ.સ.એ એ ઔરતને કહ્યું હું ખૂબ ભૂખ્યો છું અને મને કઈંક ખાવાનું આપ...

એ બૂઢી ઔરત કહે છે... અમારા ગામમાં હઝરતે ઇદરીસની બદદુઆથી વર્ષોથી વરસાદ નથી પડ્યો... અમારી હાલત ખરાબ છે...  મારા પાસે બે જ રોટી છે.... એક મારા માટે એક મારા દીકરા માટે... 

પણ હઝરતે ઇદરીસ બહુ request કરી એટલે એ ઔરતે હઝરતે ઇદરીસ અ.સ. ને અર્ધી રોટી આપી...

થોડી વારમાં જુએ છે કે ભૂખના કારણે એ ઔરતનો દીકરો મરી જાય છે...

એ ઔરત હઝરતે ઇદરીસ અ.સ. ને કહે છે કે તમારા કારણે મારો દીકરો મારી ગયો ...!!

પણ હઝરતે ઇદરીસ અ.સ. કહે છે કે અલ્લાહ ચાહશે તો તારો દીકરો પાછો જીવતો થઇ જશે...

પછી હઝરતે ઇદરીસ અ.સ. એ દુઆ કરી કે.... તરત જ તે ઔરતનો દીકરો જીવતો થઇ ગયો...

એટલે એ બૂઢી ઔરત સમજી ગઈ કે આ જ માણસ હઝરતે ઇદરીસ અ.સ. છે..

તેથી એ બૂઢી ઔરતે મોટા અવાજથી લોકોને બોલાવ્યા... લોકો ભેગા થયા... અને હઝરતે ઇદરીસ અ.સ. પાસે આવ્યા... અને દુઆ કરવા માટે ખૂબ આજીજી થી... request કરી..

હઝરતે ઇદરીસ અ.સ. એ કહ્યું.. જ્યાં સુધી તમારો ઝાલિમ બાદશાહ મારી સામે આવીને request નહિ કરે ત્યાં સુધી હું દુઆ નહિ કરું..

બાદશાહને આ વાતની ખબર પડી... તેણે હઝરતે ઇદરીસ અ.સ. ને ગિરફ્તાર કરવા માટે કેટલાક માણસોને મોકલ્યા... પણ એ લોકો મરી ગયા...

પછી બાદશાહે બીજા માણસો મોકલ્યા એટલે હઝરતે ઇદરીસ અ.સ. એ કહ્યું કે તમારી હાલત પણ આ લોકો જેવી થઇ જશે... બેહતર છે તમે પાછા જતા રહો અને બાદશાહને કહો કે આવીને મને request કરે....

આ ન્યૂઝ મળવાથી બાદશાહ ગભરાઈ ગયો... હઝરતે ઇદરીસ અ.સ. પાસે આવ્યો... અને હઝરતે ઇદરીસ અ.સ. ને એ બાદશાહે request કરી...

પછી હઝરતે ઇદરીસ અ.સ. એ વરસાદની દુઆ કરી... એટલે વાદળો (clouds ) છવાયા... વીજળીના અવાજો આવ્યા... અને જોરદાર વરસાદ થયો....

****

અલ્લામા મજલીસીનું બયાન છે કે અલ્લાહે હઝરતે ઇદરીસ અ.સ. ને જે દુઆ નો હુકમ આપ્યો હતો એ વાજીબ વાળો હુકમ નહોતો..પણ એમ કે તમારું દિલ ચાહે તો દુઆ કરો... જો વાજીબ વાળો હુકમ હોત તો હઝરતે ઇદરીસ અ.સ. તરત જ દુઆ કરેત... કેમ કે નબીઓ ક્યારેય અલ્લાહના હુકમોની નાફરમાની નથી કરતા....!

****

અલ્લાહના હુકમથી એક ફરિશ્તા દ્વારા હઝરતે ઇદરીસ અ.સ. ને આસમાનની અને જન્નતની સફર કરાવવામાં આવી હતી..... જન્નતની સફર દરમિયાન હઝરતે ઇદરીસ અ.સ. ને જન્નત ખૂબ પસંદ આવી ગઈ અને અલ્લાહથી દુઆ કરી કે હવે એમને જન્નતમાં જ રહેવું છે... અલ્લાહે તેમને ઈજાઝત આપી એટલે હઝરતે ઇદરીસ અ.સ. જન્નત માં જ રોકાઈ ગયા...

****

હઝરતે ઇદરીસ અ.સ. ના સહીફા (અલ્લાહે આપેલી નાની કિતાબ) માં ઘણી બધી નસીહતો છે... જેમાં એક નસીહત આ છે... અલ્લાહની નાફરમાનીથી બચવું એ ખૂબ જ મોટી નેઅમત છે

*****

વસ્સલામ 

Lesson - 46 ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / Responsibilities

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 13/12/2019

Lesson - 46
----------------------------------------

ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / Responsibilities

પહેલી ફરજ - ઈમામની ખાસિયતો અને ખૂબીઓ જાણવી, ઇમામના ઝહૂરની ચોક્કસ નિશાનીઓ જાણવી.
---------------------------------------------------------------

આ સીરીઝનો પહેલો લેસન વાંચવા કે રિવિઝન કરવા માટે અહીં ક્લીક કરો...  https://salehkids.blogspot.com/2019/12/lesson-40-responsibilities.html

****

આજે આપણે ઈમામ અ.સ.ની  ગયબતમાં આપણી ઝિમ્મેદારીઓમાંથી પહેલી ઝિમ્મેદારી જોઈએ....

માનો કે... આપણો મોબાઈલ ફોન ખોવાઈ ગયો..! ક્યાંક ગુમ થઇ ગયો...!

હવે આપણે એ મોબાઈલની તલાશમાં છીએ....

આપણે એ મોબાઈલ શોધી રહ્યા છીએ...

તો સૌથી પેહલા તો આપણને શું ખબર હોવી જોઈએ કે જેથી આપણને એ મોબાઈલ શોધવામાં આસાની રહે..!

સૌથી પેહલા તો આપણને એ ખબર હોવી જોઈએ ને કે...

એ મોબાઈલ ફોન કેવો હતો...?

ફોનનો કલર કેવો હતો..?

કઈ કંપનીનો ફોન હતો..?

એનો સીરીયલ નમ્બર શું હતો..? વગેરે...

પણ અગર આપણને એ જ ખબર ના હોય કે એ મોબાઈલ ફોન કેવો હતો... કંપની કઈ હતી... એ વિષે કઈ પણ ખબર જ ના હોય તો...?

તો શું આપણે આપણો મોબાઈલ ફોન શોધી શકીશું ..? FIND કરી શકીશું..?

ના ... હરગીઝ નહિ... પોસિબલ જ નથી....!

ઉલટાની ગરબડ થઇ જશે... આપણે કોઈ બીજાના મોબાઈલ ફોન ને આપણો ફોન સમજી બેસીશું...!

તો જયારે આપણા ઇમામ અ.સ. આપણી નઝરોથી ગાએબ છે..!

અને આવી SITUATION માં કોઈ પણ માણસ આવીને એવો દાવો કરે... કલેઇમ કરે.. કે હું ઇમામે મહદી છું..! તો શું આપણે માની લઈશું..?

બની શકે ના માનીએ.. બની શકે માની પણ લઈએ...!

કેમ માની કેમ લઈએ...? કેમ કે જો આપણને ઇમામ અ.સ. વિષે કઈ ઈલ્મ જ ન હોય તો.. આપણે ભૂલ કરી બેસીએ ને...!

આપણને ખબર જ ન હોય કે આપણા ઇમામ અ.સ. માં શું ખાસિયતો છે ? અને એમના ઝહૂરની ખાસ નિશાનીઓ કઈ કઈ છે?

પણ જો આપણે ઇમામ અ.સ. ની એ ખાસિયતો અને ઝહૂરની જે ચોક્કસ નિશાનીઓ છે એ વિષે ઈલ્મ રાખતા હઈશું તો આપણે ધોખો નહિ ખાઈએ.... અને આપણે આપણા ઇમામ સિવાય બીજા કોઈને આપણા ઇમામ નહિ માની લઈએ..!

મતલબ કે...આપણે આપણા ઇમામ વિષે, એમની ખાસિયતો અને ખૂબીઓ વિષે વધારે અને વધારે ઈલ્મ હાંસિલ કરીએ....  એ આપણી જવાબદારી બની ગઈ કે નહિ..?

હાસ્તો....

તો જ આપણે ઇમામને ઓળખી શકીશું ને...! અને જો ઇમામને ઓળખી શકીશું તો જ આપણે એમની નુસરત - મદદ કરી શકીશું..ને ! નહીંતર આપણે એમની મદદ કઈ રીતે કરી શકીશું...!

તો આ થઇ ઈમામની ગાયબતમાં આપણી પહેલી જવાબદારી...!

ઈમામની ખાસિયતો અને ખૂબીઓ વિષે ઈલ્મ મેળવવું અને ઇમામના ઝહૂરની ચોક્કસ નિશાનીઓ વિષે પણ ઈલ્મ મેળવવું...!

********

તો ઇમામ અ.સ.ને આપણે કઈ ખૂબીઓ અને ખાસિયતો થી ઓળખી શકીશું..?

આપણે ઇમામ અ.સ. ને એમની ફઝિલતો અને કરામતોથી ઓળખી શકીશું...!

તો એનો મતલબ કે આપણને ઈમામની ફઝીલતો ખબર હોવી જોઈએ....!

તો સવાલ છે કે.. ઈમામની કઈ ફઝીલતો આપણને ખબર જોવી જોઈએ...? જેથી આપણે ઇમામને ઓળખી શકીએ....

તો આપણને ખબર હોવી જોઈએ કે....

આપણા ઈમામ અ.સ.ના અખ્લાક કેટલા બધા સારા છે ..!

આપણા ઇમામ કેટલા બધા સખી છે.. સખાવત કરનારા છે.. ગરીબોની મદદ કરનારા છે..!

આપણા ઇમામ કેટલા બધા બહાદૂર છે.. BRAVE છે...! અલ્લાહ સિવાય કોઈનાથી ડરતા નથી..

આપણા ઈમામનું ઈલ્મ કેટલું બધું high છે.. ઊંચા લેવલનું છે..!  દુનિયાની દરેક વસ્તુનું ઈલ્મ આપણા ઇમામ અ.સ. પાસે છે...!

આપણા ઇમામ કેટલા બધા અદ્લ-પસંદ.. એટલે કે કેટલા બધા ઇન્સાફ પસંદ છે..!

આપણા ઇમામ કેટલા બધા હક્ક-પસંદ છે... સાચા છે..!

વગેરે...

આ બધી વાતો ઈમામ અ.સ.ની ફઝીલતોમાંથી કેટલીક ફઝીલતો છે... જે આપણે જાણવી ખૂબ જરૂરી છે.

જો આપણને ઈમામની ફઝીલતો ખબર હશે.... તો આપણે ઇમામને ઓળખવામાં ભૂલ નહિ કરીએ...ને...!

અને તેથી અગર કોઈ જેવો તેવો માણસ ઇમામ હોવાનો દાવો પણ કરે તો આપણે એના ધોખામાં આવીશું.... નહિ....!

તો ફરી વખત....! ઈમામની અ.સ.ની ગયબતમાં આપણી ફરજમાં પહેલી ફરજ -

ઈમામની ખાસિયતો અને ખૂબીઓ જાણવી, ઇમામના ઝહૂરની ચોક્કસ નિશાનીઓ જાણવી.

આપણે દુઆ કરીએ કે આપણે સૌ ઈમામની ખાસિયતો અને ખૂબીઓથી વાકેફ થઈએ.... પરવરદિગાર જલ્દી થી જલ્દી ઇમામ અ.સ. નો ઝહૂર ફરમાવે...

અને ઇમામ અ.ત.ફ.શ. જયારે ઝહૂર ફરમાવે તો ન ફક્ત આપણે એમને ઓળખી લઈએ પણ અલ્લાહ આપણા સૌ નો ઇમામ અ.ત.ફ.શ. ના નાસિરોમાં શુમાર કરે...

ઇલાહી આમીન...

વસ્સલામ

Lesson - 45 *હઝરતે ઇદરીસ અ.સ. *

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 12/12/2019

Lesson - 45
_______
  *હઝરતે ઇદરીસ અ.સ. *

--------------------------------

નબીઓના ઇતિહાસમાં આજે હઝરતે ઇદરીસ અ.સ. વિષે થોડું જાણીશું..?


હઝરતે ઇદરીસ અ.સ. કોણ હતા..?

હઝરતે ઇદરીસ અ.સ. અલ્લાહના પયગંબર હતા...

પયગંબરોનું કામ શું હતું..?

પયગંબરો અલ્લાહની તરફ બોલાવતા હતા... એટલે કે લોકોને કહેતા કે આ આખી દુનિયાનો બનાવવનાર એક અલ્લાહ છે...

માટે આપણે બધાએ તેની જ ઈબાદત કરવી જોઈએ... બીજા કોઈની નહિ...

તો હઝરતે ઇદરીસ અ.સ. પણ લોકોને એ જ પૈગામ આપતા... જે બધા પૈગંબરો આપતા... કે એક અલ્લાહની જ ઈબાદત કરો.. બીજા કોઈની.... નહિ...!

ખબર છે તેમને ઇદરીસ શા માટે કહેવામાં આવે છે..?

એટલા માટે કે હઝરતે ઇદરીસ અ.સ. લોકોને દર્સ આપતા હતા... તાલીમ આપતા હતા... દર્સ word પરથી જ ઇદરીસ વર્ડ આવેલો છે....

હઝરતે ઇદરીસ અ.સ. ના સમયમાં... એક બાદશાહ હતો... જે ખૂબ ઝાલિમ હતો....

એ બાદશાહ એક દિવસ બહાર ફરવા નીકળ્યો...

તેણે એક ખેતીવાડી વાળી બહુ સરસ જમીન જોઈ... બાદશાહને એ જમીન ખૂબ ગમી ગઈ....

એ જમીન એક મોમીન અને પરહેઝગાર માણસની હતી...

બાદશાહે પોતાના માણસો સાથે કહેવરાવ્યું કે આ જમીન બાદશાહને જોઈએ છે...

પણ જે માણસની જમીન હતી તેણે એ જમીન બાદશાહને આપવા માટે ના પાડી...

બાદશાહે કહ્યું... મને વેચાતી આપી દે. સેલ કરી દે...

તો પણ એ માણસે ના પાડી... કેમ કે એ માણસને એ જમીનની જરૂર હતી.... અને જમીનનો માલિક એ પોતે જ હતો.... એ ખેતીવાડીમાંથી જ એના ઘરનો ગુઝારો ચાલતો હતો...!

એટલે બાદશાહે ચાલાકીથી એ માણસ પર ખોટા ઇલ્ઝામ લગાવીને... બિચારા એ માણસને કત્લ કરાવી નાખ્યો અને એની જમીન પડાવી લીધી...

તેથી  અલ્લાહે હઝરતે ઇદરીસ અ.સ. ને હુકમ આપ્યો કે....

જાઓ અને બાદશાહને મારો મેસેજ આપી દો.....

કે તેણે મારા બેગુનાહ બંદાને કત્લ કરી નાખ્યો...

તેની જમીન છીનવી લીધી.. તેના બાલ બચ્ચાઓ અત્યારે પરેશાનીમાં છે..

એટલે અલ્લાહ કયામતમાં તેનો બદલો જરૂર લેશે.. અને આ દુનિયામાં પણ તેની સલ્તનત - નાબૂદ કરી દેશે......


હઝરતે ઇદરીસ અ.સ. અલ્લાહના હુકમ મુજબ બાદશાહના દરબારમાં ગયા અને અલ્લાહનો આ મેસેજ પોહચાડી દીધો...

તેથી બાદશાહેહઝરતે ઇદરીસ અ.સ. ને કહ્યું કે મારા દરબારમાંથી ચાલ્યા જાઓ નહીંતર તમને પણ કત્લ કરી દેવામાં આવશે..


હઝરતે ઇદરીસ અ.સ.તો અલ્લાહનો મેસેજ આપવા માટે જ આવ્યા હતા.. એ મેસેજ આપીને ત્યાંથી નીકળી ગયા.. બાદશાહના દરબારમાંથી ...

પણ પછી બાદશાહે પોતાની બીવીની સલાહથી હઝરતે ઇદરીસ અ.સ. ને પણ કત્લ કરવાનો પ્લાન બનાવ્યો...

બાદશાહના લોકો હઝરતે ઇદરીસઅ.સ.ને શોધવા નીકળ્યા... પણ અલ્લાહના હુકમથી હઝરતે ઇદરીસ અ.સ.એક ગુફા (CAVE ) માં છુપાઈ ગયા...

હઝરતે ઇદરીસે અલ્લાહને REQUEST કરી કે યા અલ્લાહ જ્યાં સુધી હું દુઆ ન કરું ત્યાં સુધી આ બાદશાહના શહેરમાં, તેના મુલ્કમાં વરસાદની એક બુંદ પણ ના પડે..... અલ્લાહે એ REQUEST કબૂલ કરી...

એક ફરિશ્તો દરરોજ સાંજે આવતો અને હઝરતે ઇદરીસને ખાવાનું આપી જતો.. દિવસના હઝરતે ઇદરીસ અ.સ. રોઝા રાખતા...

આ તરફ વરસાદ નહીં પડવાના કારણે લોકોની હાલત ખૂબ ખરાબ થઇ ગઈ...

અને જે બાદશાહ હતો તે પણ હલાક થઇ ગયો...

અને તે બાદશાહની જગ્યાએ બીજો બાદશાહ આવ્યો... પણ તે પણ ખૂબ ઝાલિમ હતો...

20 વર્ષ સુધી હઝરતે ઇદરીસ અ.સ. આ રીતે ગુફામાં રહ્યા... અને બાદશાહના શહેરમાં વરસાદ ના પડ્યો...


TO BE CONTINUED... PART - 2 - ON SATURDAY IN SHA ALLAH.


વસ્સલામ..

Lesson - 44 આસાન એહકામ - તહારત - 1

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 11/12/2019

Lesson - 44

----------------------------------------
આસાન એહકામ - તહારત  - 1
---------------------------------------- 

યાદ છે....! આપણે એહકામના લાસ્ટ લેસનમાં પાણીના પ્રકારો (TYPES) જોયા ?

કયા કયા પ્રકારો છે પાણીના...? મુઝાફ.. મુત્લક... કુર.. કલીલ.... એવું કઈંક હતું ને...!

ન યાદ હોય તો અહીંયા લિંક પર ક્લિક કરીને એ લેસનનું રિવિઝન કરી શકો છો...! 👉 👉  https://salehkids.blogspot.com/2019/12/lesson-37-types-of-water.html

હવે આપણે જોઈશું કે આખરે પાણીના આ પ્રકારો - TYPES સમજીને કે યાદ રાખીને ફાયદો શું..?

શા માટે આપણે પાણીના આ TYPES યાદ રાખવાના...?

તો ચાલો આજે આપણે એ પણ સમજવાની કોશિશ કરીએ...!

-------------------------------------------

શું મુઝાફ પાણી નજાસતને પાક કરવામાં કામ લાગશે ? શું એનાથી વઝુ કે ગુસ્લ   થશે ?

ના નજાસતને મુત્લક પાણીથી જ પાક કરી શકાય છે ! મુઝાફ પાણીથી નહિ...! મુઝાફ પાણીથી વઝુ કે ગુસ્લ પણ ના થઇ શકે..!

તો આ થયો પેહલો ફાયદો પાણીના TYPES સમજવાનો...
-----------------------------------------

હવે .... માનો કે એક બાલ્ટીમાં કોઈ નજીસ વસ્તુ પડી ગઈ... મિક્સ થઇ ગઈ.. જેમ કે લોહી (BLOOD ) કે પેશાબની બુંદ વગેરે....

તો એ બધું પાણી નજીસ થઇ જશે કે પાક રહેશે...?

એ બાલ્ટીમાંનું બધું જ પાણી નજીસ થઇ જશે..!

પણ એ જ નજિસ ચીઝ અગર સ્વિમિંગ પુલમાં, હોઝમાં, આપણા ઘરની ટેરેસની ટાંકીમાં પડે તો..?

તો.... અગર.....! એ પાણી 384 લીટર થી વધારે હોય...!, મતલબ કે........... અગર એ પાણી કુર હોય....... તો એ સ્વિમિંગ પુલ, હોઝ, કે ટાંકીનું પાણી નજીસ થશે.......નહિ.....!

મતલબ કે 


બાલટીનું પાણી કલીલ પાણી છે... એમાં નજાસત મિક્સ થવાથી એ બધું જ પાણી નજિસ થઇ ગયું... એ પાણીથી ન તો આપણે વઝુ કરી શકીએ છીએ.. ન તો ગુસ્લ.. અને અગર આપણે એ પાણીથી હાથ પણ ધોઈએ તો આપણા હાથ પણ નજીસ થઇ જશે અને આપણે આપણા હાથ કોઈ પાક પાણીથી પાક કરવા પડશે...

અને સ્વિમિંગ પુલ, હોઝ, ટાંકી વગેરેનું પાણી કુર પાણી હોવાથી..... તેમાં નજાસત મિક્સ થઇ હોવા છતાં.... એ નજીસ ન થયું ... એ પાણી થી આપણે વઝુ, ગુસલ, કપડાં પાક કરવા... એ બધું જ કરી શકીએ...

તો હવે CLEAR થયું...! કે કુર પાણી અને કલીલ પાણી ના TYPES શીખવાનો શું ફાયદો...!?

ઓકે....!

પણ 1 MINUTE....! હજુ એક વાત....!
------------------------------------------------------

કુર પાણીમાં નજાસત મિક્સ થવાથી એ નજિસ નથી થતું... RIGHT...? પણ... એની એક શર્ત છે....!

શું શર્ત છે...?

શર્ત એ છે કે .....જયારે કુર પાણીમાં કોઈ નજીસ ચીઝ પડી જાય... મિક્સ થઇ જાય... અને એ નજાસત મિક્સ થવાના કારણે....

અગર

એ કુર પાણીનો COLOR ચેન્જ થઇ જાય.... એટલે કે પહેલા જેવો COLOR ના રહે...

અથવા....

એ પાણીની સ્મેલ (વાસ / ગંધ ) બદલાય જાય... એટલે કે નજીસ ચીઝની જરા પણ સ્મેલ એ પાણીમાંથી આવવા લાગે..

અથવા....

એ પાણીનો ટેસ્ટ (સ્વાદ ) બદલાય જાય...

આ ત્રણ માંથી કોઈ એક ચીઝ પણ બદલાય જાય... કઈ...?

COLOR અથવા... SMELL અથવા... TASTE

COLOR અથવા... SMELL અથવા... TASTE

તો એ કુર પાણી પછી કુર હોવા છતાં પાક નહિ રહે પણ.... નજિસ ગણાશે....

પણ જો આ ત્રણેય ચીઝો એમની એમ જ રહે.. તો એ કુર પાણી પાક જ રહેશે...
------------------------------------------------


ફરી વખત....

કલીલ પાણીમાં જરા પણ નજાસત મિક્સ થઇ જાય તો એ પાણી નજિસ ગણાશે...

કુર પાણીમાં નજાસત મિક્સ થાય અને જો એના COLOR, SMELL, TASTE ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ચેન્જ ના થાય તો એ પાક છે...પણ જો ત્રણમાંથી કોઈ એક પણ વસ્તુ ચેન્જ થઇ ગઈ તો એ કુર પાણી નજીસ થઇ જશે...!

તો લ્યો ... આપણે શીખી ગયા તવઝીહુલ મસાએલના મસઅલા નમ્બર - 15, 24 and 44..!!!


વસ્સલામ..

Lesson - 43 ખુદ થી ખુદા સુધી...!!!

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS


ISLAMIC DARS FOR KIDS

Date 10/12/2019

Lesson - 43

----------------------------------------
  ખુદ થી ખુદા સુધી...!!!
---------------------------------------- 

વિચારો કે....

એક માણસનું ક્યાંક એકસિડેન્ટ થયું...

તે માણસ બેહોશ થઇ ગયો....

રસ્તા પરથી પસાર થતા લોકોમાંથી તેને કોઈ હોસ્પિટલમાં લઇ આવ્યું....

હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ કરવામાં આવી....

તે હોશમાં તો આવ્યો...

પણ તેની યાદગાશ જતી રહી... તેની મેમરી જતી રહી..!!!

હવે એ હોશમાં આવશે તો તેને સૌથી પેહલો વિચાર શું આવશે ...? શું સવાલો થશે ?

હું કોણ છું...?

આ જગ્યા કઈ છે ?

આ હોસ્પિટલ કોણે બનાવી છે... આટલી બધી ફેસિલિટી કોણે ઉભી કરી છે ?

હું અહીંયા શા માટે આવ્યો છું ?

મારા કોઈ RELATIVES પણ છે કે નહિ આ દુનિયામાં....? છે તો કોણ છે ?

મારે શું કરવાનું છે ઝિન્દગીમાં ???

અહીંથી મારે હવે ક્યાં જવાનું છે ?....... મારું ઘર ક્યાં છે ?

એ માણસને આવા બધા સવાલો થશે કે નહિ .....? જરૂર થશે.....

અને જો એ માણસને આ બધા સવાલોના જવાબ મળી જશે તો તેને કેટલી ખુશી થશે....?

ન ફક્ત જવાબો મળે પણ અગર એ માણસને કોઈ તેને તેના ઘર સુધી પોહ્ચવાનો રસ્તો પણ બતાવી દે તો ...? અરે તો તો... એની ખુશી નો કોઈ પાર જ નહિ રહે ને.....

અને જે તેને એ જવાબો આપે અને ઘરનો રસ્તો બતાવે એનો તે માણસ કેટલો બધો આભાર માનશે...? કેટલો બધો THANKFUL થશે એના માટે..? બેહદ....!!!

તો આપણે પણ એ માણસ જેવા જ છીએ આ દુનિયામાં...

અને આપણને પણ આવા સવાલો થાય છે..!

અને આપણને આ સવાલોના જવાબ પણ આપવામાં આવ્યા છે..

કોણે આપ્યા છે...?

અહલેબય્ત અ.સ.એ આપણને એ જવાબો આપ્યા છે.... અને આપણા ઘર સુધી જવાનો રસ્તો પણ બતાવ્યો છે..!

શું છે આપણા સવાલો અને તેના જવાબો ?

હું કોણ છું ?

હું એક ઇન્સાન છું....

આ જગ્યા કઈ છે ?

આ દુનિયા છે...!

આ દુનિયા કોણે બનાવી..?  દુનિયામાં આ બધી નેઅમતો કોણે આપી ?

અલ્લાહે આ દુનિયા બનાવી છે...  આ બધી નેઅમતો પણ અલ્લાહે આપી છે.. અને મને પણ અલ્લાહે બનાવ્યો છે...

હું અહીંયા શા માટે આવ્યો છું ?

આ દુનિયામાં હું નેક અમલ કરવા માટે આવ્યો છું.... અલ્લાહની ઈબાદત અને ઇતાઅત માટે આવ્યો છું....

મારે શું કરવાનું છે ઝિન્દગીમાં ???*

મારે આ ઝીંદગીમાં એવા કામ કરવાના છે જે મારા અલ્લાહને પસન્દ છે અને એવા કામથી દૂર રહેવાનું છે જે મારા અલ્લાહને પસંદ નથી...

અહીંથી મારે હવે ક્યાં જવાનું છે ? મારુ ઘર ક્યાં છે...?

અહીં થી મારે એક બીજી દુનિયા માં જવાનું છે... જેને આખેરત કહેવામાં આવે છે..! એ જ મારું ઘર છે..!

તો આ સવાલો અને એના જવાબો જેને સમજમાં આવી જાય તો કહી શકાય કે.....

એ માણસ પોતાના નફ્સની ઓળખથી - એટલે કે સેલ્ફની ઓળખથી....... અલ્લાહની ઓળખ સુધી પોહચી ગયો...!

હઝરતે અલી અ.સ. ની હદીસ છે કે:

મન અરફ નફસહુ, ફ કદ અરફ રબ્બહુ - જેણે પોતાના નફ્સને ઓળખ્યો -  સેલ્ફને ઓળખ્યો -  ખુદને ઓળખ્યો........ તેણે પોતાના રબને, ખુદાને ઓળખી લીધો...!

સેલ્ફને ઓળખવો એટલે શું ..? એટલે ઉપર DISCUSS કરેલા જવાબો સમજવા...

એટલે કે ખુદની તલાશ થી ખુદાની તલાશ..... અને ખુદની ઓળખ થી ખુદાની ઓળખ...!

ખુદથી ખુદા સુધી..!


વસ્સલામ

Lesson - 41 TOPIC : સાદિક તું સાચો દોસ્ત છે...

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 07/12/2019

Lesson - 41
----------------------------------------
TOPIC :  સાદિક તું સાચો દોસ્ત છે...
---------------------------------------- 

ઇઝહારના ડેડી whatsapp માં બધાના status જોઈ રહ્યા હતા...

તકી નું status જોયું...... તકી એટલે ઈઝહારનો ફ્રેન્ડ...

તકીએ રેસ્ટોરન્ટ માં જમતા જમતા સેલ્ફી લીધો હતો... ઈઝહાર એની બાજુમાં જ બેઠો હતો...

ઈઝહાર....! તું તકી સાથે આ કઈ જગ્યાએ જમવા ગયો હતો...? ક્યારે ગયો હતો......! ઈઝહારના ડેડીએ પૂછ્યું.

ડેડી.... અ....અ.....અ.... ઈઝહાર શું જવાબ આપવો એ વિચારવા લાગ્યો.... પછી થોડું વિચારીને બોલ્યો યાદ નથી... ક્યારે ગયા હતા.... પણ ડીસન્ટ રેસ્ટોરન્ટ માં એક વખત ગયા હતા.. ત્યારનું આ pic છે...

ઈઝહારને ગભરાયેલો જોઈને એના ડેડી પણ વિચારવા લાગ્યા.. કે ઈઝહાર કેમ આ રીતે જવાબ આપે છે.. બધું ઠીક તો છે ને...!?

ઈઝહાર ઘરની બહાર કમ્પાઉન્ડમાં આવી ગયો .. પહેલો કોલ તકીને કર્યો.. ને કહ્યું... યાર તું whatsapp  STATUS remove કરી નાખ... ઈઝહારે કહ્યું..

શું થયું પણ... તકીએ પૂછ્યું....

પછી શાંતિથી વાત કરીશ.. તું અત્યારે સ્ટેટ્સ delete કર પેહલા... ઈઝહારે જલ્દી જલ્દી કહીને કોલ ડિસકનેક્ટ કર્યો...

તરત જ બીજો કોલ સાદિકને કર્યો....

સાદિકને કહ્યું... સાદિક.. હેલ્પ જોઈએ છે ભાઈ તારી...

શું થયું ડીઅર બોલ... સાદિકે કહ્યું...

ઈઝહાર: in case મારા ડેડી તને કોલ કરે તો કહેજે ઈઝહાર ગઈ કાલે સાંજે  મારા ઘરે રીડિંગ કરવા આવ્યો હતો...

( ઈઝહાર થોડો ગભરાયેલો હતો... ગઈકાલે એના મમ્મી અને ડેડીને એમ કહીને ગયો હતો કે હું સાદિકના ઘરે રીડિંગ કરવા જઈ રહ્યો છું.. પણ ખરેખર એ અસદ, જાબિર અને તકી સાથે જમવા ગયો હતો...

ઈઝહાર ને ડર પેસી ગયો કે કદાચ મારા ડેડી સાદિક ને કોલ કરીને પૂછે તો.....! કે ઈઝહાર એના ઘરે આવ્યો હતો કાલે રીડિંગ કરવા.? )

સાદિક:  પણ તું તો મારા ઘરે નહોતો આવ્યો ગઈ કાલે... હું શા માટે તારા ડેડીને કહું કે તું ગઈ કાલે મારા ઘરે હતો... હું જૂઠ નહિ બોલું ઈઝહાર.. તને તો ખબર છે...

ઈઝહાર: અરે પણ જૂઠ સચ ની વાત નથી.... મને બચાવાનો છે તારે....

સાદિક: બચાવાનો છે મતલબ...?

ઈઝહાર: અરે યાર.. કાલે હું અસદ, જાબિર અને તકી સાથે બહાર જમવા ગયો હતો... એટલે...

સાદિક: તો શું થયું... ઘરે કહી ને જવાય ને કે તું બહાર જમવા જઈ રહ્યો છે...

ઈઝહાર: હા... પણ મને થયું કે કદાચ મારા મમ્મી ડેડી ના જવા દે તો....

સાદિક: કેમ .... શા માટે ના પાડે... એમાં શું પ્રોબ્લેમ..

ઈઝહાર: પ્રોબ્લેમ કઈ નહિ.. પણ મને પેટમાં ગરબડ ચાલી રહી છે... ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે એટલે...

સાદિક: ઓહ.. તો તો એમની વાત સાચી છે.. તારે નહોતું જવું જોઈતું બહાર જમવા...

ઈઝહાર: હા.. મને ખબર છે... અને મને પણ અફસોસ છે મમ્મી સામે જૂઠ બોલીને મેં ખોટું કર્યું છે...
            મારે એમ નહોતું કરવું જોઈતું... પણ આ વખતે મારી મદદ કર ભાઈ પ્લીઝ.... next time થી ન તો હું જૂઠ બોલીશ.. ન તો તને હું જૂઠ બોલવાનું કહીશ... પ્લીઝ્ઝ્ઝઝ્ઝ ભાઈ....

થોડી વાર વિચારીને સાદિકે કહ્યું... ઓકે.... હું તારી મદદ તો કરું....

ઈઝહારના ચેહરા પર ખુશી આવી ગઈ... પણ ફરી જયારે સાદિકે પોતાની વાત complete  કરી... તો ઈઝહાર ઉદાસ થઇ ગયો

સાદિકે કહ્યું..  હા હું તારી મદદ તો કરું.....  પણ જૂઠ બોલીને નહિ... સાચું બોલીને તારી મદદ કરીશ..!

ઈઝહાર: મતલબ તું મારા મમ્મી ડેડીને કહી દઈશ કે હું તારા ઘરે નહોતો આવ્યો એમ..!

સાદિક: હા ઈઝહાર... પણ હું એમને સમજાવીશ કે ઈઝહાર એ માટે શર્મિંદા છે.... અને હવે જૂઠ નહિ બોલે.....
           કેમ કે જો ઈઝહાર... એક જૂઠ છુપાવવા બીજું જૂઠ બોલીશ તો કાલે બીજું જૂઠ છુપાવવા બીજા અનેક જૂઠ બોલવા પડશે....

ઈઝહાર: પણ યાર... સાચું કહી દઈશું તો તો મારો વારો પડી જશે... મારા મમ્મી ડેડી મારા પર ખૂબ ગુસ્સો કરશે અને મને ક્યારેય ક્યાંય જવા જ નહિ દે....

સાદિક: ના ઈઝહાર... તું મને કહે... તું તારા આ અમલ પર શર્મિંદા છે કે નહિ...?

ઈઝહાર: હા હું ખૂબ શર્મિંદા છું....

સાદિક: બસ તો પછી તારી આ શર્મીન્દગી જ તારી તૌબા છે... કેમ કે ઇમામ બાકીર આ.સ. ફરમાવે છે કે "શર્મિંદા થવું એ તૌબા કરવાને બરાબર છે.."
           એટલે તે તૌબા કરી છે તો અલ્લાહ તને જરૂર માફ કરશે અને તારી મદદ કરશે....

ઈઝહારને સાદિકની વાત પર ભરોસો બેઠો... બન્ને એ નક્કી કર્યું  સાદિક ઈઝહારના ઘરે આવશે અને ઈઝહારના મમ્મી ડેડીને સાચી વાત કહી દેશે...

પણ જેવો ઈઝહારે કોલ કટ કર્યો... અને પાછળ ફર્યો તો જોયું એના ડેડી એની પાછળ જ ઉભા હતા..

એને લાગ્યું કે ડેડી બધી વાત સાંભળી ગયા છે....  already ગભરાયેલો હતો.. વધારે ગભરાઈ ગયો..

હવે ઈઝહાર ને લાગ્યું.. સાદિક ની રાહ જોવા જેવું પણ નથી.. સાચે સાચું કહી દઉં...

સોરી ડેડી.. હું મમ્મીને ખોટું કહી ને ગયો હતો.... કે કાલે હું.....

ઈઝહારના ડેડી એ વચ્ચે થી જ એને અટકાવ્યો.. સોરી કેહવાની જરૂર નથી બેટા.. તારા ચેહરા પર શરમિંદગી નો ઈઝહાર જ કાફી છે...

પણ હા બેટા યાદ રાખજે હવે ક્યારેય જૂઠ ના બોલતો... ભલે અમને ખબર નહિ હોય કે તો સાચું બોલે છે કે જૂઠ... પણ અલ્લાહ તો જુએ છે ને બેટા.... !

જૂઠ બોલવું બહુ મોટો ગુનાહ છે બેટા... કુરાનમાં જૂઠાઓ પર અલ્લાહની લાનત કરવામાં આવી છે.... (સૂર એ આલે ઇમરાન - 61 )

ચાલ અંદર બેસ બેટા... હું તને કેટલીક હદીસો કહું કે જેમાં જૂઠ વિષે માસૂમીન અ.સ. શું કહે છે....
ઇમામ હસન અસ્કરી અ.સ. ફરમાવે છે કે - તમામ બુરાઈઓ એક રૂમ માં લોક છે... અને એની ચાવી જૂઠ છે...

રસૂલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે જૂઠ થી બચતા રહો... જૂઠ બોલવાથી ચેહરો કાળો થઇ જાય છે...,  મતલબ કે ચેહરા પર થી નૂર જતું રહે છે, અને સાચું બોલનારનો ચેહરો નૂરાની હોય છે..!

રિવાયતોમાં છે બેટા કે ...  જૂઠા માણસનું મોઢું કયામતમાં ખૂબ દુર્ગંધ મારતું હશે.. મતલબ કે એના મોઢામાંથી ખૂબ જ  bad smell આવતી હશે..

સોરી ડેડી.. once again ...

મને સોરી ના કહે બેટા... અલ્લાહની સામે તૌબા કરી લેજે... અને ક્યારેય ફરી જૂઠ ના બોલજે... એ જ તારું સાચું સોરી છે...

હા ડેડી.. થૅન્ક્સ... જઝાકલ્લાહ...

થૅન્ક્સ તો તારે સાદિકને કેહવું જોઈએ.... એણે તને સાચો રસ્તો બતાવ્યો...

એટલી જ વારમાં સાદિક આવી ગયો... ઈઝહાર અને એના ડેડી બંને એ સાદિકને થૅન્ક્સ કહ્યું... અને સાદિકને એક ગિફ્ટ પણ આપી...! અને કહ્યું "સાદિક તું સાચો દોસ્ત છે..."


સાદિકે બંને ને કહ્યું... જઝાકલ્લાહ...


વસ્સલામ...

Lesson - 40 TOPIC : ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 06/12/2019

Lesson - 40
----------------------------------------
TOPIC :  ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities
----------------------------------------

આજે જુમ્મા છે.... જુમ્માના દિવસે ઇમામે ઝમાના અ.ત.ફ.શ.   ને ખાસ યાદ કરવાની તાકીદ છે...!

આમ તો આપણે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ને રોજ યાદ કરવા જોઈએ..! હર પળ...!

ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા... કોઈ પણ કામ કરતા.... ટ્રાવેલ કરતા.... every time ... every moment આપણે ઇમામને યાદ કરતા રહેવા જોઈએ...

શા માટે ?

કેમ કે ઇમામ... આપણા પર આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે મહેરબાન છે... ઇમામ આપણને આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે ચાહે છે....!

આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ... અને અગર આપણે આપણા પેરેન્ટ્સ થી જુદા પડી જઈએ.... તો જ્યાં સુધી આપણે એમને શોધી ના લઈએ આપણને ચૈન પડશે ? નહિ ને...!

આપણે હર ઘડી અને હર પળ.. આપણા પેરેન્ટ્સને મળવા માટે બેચૈન રહીશું કે નહિ...!

આપણી બધી...જ કોશિશો એ માટે જ હશે ને કે ગમે તેમ કરીને હું મારા પેરેન્ટ્સને શોધી લઉં અને એમના સુધી પોહચી જાવ..! હા... ચોક્કસ... એવી જ કોશિશો હશે...

તો આપણા પેરેન્ટ્સને શોધવા અને એમના સુધી પોંહચવું એ આપણી ઝિમ્મેદારી થઇ જશે કે નહિ...? હા..!

તો જ્યારે આપણા ઇમામ આપણી નઝરોથી ગાએબ છે... તો એ situation માં પણ આપણી ઝિમ્મેદારી છે કે નહિ કે આપણે એવી કોશિશો કરીએ કે જેથી આપણે ઇમામ સુધી પોહચી જઈએ.. બેશક છે...

જો આપણે એ ઝિમ્મેદારીઓ પૂરી કરીશું તો આપણે ઈન શા અલ્લાહ... આપણા ઇમામ સુધી પોહચી શકીશું, અને ઈમામનો કરમ થાય તો કદાચ આપણને ઈમામની મુલાકાત પણ નસીબ થાય, અને ઈમામનો ઝહૂર પણ નજદીક થાય..

તો એ કઈ ઝિમ્મેદારીઓ છે... જે ઈમામની ગયબતમાં આપણે અદા કરવી જોઈએ.... જેથી આપણે ઇમામ સુધી પોહચી શકીએ..... અને જેથી ઇમામ આપણાથી ખુશ થાય....!

*****

આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી મૂસવી ઈસ્ફેહાની એ એક કિતાબ લખી છે.....

મિકયાલુલ મકારીમ

કિતાબનું પૂરું નામ છે - મિકયાલુલ મકારીમ ફી ફવાએદીદ્ દોઆ એ અલ કાએમ

આ કિતાબના નામનો meaning આપણે આસાન લફઝોમાં કરવો હોય તો એમ કહી શકીએ કે....

ઇમામે ઝમાના અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે આપણા morals ને complete કે perfect બનાવી શકીએ....

મતલબ કે ઇમામે ઝમાના અ.ત.ફ.શ.  માટે દોઆ કરીને આપણે કઈ રીતે એક perfect મોમીન બની શકીએ..


આ કિતાબમાં આયતુલ્લાહે 80 ઝિમ્મેદારીઓ describe કરી છે કે .... ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની  ગયબતમાં આપણી શું શું ઝિમ્મેદારીઓ છે...!

કોશિશ કરીશું ઈન શા અલ્લાહ.. આપણે  આમાંથી કેટલીક ઝિમ્મેદારીઓ પર આ સિરીઝમાં દર જુમ્માના discussion કરીશું...

ઈન શા અલ્લાહ...

વસ્સલામ

Lesson - 39 TOPIC : સુરતુલ હમ્દ - પાર્ટ - 4

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 05/12/2019

Lesson - 39
----------------------------------------
TOPIC :  સુરતુલ હમ્દ -  પાર્ટ - 4
----------------------------------------


એહદેનસ્સેરાતલ મુસ્તકીમ
-----------------------------------
તરજુમા: અમો ને સીધા રસ્તા પર કાએમ રાખ...
----------------------------------------------------------


પેહલા આપણે આ અગાઉની આયતોના તરજુમા પર જરા એક નઝર નાખીશું ?

બધી જ તારીફો અલ્લાહને માટે છે..

જે રહમાન અને રહીમ છે...

જે કયામતના દિવસનો માલિક છે....

અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ માંગીએ છીએ.....

તો આપણે જોયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા.. પોતાની તારીફ બાદ આપણને શું તાલીમ આપે છે..?

અલ્લાહ આપણને એવી તાલીમ આપે છે કે આપણે ફક્ત અલ્લાહની જ ઈબાદત કરીએ અને ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગીએ.....

હવે જયારે મદદ માંગવાની વાત આવે છે ત્યારે અલ્લાહ આપણને શું શીખવે છે....?

શું અલ્લાહ એ શીખવે છે કે મદદમાં શું માંગો..?

શું આ આયતમાં અલ્લાહ આપણને કોઈ મોટી મોટી માલ દૌલત કે દુનિયાની કોઈ ચીઝની મદદ માંગવાની તાલીમ આપે છે ?

ના... આ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શીખવે છે કે.....

એહદેનસ્સેરાતલ મુસ્તકીમ ,  એટલે કે અમને સીધા રસ્તા પર, સાચા રસ્તા પર, હકક રસ્તા પર કાએમ રાખ....

તો અહીંયા બે સવાલ આવે છે આપણા માઈન્ડમાં ..

1  ) સીધો રસ્તો એટલે શું ?

2  )શું આપણે સીધા રસ્તા પર છીએ ખરા ? કેમ કે આપણે અલ્લાહથી એવી દુઆ કરીએ છીએ કે અમને સીધા રસ્તા પર કાએમ રાખ... નહિ કે સીધા રસ્તા તરફ લઇ જા...

ચાલો બન્નેના જવાબ જોઈએ..

1 ) સીધો રસ્તો એટલે શું ?

સીધો રસ્તો એટલે અલ્લાહે બતાવેલ રસ્તો, અલ્લાહની ઈબાદત અને ઇતાઅતનો રસ્તો... અલ્લાહની ફરમાબરદારીનો રસ્તો...

2  ) શું આપણે સીધા રસ્તા પર છીએ ખરા ?

હા... આપણે ઉપરની આયતોમાં અલ્લાહની તારીફ કરી, અલ્લાહને રહમાન માન્યો, રહીમ માન્યો, કયામતના દિવસનો માલિક માન્યો... અને કહ્યું કે યા અલ્લાહ અમે તારી જ ઈબાદત કરીએ છીએ...!

તો અલ્લાહની તારીફ, અલ્લાહ પર ઈમાન, અલ્લાહની ઈબાદત કરવાનો ઈકરાર...! શું આ સીધો રસ્તો નથી...! શું આ સાચો રસ્તો નથી..?

બેશક છે..!

એટલે જ અલ્લાહ દુઆ ની શકલમાં આપણને સીધા રસ્તા પર કાએમ રેહવાની દુઆની તાલીમ આપે છે...

શું આપણે NOTICE કર્યું કે....

સીધા રસ્તાનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાને કરીમમાં જે સૌથી પેહલી જ દોઆ આપણને શીખવે છે એ કઈ છે....? એ છે સીધા રસ્તા પર કાએમ રેહવાની, બાકી રેહવાની દોઆ...


સેરાતલ લઝીન અનઅમ્ત અલૈહિમ..
------------------------------------------

એટલે  કે...

અય અલ્લાહ....

અમને એવા લોકોના રસ્તા પર કાએમ રાખજે કે....

જેના પર તે તારી નેઅમતો નાઝીલ કરી છે...

તું જેના થી ખુશ છે... જે તારી કરીબ છે...

ખરેખર એવા એવા લોકો એટલે કોણ...? એવા લોકો એટલે પયગંબર સ.અ.વ. અને એમની અહલેબય્ત અ.મુ.સ.

એટલે આપણે અહીંયા શું દુઆ કરીએ છીએ...

આપણે દુઆ કરીએ છીએ કે યા અલ્લાહ અમને અહલેબય્ત અ.મુ.સ. ના રસ્તા પર બાકી રાખજે....

ગયરીલ મગઝૂબે અલૈહિમ વ લઝઝાલ્લીન...
------------------------------------------------------

એટલે કે અમે દુઆ કરીએ છીએ કે....

યા અલ્લાહ... અમે ક્યાંક એવા લોકોના રસ્તા પર ન જતા રહીએ કે જે લોકો પર તારો ગઝબ નાઝીલ થયો હોય...

એટલે કે જેના પર તું ગુસ્સે થયો હોય... અને જેઓ સચ્ચાઈની રાહથી તારી ઈબાદતની રાહ થી ... અહલેબય્ત અ.મુ.સ.ની રાહ થી ભટકી ગયેલા હોય...

મતલબ કે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે યા અલ્લાહ અમે ક્યાંક એવા ન થઇ જઈએ કે અમે તારી નાફરમાની કરવા લાગીએ.... અને તારા ગુસ્સાના શિકાર બની જઈએ.....!

વસ્સલામ

Lesson - 38 TOPIC: હઝરતે આદમ અ.સ. પાર્ટ - 2

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date: 04/12/2019

Lesson - 38


----------------------------------------------
TOPIC: હઝરતે આદમ અ.સ. પાર્ટ - 2
----------------------------------------------

હઝરતે આદમ અ.સ. ની ખિલ્કત વિષે આપણે પેહલા એક લેસન માં જોઈ ચુક્યા છીએ ને !?

યાદ છે ? ના યાદ હોય તો .... એ લેસન revision કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો..

https://salehkids.blogspot.com/2019/12/lesson-29.html

તો... આજે આપણે જોઈશું હઝરતે આદમ અ.સ..... દુનિયામાં આવ્યા પછી શું થયું..?

હઝરતે આદમ અ.સ. ને ત્યાં.... પેહલા બે દીકરાઓનો જન્મ થયો...

હાબીલ અને કાબિલ... બંને મોટા થયા...

હઝરતે આદમ અ.સ. એમ ઇચ્છતા હતા....કે ....

પોતાના પછી હાબિલ હઝરત આદમ અ.સ. ના... વારસદાર અને જાનશીન બને... ખલીફા બને....

કેમ હાબિલ જ ?

કેમ કે...

હાબિલ સારા હતા.. હાબિલમાં એ qualities હતી..... હાબિલ એને લાયક હતા...

પણ કાબિલને એ નહોતું ગમતું..

કેમ કે...

હાબિલ જે છે..... એ કાબિલથી નાના હતા... એટલે કાબિલને હસદ થતી હતી... જેલસી થતી હતી...

કે મોટો તો હું છું......... તો વારસદાર તો મારે બનવું જોઈએ....

એટલે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા હઝરતે આદમ અ.સ. એ એક આઈડિયા કર્યો....!

અને કહ્યું કે આપણે એક કામ કરીએ... આપણે અલ્લાહ પર છોડીએ દઈએ.... કે અલ્લાહ મારા પછી કોને ખલીફા બનાવવા ઈચ્છે છે...

અને તેથી હઝરતે આદમ અ.સ. એ કહ્યું.. એવું કરો... તમે બંને.... અલ્લાહને એક ગિફ્ટ આપો....

અલ્લાહ જેની ગિફ્ટ કબૂલ કરે..! એ ખલીફા.... સિમ્પલ..!

હઝરત આદમ અ.સ.એ કહ્યું... તમે બંને પોતાની ગિફ્ટ્સ એક પહાડ પર મૂકી આવો... અને પછી જોઈએ કે અલ્લાહ કોની ગિફ્ટ.... accept કરે છે...

બંનેએ પોતાની ગિફ્ટ પહાડ પર મૂકી.... અલ્લાહે હાબીલની ગિફ્ટ... કબૂલ કરી...

એટલે આ વાતથી..... કાબિલ ગુસ્સે થયો.... અને એણે હાબિલને.... મારી નાખ્યો....

પછી તો કાબિલે ઘણો.....અફસોસ કર્યો... પણ એ બધું બેકાર હતું....!

હાબીલે કાબિલને કત્લ કર્યા કે... કાબિલે હાબીલને...? યાદ કેમ રાખીશું...? સિમ્પલ...

કાબિલ = કાતિલ (કાતિલ એટલે કત્લ કરનાર...!)

હાબીલનાં કત્લ થવા પછી  હઝરત આદમ અ.સ. ખૂબ ગમગીન થઇ ગયા હતા...!

થોડા સમય પછી અલ્લાહે હઝરતે આદમ અ.સ. ને એક દીકરો આપ્યો...

એમનું નામ હતું શીશ....

પછી હઝરત આદમ અ.સ. ને ત્યાં ફરી એક દીકરાનો જન્મ થયો.. એમનું નામ હતું યાસેફ...

શીશ અને યાસેફ બંને જવાન થયા ....

પછી અલ્લાહે જન્નતથી બંને માટે એક એક હૂર મોકલી....

હઝરતએ આદમ અ.સ. એ શીશ અને યાસેફ ની શાદી એક એક હૂર સાથે કરાવી...

પછી શીશ અને યાસેફ બંનેને ત્યાં જે ઔલાદો થઇ અને પછી એમની શાદીઓ થઇ.. આ રીતે આ દુનિયામાં ઇન્સાનોની વસ્તી આગળ વધી... પોપ્યુલેશન વધી...

જયારે હઝરતે આદમ અ.સ. ની ઝીંદગીનો આખરી સમય આવ્યો ત્યારે ...આપે શીશ ને પોતાના વારસદાર અને જાનશીન બનાવ્યા...

પછી હઝરતે આદમ અ.સ. આ દુનિયાથી ઇન્તેકાલ પામ્યા....

હઝરતે આદમ અ.સ.ની ઉંમર કેટલી હતી અને અને એમની કબ્ર ક્યાં છે ?

કસસુલ અમિબ્યા કિતાબમાં એક હદીસ મુજબ હઝરતે આદમ અ.સ. ની ઉંમર 930  (નવસો ત્રીસ વર્ષ) હતી...! અને એમની કબ્ર નજફે અશરફમાં હઝરત અલી અ.સ. ની કબરની પાછળ છે....

વસ્સલામ...

Lesson - 37 આસાન એહકામ. પાણીના પ્રકારો... - TYPES OF WATER

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date: 03/12/2019
Lesson - 37

------------------------------------------------
આસાન એહકામ.

પાણીના પ્રકારો... - TYPES OF WATER💧💦🌧
------------------------------------------------

પાણીના પ્રકારો ..?

તમને થશે... પાણી તો પાણી કહેવાય... એમાં શું પ્રકારો ...?

પણ થોડી વાર પછી તમે જ કહેશો કે હા... પાણીના પ્રકારો હોય છે.....

નારિયેળ પાણીને પાણી કહેવાય કે નહિ..? હા. જરૂર કહેવાય....

ગુલાબજળ (rose water ) ને પાણી કહેવાય કે નહિ..! હા બિલકુલ...!

અચ્છા... લીંબુવાળા પાણીને પણ પાણી કહેવાય ? યસ... કેમ નહિ...!

અને જે ચોખ્ખું પાણી  જે આપણે પીવામાં, નાહવામા, વઝુ કરવામાં જે આપણા ઘરમાં, કિચનમાં, બાથરૂમમાં આવતું હોય છે .....એ તો પાણી છે જ... એમાં કોઈ શક જ નથી.. બરાબર ને...?

તો લ્યો...  થઇ ગયા પાણી ના પ્રકારો...

એક ચોખ્ખું પાણી જે આપણે પીવામાં, નાહવામા, વઝુ કરવામાં જે આપણા ઘરમાં, કિચનમાં, બાથરૂમમાં આવતું હોય છે એ.... એ થયો એક પ્રકાર.... એ પાણી ને કહેવાય મુત્લક પાણી.... એટલે કે જેમાં કોઈ વસ્તુ કે મિક્સ ના થઇ હોય... પાણી એટલે ફક્ત પાણી જ .... બીજું કઈ નહિ....RIGHT ?

અચ્છા તો પછી નારિયેળ પાણી, ગુલાબજળ, લીંબુ પાણી... એ બધા પાણી ને શું કહેવાય...?
એને કહેવાય.... મુઝાફ પાણી... એટલે કે એ પાણી તો છે... પણ ફક્ત પાણી નથી.. એમાં કઇંક ને કઇંક ચીઝ મિક્સ કરવામાં આવેલી છે, એ સાદું પાણી નથી..... એટલે આવા પાણીને કહેવાય... મુઝાફ પાણી....

તો... આપણે પાણીના બે પ્રકાર ( TYPES ) શીખી ગયા...!!!
1) મુત્લક પાણી - ચોખ્ખુ પાણી
2) મુઝાફ પાણી - જેમાં પાણી સાથે બીજી કોઈ ચીઝ મિક્સ થઇ હોય....!

અચ્છા... મુઝાફ પાણી માં તો બહુ VARIETY છે... નારિયેળ પાણી.. ગુલાબજલ, લીંબુપાણી વગેરે....

તો શું મુત્લક પાણી પાસે કોઈ VARIETY  છે...?

હા છે ને...! એને આપણે મુત્લક પાણીના પ્રકાર કહીશું..! (TYPES OF MUTLAQ WATER )

મુત્લક પાણીના પ્રકાર...! એ વળી કઈ રીતે પોસિબલ છે..?

છે.......

ગ્લાસમાં કે જગમાં કે બાલ્ટીમાં મુત્લક પાણી ભરેલું હોય તો આપણે એને શું કહીશું...? ગ્લાસનું મુત્લક પાણી, જગનું મુત્લક પાણી, બાલટીનું મુત્લક પાણી એવું કહીશું ..?😂

ના... એ બધા પાણીને આપણે કહીશું કલીલ પાણી....! કલીલ એટલે... થોડું...
આ બધું પાણી થોડું છે.. એટલે એને આપણે કહીશું કલીલ પાણી.... RIGHT !

હવે આ પાણી થોડું વધારે હોય તો એને કઇંક બીજું નામ આપીશું...! હા... પણ.. વધારે એટલે કેટલું વધારે..?

આપણા ઘરમાં ટેરેસ પણ પાણીની ટેંક હોય... મસ્જિદમાં વઝુ કરવાનો હોઝ હોય... એ પાણી થોડું કહેવાય કે વધારે... એ તો વધારે જ કહેવાય ને....

તો આ પાણી ને કહેવાય કુર પાણી...! પણ હા દરેક ટેંક કે હોઝમાં પાણીને કુર પાણી ના કહેવાય..!

તો...?

એનું એક ચોક્કસ માપ છે... કે મિનિમમ આટલું પાણી હોય તો જ એને કુર પાણી કહેવાય... નહીંતર એને કલીલ પાણી જ કહેવામાં આવશે...!

કેટલું માપ છે...? એ માપ છે અંદાઝે 384 લિટર... જો એટલું અથવા અને કરતા વધારે પાણી હોય તો જ એ કુર પાણી કહેવાશે.. નહીંતર શું કહેવાશે...? કલીલ પાણી...!

હવે, જયારે વરસાદ પડે તો વરસાદનુ પાણી પણ મુત્લક પાણી જ છે ને..! કેમ કે એમાં કોઈ ચીઝ મિક્સ નથી... તો એને કહેવાય વરસાદનું પાણી...

વરસાદ પડે તો વરસાદનું પાણી ક્યાં જાય...? નદીઓમાં ને...? અને વરસાદ પડે તો ઝરણા પણ વહેતા જોવા મળે...! તો નદી અને ઝરણા વગેરેનું પાણી સતત (CONTINUOUS ) વહેતુ  રહેતું હોય છે... સતત જારી હોય છે.... માટે આ પાણીને કહેવાય.. જારી પાણી...!

તમે ગામડામાં, FARM  HOUSE માં કુઆઓ (WELL  ) જરૂર જોયા હશે...

એ કુઆમાં પણ પાણી હોય છે ને... એ પાણી ને કહેવાય છે ... કુઆનું પાણી...

તો લ્યો ... આપણે શીખી ગયા... મુત્લક પાણીના પાંચ પ્રકાર....!

1. કુર પાણી -  (MINIMUM 384 લિટર)
2. કલીલ પાણી - ( કુર કરતા ઓછું પાણી)
3. વરસાદનું પાણી
4. જારી પાણી - નદી, નહેર, ઝરણાનું વહેતુ પાણી...
5. કુઆનું પાણી -

તો આ સાથે આપણે તવઝીહુલ મસાએલનો કેટલાક મસઅલા શીખી ગયા...! મસઅલા નંબર - 13, 14, 23..!!!


WASSALAM....
----------------------------------------------------

Lesson - 36 TOPIC : મહેમાન-નવાઝીના આદાબ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date: 02/12/2019
Lesson - 36
--------------------------------------------------------
TOPIC :  મહેમાન-નવાઝીના આદાબ
--------------------------------------------------------

તમે ઓફિસથી આવો એટલે બસ સ્વીટ લેતા આવજો..

બાકી બધું મેં ઘરે જ બનાવી નાખ્યું છે...

ઈકરામભાઇ એ કહ્યું ઓકે ... એમની વાઈફનો કોલ હતો...

ઘરે મેહમાન આવવાના હતા... મુસ્તકીમભાઇ......,   ઈકરામભાઇના ખાસ અને બહુ જુના દોસ્ત...  ફેમિલી સાથે પેહલી જ વખત ઘરે આવી રહ્યા હતા...

મુસ્તકીમ... મારો ખાસ ભાઈબંધ.. ઘણા સમયે મુલાકાત થશે ઈન શા અલ્લાહ...  ઈકરામભાઇ વિચારી રહ્યા હતા....

***


સલમાન...! બેટા પાર્લર પર થી આઈસક્રીમના બે ફેમિલી પેક લઇ આવી દેજે.... આ તરફ  ઘરે ઈકરામભાઈના વાઇફ શીરીનઆપાએ દીકરા સલમાનને કહ્યું....

સલમાન હજી just સ્કુલેથી આવ્યો જ હતો...

કેમ મમ્મી... કોઈ આવી રહ્યું છે..? સલમાને પૂછયું .!

હા બેટા.... મુસ્તકીમ અંકલ.. આવે છે.. આફ્રિકાથી ફેમિલી સાથે... તારા ડેડીના બહુ જુના ફ્રેન્ડ છે... કોલેજ ટાઈમના....

ઓકે મમ્મી.... લઇ આવું છું... પણ સલમાન મનમાં વિચારતો હતો... ડેડી પણ કોઈને ને કોઈને ઘરે લઇ આવતા હોય છે...!

બધી તૈયારી થઇ ગઈ... શીરીનઆપાએ મનમાં વિચાર કર્યો... અલ્લાહનો શુક્ર કર્યો... મગરિબનો સમય થઇ ગયો... નમાઝ પડયા....

ઈકરામભાઇએ પણ ઓફિસનું બધું કામ પતાવી દીધું હતું... મગરિબનો સમય થયો એટલે ઓફિસમાં જ નમાઝ પડીને જલ્દીથી ઘરે જવા નીકળી ગયા....

સ્વીટ લઈને ઘરે પોહ્ચ્યા.....

સલામુન અલયકુમ... ક્યાં પોહ્ચ્યો ભાઈ... મુસ્તકીમભાઈનો કોલ આવ્યો.... ઈકરામભાઇએ પૂછ્યું....

અચ્છા...! ડ્રાઈવરને ફોન આપ ભાઈ... ઈકરામભાઇએ ડ્રાઈવરને એડ્રેસ સમજાવ્યું...

મુસ્તકીમભાઇનું સામેથી વેલકમ કરવા ઈકરામભાઇ બિલ્ડિંગની બહાર નીચે જ ઉભા રહી ગયા...

થોડી જ વારમાં મુસ્તકીમભાઇ પોહચી ગયા.. બંનેએ એક બીજાને સલામ કરી...બંને દોસ્તોએ મુસાફેહા, કર્યા... ગળે મળ્યા....  ગાડીમાંથી સામાન ઉતાર્યો...

ઘરમાં દાખલ થયા....

મુસ્તકીમભાઇ અને બધા.. ફ્રેશ થઈને તરત જ નમાઝે મગરેબૈન પડ્યા....

પછી જમ્યા... ખૂબ વાતો કરી.. થોડી જૂની વાતો... થોડી મઝહબી અને ઈલ્મની વાતો...

ઈકરામભાઇ અને શીરીન આપાએ ખૂબ સારી મેહમાન નવાઝી કરી... ઘરનું ટેસ્ટી જમવાનું, સ્વીટ, આઈસક્રીમ..

જ્યાં સુધી મહેમાનોએ જમી ન લીધું ઈકરામભાઇ અને શીરીનઆપા પણ છેક સુધી થોડું થોડું જમતા રહ્યા... કંપની આપતા રહ્યા...

જમીને બધાએ સુફરા પર અલ્લાહનો શુક્ર અદા કર્યો... ઈકરામભાઈ વોશ બેસીન તરફ ગયા, પછી મુસ્તકીમભાઈને હેન્ડ વોશ કરવા માટે આગળ કર્યા.... પછી જયારે હોલમાં બેઠા એટલે ઈકરામભાઈએ ટૂથપિક આપી...

હવે એમને જવાનું હતું... એમના વતન...11 : 30 વાગ્યાની બસ હતી. મુસ્તકીમભાઇ બધા માટે ગિફ્ટ્સ  લઈને આવ્યા હતા.. ઈકરામભાઇ અને શીરીન આપા બંનેએ ખૂબ ના પાડી છતાં એમણે ગિફ્ટ્સ આપી...

સલમાન તો ખુશ થઇ ગયો ગિફ્ટ મળવાથી....

ઈકરામભાઇ મહેમાનોને નીચે સુધી મૂકવા ગયા...

આ તરફ સલમાન ગિફ્ટ્સ ખોલીને જોવા માટે ઉતાવળો હતો... એણે તરત જ ગિફ્ટ ખોલી નાખી.. એના માટે એક એકદમ સરસ સ્પોર્ટ્સ ટી-શર્ટ હતું.. એને ગમી ગયું....

સલમાને મમ્મીને પૂછ્યું... મમ્મી... ! ડેડી કેમ મહેમાનોની આટલી બધી ખિદમત કરે છે..! અને મુસ્તકીમ અંકલને તો આપણે પેહલા ક્યારેય જોયા પણ નથી....

બેટા... મેહમાન-નવાઝી ઇસ્લામી આદાબનો  એક હિસ્સો છે... સલમાન..!

હા મમ્મી....  એમ તો થોડી ઘણી મને ખબર છે..! પણ મહેમાનોની ખિદમત કે મેહમાન-નવાઝી આપણે આપણી રીતે કરીએ છીએ કે કોઈ હદીસોમાં છે કે મેહમાનોની ખિદમત કરવી જોઈએ....?

ના બેટા.. મહેમાનોની ખિદમત વિષે બહુ બધી હદીસો છે....

રસૂલે ખુદા સ.અ.વ ફરમાવે છે કે મેહમાનનો હક્ક છે કે એમની ઇઝ્ઝત કરવામાં આવે, અને (જમ્યા બાદ એમને દાંત સાફ કરવા માટે) ટૂથપિક આપવામાં આવે....

સલમાનને યાદ આવ્યું.... હા ડેડીએ મુસ્તકીમ અંકલને ટૂથપીક આપી હતી..!

શીરીનઆપાએ કહ્યું.. બેટા...

રસૂલે ખુદા સ.અ.વ. ફરમાવે છે કે બેશક આપણા ઘરના દરવાઝા સુધી મહેમાનની સાથે જવું એ ઇસ્લામના આદાબમાંથી છે..! (હદીયતુશ-શિયા પેજ ૨૦)

અચ્છા મમ્મી... તો એટલે ડેડી એમને નીચે સુધી મુકવા ગયા...'

હા બેટા...! એટલે જ તો...

રસૂલે ખુદા સ.અ.વ. ની એક હદીસ એ પણ છે કે જે શખ્સ મેહમાન નવાઝી નથી કરતો એનામાં કોઈ સારી વાત નથી હોતી... (આદાબે ઇસ્લામી ભાગ - ૨ પેજ - 216 )

અચ્છા મમ્મી...!

હા બેટા... અને મેહમાન નવાઝીથી આપણી બલાઓ દૂર થાય છે... અને આપણા ગુનાહો માફ થાય છે...!

એવું હદીસમાં છે મમ્મી !??

હા બેટા....

હઝરત અલી અ.સ. ફરમાવે છે કે જે શખ્સ મેહમાનના પગલાંના અવાજથી ખુશ થાય છે અલ્લાહ એના ગુનાહોને બક્ષી આપે ચાહે એ ઝમીનથી આસમાન સુધી ના મોટા કેમ ના હોય... (જામેઉલ અખબાર પેજ 240  )

પછી શીરીન આપાએ કહ્યું.. બેટા જેમ તું તને મળેલી ગિફ્ટ થી ખુશ છે.. એમ અમે પણ અલ્લાહે આ આપેલી ગિફ્ટથી ખુશ છીએ...!

અલ્લાહે આપેલી ગિફ્ટ ?

હા બેટા.. ગુનાહોનું માફ થવું, બલાઓનું દૂર થવું એ પણ અલ્લાહ તરફથી એક ગિફ્ટ જ છે ને...!

હા મમ્મી... મને હવે બરાબર સમજાયું કે તમે અને ડેડી મહેમાનોના આવવાથી એટલા ખુશ કેમ થાઓ છો...


અને હા મમ્મી ..! હું પણ મારા દોસ્તને દાવત આપું..???  મારે પણ અલ્લાહ પાસેથી ગિફ્ટ જોઈએ છે...!!!


જરૂર બેટા...  માશા અલ્લાહ...


----------------------------------------------
WASSALAM...
 -----------------------------------------------------------

Lesson - 35 TOPIC : ઇસ્લામ શું છે, સાચો મુસ્લિમ કોણ ?

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 30/11/2019

Lesson - 35
--------------------------------------------------------

TOPIC :  ઇસ્લામ શું છે, સાચો મુસ્લિમ કોણ ?
--------------------------------------------------------

ઇસ્લામ:
------------

શું તમને ખબર છે લફઝે ઇસ્લામનો મતલબ શું થાય છે ?

અરબીમાં એક જ word  ના જુદા જુદા ઘણા બધા meanings થતા હોય છે...!

ઇસ્લામનો એક મતલબ થાય છે અલ્લાહની સામે સબમિટ થવું... આપણે આપણી જાતને અલ્લાહને હવાલે કરવી...!

SUBMIT થવું એટલે  ?

ચાલો ધીમે ધીમે સમજીએ.... SUBMIT એટલે શું ?

માનો કે અલ્લાહે એક હુકમ આપ્યો છે....

જેમ કે અલ્લાહે કહ્યું છે કે જૂઠ બોલવું હરામ છે...!

હવે આપણે કોઈ એવી situation માં આવી ગયા કે આપણને એમ થાય કે આજે સાચું બોલીશ તો મને નુકસાન થશે... હું ફસાઈ જઈશ...

જેમ કે... સ્કુલનું હોમવર્ક નથી કર્યું....

ટીચરે પૂછ્યું... શા માટે નથી કર્યું....

આપણે રમવામાં કે બીજા કોઈ કામ માં આખો દિવસ pass કર્યો હોય અને હોમવર્ક ના કરી શક્યા હોઈએ...

પણ આપણે એમ પણ વિચારીએ કે ટીચરને સાચું કહી દઈશ તો ટીચર ગુસ્સો કરશે... પનિશમેન્ટ આપશે વગેરે...  અને જૂઠ બોલીશ તો બચી જઈશ...


અને એમ છતાં આપણે સાચું બોલીએ .. ! ફક્ત એટલા માટે કે અલ્લાહે કહ્યું છે કે જૂઠ નહિ બોલવાનું અને હમેશા સાચું બોલવાનું...

તો આપણા આ અમલને કહેવાય કે આપણે અલ્લાહની સામે સબમિટ થયા.... આપણે આપણી જાતને અલ્લાહને હવાલે કરી દીધી...

 _આ રીતે દરેક કામમાં  અલ્લાહની સામે SUBMIT થવું, તસ્લીમ થવું_ એનું જ નામ ઇસ્લામ,,,,_



 સાચો મુસ્લિમ કોણ ? :
----------------------------

શું એક ડૉક્ટરનો દીકરો ડોક્ટરના ઘરે પૈદા થયો હોવાથી, મતલબ કે એના ડેડી ડૉક્ટર છે એટલે એ પણ ડૉક્ટર કહેવાશે ?

શું એક મૌલાનાનો દીકરો મૌલાનાના ઘરે જન્મ લીધેલો હોવાથી મૌલાના કહેવાશે ?

નહિ ને...!

તો પછી મુસલમાનના ઘરે જન્મ લીધો હોવાથી શું આપણે મુસલમાન બની જઇશું ? નહિ..!

ડોકટર કે મૌલાનાના દીકરાને ડૉક્ટર કે મૌલાના બનવું હોય તો મેહનત કરવી પડશે...!

એવી જ રીતે એક મુસલમાનના ઘરે પૈદા થયેલ શખ્સે મતલબ કે આપણે બધાએ એક સાચા મુસલમાન બનવા માટે પણ મેહનત કરવી પડે કે નહિ..? યસ...!

નહીંતર આપણે ફક્ત નામના જ મુસલમાન કેહવાશું..!

એ મેહનત એટલે શું ? એ મેહનત એટલે જ ઇસ્લામ નો સ્વીકાર, અને અલ્લાહની સામે આપણી જાતને SUBMIT કરવું..., તસ્લીમ થવું


 ટૂંકમાં:

 ઇસ્લામ એટલે અલ્લાહની સામે સબમિટ થવું...

 સબમિટ એટલે અલ્લાહના હુકમોનું પાલન કરવું, ચાહે આપણને એમાં ફાયદો દેખાતો હોય કે નુકસાન...!!

 સાચો મુસ્લિમ એટલે - ઇસ્લામનો સ્વીકાર કરનાર, અલ્લાહની સામે પોતાની જાતને સબમિટ કરનાર...!
----------------------------------

 શું અલ્લાહ ઇસ્લામ સિવાય બીજો કોઈ દીન કબૂલ કરશે ?

ના અલ્લાહ કુરઆને કરીમમાં ઈર્શાદ ફરમાવે છે કે...

જે કોઈ ઇસ્લામ સિવાય બીજા કોઈ દીનની ઈચ્છા રાખતો હશે તો તેના થી તે દીન, તે મઝહબ કબૂલ નહિ કરવામાં આવે... અને કયામતના દિવસે એ નુકસાન ઉઠાવનારમાંથી હશે.... (3 : 85 )


શા માટે અલ્લાહ ઇસ્લામ સિવાય બીજો કોઈ મઝહબ કબૂલ નહિ કરે... અને આપણને કહે છે કે તમારે કયામતમા નુકસાન ઉઠાવવું પડશે જો બીજો કોઈ મઝહબ અપનાવ્યો તો...!

તમે વિચારજો, પેરેન્ટ્સ સાથે પણ discuss પણ કરજો....!


વસ્સલામ..

Lesson - 34 TOPIC : મા બાપ સામે ઉફ્ફ..?

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 29/11/2019

Lesson - 34
--------------------------------

TOPIC :  મા બાપ સામે ઉફ્ફ..?
-----------------------------------



આજે આપણે કઈ સ્ટડી નથી કરવાનું.....! આપણે જસ્ટ વાતો કરીશું... ક્લાસ - ૩ માં MORAL SUBJECT લેવા આવેલા ટીચરે કલાસમાં એન્ટર થતા જ કહ્યું...

તો...????  એમ કહી ને... બધી સ્ટુડન્ટ્સે એવા expression આપ્યા કે આજ તો મર્યા... ઇંગલિશ ગ્રામરના જુના લેસન ૫ વખત લખવા આપી દેશે... ટીચર...! કેમ કે આ ટીચર જ  તો ઇંગલિશ ગ્રામર પણ શીખવાડે છે..!

ચિંતા ન કરો.... ટીચરે કહ્યું... આજે ખરેખર કઈ નથી સ્ટડી કરવાનું....

આજે મારે બસ તમારા બધા સાથે વાતો કરવી છે... !!

બધી સ્ટુડન્ટ્સ એકબીજાની સામે જોવા લાગી... જાણે કઈંક મોજીઝો થયો હોય... ચમત્કાર થયો હોય....

ટીચરે પૂછયું આજે તમે બધા એક એક કરીને મને કહો કે તમારા મમ્મી કે મમ્મી ડેડી બંનેમાં કઈ વાત તમને ખૂબ પસંદ છે....?

દરેક સ્ટુડેંટ્સ એક વાત કહેશે....

બોલો ઝહરા... lets start with you.....

અમમમમમમ...... મારા મમ્મી રોજ મને સારી રીતે તૈયાર કરે છે ... ઝહરા એ કહ્યું...

બતૂલ: મારા મમ્મી ડેડી every sunday અમને ફરવા લઇ જાય છે....

નેહા:   ટીચર..!. મારા મમ્મી મારું ખૂબ ધ્યાન રાખે છે... મને ભૂખ હોય પણ જમવાની આળસ થતી હોય તો મમ્મી પાસે બેસાડીને જમાડે છે.

ઈસ્મત: ટીચર મારા મમ્મી ડેડી બન્ને રોજ મને કોઈ ને કોઈ ઇસ્લામિક સ્ટોરી કહે છે.... they love me so much....

નરજિસ: ટીચર મારા મમ્મી મને હોમેવર્કમાં ખૂબ મદદ કરે છે... અને ડેડી મને ખૂબ પ્યાર કરે છે અને મને સ્પીચની તૈયારી કરવામાં બહુ જ મદદ કરે છે....

ઓકે ઓકે ..મને બહુ જ મજા આવી એ સાંભળીને કે તમારા બધાના મમ્મી ડેડી તમારું લોકોનું ખૂબ ધ્યાન રાખે છે.. તમને ખૂબ પ્યાર કરે છે... RIGHT  ?

હા ટીચર... બધી જ સ્ટુડન્ટ્સનો એક જ અવાજ હતો..

અચ્છા હવે મને એ કહો કોના મમ્મી ડેડી ખરાબ છે.. એને પ્યાર નથી કરતા...?

કલાસરૂમ માં સન્નાટો... બધા જ ચૂપ...!

અચ્છા ખાલી એટલું કહો અને સાચે સાચું કહેજો.... તમારામાંથી કોણ પોતાના મમ્મી પર ગુસ્સો કરે છે અને એના મમ્મીની વાત નથી માનતું ...? જે એવું કરતુ હોય એ હાથ ઊંચો કરે...!

લગભગ બધાએ હાથ ઊંચો કર્યો... કોઈએ બિંદાસ્ત ઊંચો કર્યો તો કોઈએ થોડો નીચો હાથ રાખી ને....

ઓહ્હ્હહ્હ્હહહ.... કેટલી દુઃખની વાત છે નહિ..? ટીચરે કહ્યું.... very sad to know ...!

તમારા બધાના મમ્મી ડેડી તમને પ્યાર કરે છે.... તમારી બધી જરૂરતો પૂરી કરે છે.... તમને ફરવા લઇ જાય છે..  છતાં  તમે એમની વાતો નથી માનતા......... અને તમે એમના પર ગુસ્સો કરો છો

ટીચરે કહ્યું... listen.....! તમને ખબર છે ....! ગુસ્સો કરવો તો દૂર કુરઆનમાં વાલેદૈન એટલે કે મા બાપ સાથે કઈ રીતે behave કરવું એ વિષે શું કહેવામાં આવ્યું છે..?

ના............. બધી સ્ટુડન્ટ્સે એક અવાજ થી કહ્યું....

પરવરદિગારે કુરઆનમાં હુકમ આપ્યો છે કે ...
મા બાપ સાથે નેકી કરો....,
મા બાપની સામે ઉફ્ફ પણ ના કરો....,


ઉફફ એટલે શું...? રાઝિયાએ પૂછ્યું....!

એટલે કે એમની સામે એમને ના ગમે એવા જરા પણ expressions ના આપવા...
કે
એવો એક પણ શબ્દ ન બોલવો જે એમને નાપસંદ હોય...
એમની સામે ગુસ્સો કરવો તો દૂર પણ ગુસ્સા જેવો ચેહરો પણ ના બનાવવો...

બતૂલ.... સોરી ટીચર... આજ થી અમે મા બાપ સાથે એવી જ રીતે behave કરીશું જેવી રીતે behave  કરવાનો અલ્લાહે કુરઆનમાં હુકમ આપ્યો છે....

ગુડ બેટા... but... you should tell sorry to your parents not to me

ઓ......કે ટીચર... thank you..... ટીચર.... બધી સ્ટુડેંટ્સ એક સાથે બોલી........


o...k..... my dear students.... thank  you  all  too ....

ત્યાં જ પીરીયડ પુરા થયા નો બેલ વાગ્યો... એટલે ટીચરે જતા જતા બધા સ્ટુડેંટ્સ ને ફરી પૂછ્યું... કુરાનમાં શું હુકમ છે મા બાપ સાથે behave  કરવા વિષે...

મા બાપ સાથે નેકી કરવી,
એમની સાથે સારું behave કરવું,
અને એમની સામે ઉફ્ફ પણ ન કરવી....
સ્ટુડેંટ્સે   એક સાથે જવાબ આપ્યો...

મા શા અલ્લાહ...and please do that ..... કહીને ટીચર બીજા કલાસ તરફ રવાના થયા..

Lesson - 33 TOPIC : સુરતુલ હમ્દ - પાર્ટ - ૩

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 28/11/2019

Lesson - 33
--------------------------------

TOPIC :  સુરતુલ હમ્દ -  પાર્ટ - ૩

ઈય્યા ક નઅબોદો વ ઈય્યા ક નસ્તઇન...
-----------------------------------

ઈય્યા ક નઅબોદો વ ઈય્યા ક નસ્તઇન...

તરજુમા: અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને અમે ફક્ત તારા થી જ મદદ ચાહીએ છીએ....

આ આયત પેહલાની આયતોમાં અલ્લાહનો ઝિક્ર એવી રીતે કરવામાં આવી રહ્યો હતો કે...

બધી જ તારીફો અલ્લાહે ને માટે છે,.... દુનિયાનો રબ છે,.... જે રહમાન છે,.... જે રહીમ છે,.... જે હિસાબના દિવસનો માલિક છે....

મતલબ કે એ આયતોમાં આપણે એમ નહોતા કેહતા કે તું દુનિયાનો રબ છે, તું રહમાન છે, તું રહીમ છે...

પણ આ આ આયતમાં આપણે અલ્લાહની સામે એવી રીતે ઝિક્ર કરીએ છે કે અમે ફક્ત તારી જ ઇબાદત કરીએ છીએ અને તારા થી જ મદદ માંગીએ છીએ...

એટલે બંદો પેહલાની આયતોમાં અલ્લાહની તારીફ કરતા કરતા એ યકીનની મંઝિલ સુધી પોહચી જાય છે કે હું જે બોલી રહ્યો છો, હું અલ્લાહની જે તારીફ કરી રહ્યો છું એ અલ્લાહ સાંભળી રહ્યો છે.!

યાની બન્દો અલ્લાહ સાથે એવા અંદાજમાં વાત કરે છે કે જાણે હવે એ અલ્લાહની સામે હોય અને અલ્લાહ એની સામે હોય...! જાણે કે હવે અલ્લાહ અને એની વચ્ચે કોઈ પરદો જ ન હોય...!

આ રીતે અલ્લાહ આપણી રૂહને બેદાર કરે છે.. અને કહે છે કે....

અય મારા બંદા જરાક વિચાર તો કર......! તને શરમ નથી આવતી...!

કે તું જે આ દુનિયા માં રહે છો એ દુનિયા મેં બનાવી છે...

આ બધી જ દુનિયાઓ મેં જ બનાવી છે, અને હું જ ચલાવું છું એટલે કે કે તમામ દુનિયાઓ રબ હું છું..!

તને પૈદા મેં કર્યો.. તને રિઝ્ક મેં આપ્યું....

રહમાન હું છું, રહીમ હું છું, એટલે કે તારી પર રહમ કરવાવાળો હું છું, તારા પર દયા કરનાર હું છું....

પછી જયારે તું મરી જઈશ તો હું તને જીવતો કરીશ એટલે કે તારી કયામતના દિવસનો માલિક પણ હું છું.....!

અને છતાં પણ શું તું મારા સિવાય બીજા કોઈની ઇબાદત કરીશ...??? કોઈ બીજાથી મદદ માંગતો ફરીશ...!!

તફસીર માં છે કઈ અલ્લાહ સિવાય કોઈની મદદ ના માંગવાથી મતલબ એ નથી કઈ આપણે અહલેબયતથી મદદ ના માંગીએ....

કેમ કે અહલેબયત ના સદકા માં જ અલ્લાહે આ આખી દુનિયા બનાવી છે....

અલ્લાહે અહલેબય્ત ને ખાસ નેઅમતો આપી છે જેમાં એક નેઅમત એ છે કે અહલેબય્ત અ.સ. પાસે એ હક છે કે લોકોની હાજતો ને પૂરી કરે....*

આપણે અહલેબયત અ.સ.થી મદદ જરૂર માંગવી જોઈએ અને અલ્લાહ પાસે મદદ માંગીએ ત્યારે અહલેબય્ત અ.સ. ના વસીલા થી માંગવી જોઈએ...

કોઈ કહે કે અલ્લાહ તો કહે કે સીધે સીધી મદદ માંગો.. અને તમે અહલે બયત અ.સ. થકી મદદ માંગવાનું કહો છો...

તો જવાબ એ છે કે અલ્લાહની ઓળખ આપણને કોને કરાવી..? આપણી હિદાયત અલ્લાહે કોના થકી કરી..! આપણને ઇસ્લામની તાલીમ કોણે આપી ? બેશક અહલેબય્તે..!

કઈ અલ્લાહે આપણા પર તો વહી નથી ઉતારી.... આપણને કોઈ ફરિશ્તા તો કેહવા નથી આવ્યા કે અલ્લાહની ઇબાદત કરો....

ખુદ અલ્લાહે અહલેબય્ત અ.સ. ને પોતાનો પૈગામ પોહ્ચાડવામાં એક વસીલો બનાવ્યા, એક ઝરીઓ બનાવ્યા...

એટલે આપણે પણ અલ્લાહ સુધી પોહ્ચવા માટે અહલેબયત અ.સ. ને વસીલો બનાવીએ છીએ, એક ઝરીઓ બનાવીએ છીએ..!

એટલે અહલેબય્ત અ.સ. થી મદદ માંગવામાં અને અલ્લાહ પાસે એમના વસીલાથી મદદ માંગવામાં કોઈ એઅતેરાઝ નથી....કોઈ વાંધો નથી...

બલ્કે અલ્લાહનો શુક્ર છે કે આપણને અહલેબય્ત અ.સ. થકી સાચો દીન આપ્યો છે.. જો આપણે અહલેબય્ત અ.સ. ના બતાવેલા રસ્તા પર નહી ચાલીએ તો બરબાદ થઇ જઈશું....

કોઈ શાયર નો શેર છે કે:

વોહ તો કહીએ દામને મૌલા મેરે હાથ આ ગયા...
વરના હર આલમ મેં હોતી ઐસી રૂસ્વાઇ કે બસ.....!!!

વસ્સલામ...

Lesson - 32 Topic: ISLAMIC MORAL STORY

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 27/11/2019

Lesson - 32

-------------------------------------------------

Topic: ISLAMIC MORAL STORY  નાસિર... ખરેખર નાસિર...!!!

--------------------------------------------


8 .00 વાગી ગયા.. નાસિર હજી ઘરે નથી આવ્યો...

રોજ તો 7 .30 સુધી આવી જાય છે...

નાસિરની મમ્મીને થયું કદાચ ટીચર extra class લઇ રહ્યા હોય.. ટીચરને કોલ કર્યો..

ટીચરે કહ્યું ક્લાસ પૂરા થઇ ગયા છે.. બધા બાળકો ઘરે જવા માટે નીકળી ગયા છે... નાસિર પણ નીકળી ગયો છે...

કેટલા વાગે ..?

રોજના સમયે જ 7 .15

નાસિરની મમ્મીની ચિંતામાં વધારો થઇ ગયો....

આસિફના ઘરે કોલ કર્યો... આસિફ પણ ઘરે પોહચી ગયો છે...

બીજા પણ બે ફ્રેન્ડસના ઘરે કોલ કર્યા... એ લોકો પણ ઘરે પોહચી ગયા...

જોતા જોતા... 8 .15 થઇ ગયા... નાસિરનો પતો નથી...

નાસિરના મમ્મીથી હવે વધારે wait કરવું પોસિબલ નોહ્તું .. રિદા પહેરી... ઘર લોક કર્યું...બાજુના ઘરે સિદ્દિકા આપાને કહેતા ગયા.. નાસિર આવે તો મને કોલ કરજો...

મનમાં ગુસ્સો પણ હતો... અને ગભરાહટ પણ..!

થોડે દૂર ગયા હશે કે સિદ્દિકા આપાનો કોલ આવ્યો... નાસિર આવી ગયો છે...

નાસિરના મમ્મી ઘર તરફ પાછા વળ્યાં... એની feelings નો અંદાજો લગાવવો મુશ્કિલ હતો...

ખબર નહોતી પડતી .. ઘરે પોહચીને નાસિર પર ગુસ્સો કરશે કે એને ગળે લગાડી લેશે ને પ્યાર કરશે...

પણ... ઘરે પોહ્ચ્યા ... ત્યાં સુધીમાં માઈન્ડ શાંત પડી ગયું.. વિચાર્યું.. શાંતિ અને ધીરજથી પૂછીશ નાસિરને કે કેમ late થયું આટલું બધું...

પણ આ તરફ નાસિર પોતે જ આજે જે બન્યું એ કેહવા માટે ઉતાવળો હતો..... એને વિશ્વાસ હતો... આજે એણે જે કર્યું છે એ મમ્મી ડેડી ને જરૂર પસંદ આવશે...

બસ જેવું મમ્મીએ લોક ખોલ્યું, બંને ઘરમાં દાખલ થયા એટલે નાસિરે કહ્યું.. મમ્મી કાલે મને ટ્યૂશનની fees  ફરી વખત આપવી પડશે તમારે...

કેમ બેટા .. આજે તો લઇ ગયો હતો fees ? શું ટીચર એડવાન્સમાં fees માંગે છે ?

ના મમ્મી...

આજે અઝીઝ અને હું જયારે ટ્યૂશનમાં સાથે જઈ રહ્યા હતા.... ત્યારે અઝીઝ થોડો ઉદાસ દેખાયો...

મેં અઝીઝ ને કારણ પૂછ્યું, એ share નહોતો કરતો, જયારે મેં બહુ પૂછ્યું ત્યારે એણે કહ્યું... ઘરમાં પૈસાની તકલીફ છે... એકબાજુ ટ્યૂશન fees આપવાની છે... બીજી બાજુ દીદીની તબિયત ખરાબ છે....

ડૉક્ટર કહે છે.. ડેન્ગ્યુ હોઈ શકે.... બ્લડ રિપોર્ટ કરાવો પડે, અને પછી કદાચ એડમિટ પણ કરવી પડે...

એટેલ મેં એને કહ્યું ચિંતા ના કર... ઈન શા અલ્લાહ કામ આસાન થઇ જશે...

એટલે મેં આજે ટીચરને fees ન આપી..

ટ્યૂશન પછી હું અઝીઝ સાથે એના ઘરે ગયો... એના મમ્મી, સિસ્ટર અને અમે બધા ઓટો કરીને હોસ્પિટલ ગયા... રિપોર્ટ્સ પણ કરાવ્યા....

અલ્લાહનો શુક્ર છે... counts બહુ ઓછા નથી એટલે એડમિટ કરવાની જરૂર ન પડી... ડોક્ટરે કહ્યું દવાઓથી સારું થઇ જશે ઈન શા અલ્લાહ....

fees ના પૈસા મેં અઝીઝને આપી દીધા... મેડિકલ ખર્ચ માટે.....

નાસિરની મમ્મીની આંખોમાથી દર્દ છલકાયું.... એને ખબર હતી... અઝીઝના ડેડી નો ઈનતેકાલ હમણાં થોડા સમય પેહલા જ થયો છે... પણ એ ખબર નોહતી કે એમની situation આટલી ખરાબ છે કે મેડિકલ અને fees ના પૈસા પણ નહિ હોય એમની પાસે...

નાસિરને કહ્યું.. ફિકર નહિ બેટા..કાલે તારી fees પણ આપીશ અને અઝીઝની પણ.... ડેડીને હું વાત કરીશ.. એને પણ તારા આ નેક અને સાલેહ અમલથી ખુશી થશે.....

પણ બેટા એ તો કહે કે તારા દિલમાં આટલી હમદર્દી કઈ રીતે પૈદા થઇ અઝીઝ માટે....

નાસિરે કહ્યું... કાલે જ તો તમે મને એક કિતાબમાંથી  બે હદીસ વાંચીને સમજાવ્યું હતું કે

"ઇન્સાન પાસે પોતાની જરૂરત કરતા વધારાની જે દૌલત હોય એ દૌલતને પોતાની ના સમજે પણ એ દૌલત એના પાસે એવા લોકોની અમાનત છે જેને એની જરૂર છે, જે હક્કદાર છે..." (હદીસનો મફહૂમ)

અને "બેહતરીન માલ એ છે કે જે અલ્લાહની રાહમાં ખર્ચ થઇ જાય"

હા બેટા.. બેશક.. અને આ હદીસો ફક્ત સાંભળવા માટે નથી હોતી.. મને બહુ ખુશી છે કે તું સાંભળીને એના પર અમલ પણ કરી રહ્યો છે.... મા શા અલ્લાહ... ચાલ બેટા હવે નમાઝ પડી લે અને હોમવર્ક કરી લે.

અને મમ્મીએ મનમાં કહ્યું નાસિર તું તો ખરેખર નાસિર છે... અલ્લાહ તને ઇમામના નાસિરો માં પણ શુમાર કરે....

WASSALAAM...

Lesson - 31 Topic: એહકામ INTRODUCTION part-2

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS
Date 26/11/2019
Lesson - 31
-------------------------------------------------
Topic: એહકામ INTRODUCTION part-2
--------------------------------------------

ગઈકાલે સવાલ એ હતો કે એહકામ જાણવા હોય તો કોની પાસેથી જાણીએ શકીએ ? હદીસ અને કુરઆનનું detail માં ઈલ્મ કોના પાસે હોય છે ?

તો જવાબ એ છે કે મુજ્તહીદ અને મરજએ તકલીદ પાસે કુરાન અને હદીસોનું ઈલ્મખૂબ detail માં હોય છે અને એના આધારે એ આપણને જણાવી શકે કે આ બાબતમાં અલ્લાહનો હુકમ શું છે ?

FOR EXAMPLE મર્જએ તકલીદ આપણને જણાવી શકે કે નમાઝનો તરીકો શું છે, નમાઝના timings શું છે, રોઝા ના એહકામ શું છે ? ખુમ્સ ના એહકામ શું છે વગેરે....! અને હા..... મર્જએ તકલીદ આપણને જે પણ હુકમ આપે છે એ કુરઆન અને હદીસની રોશનીમાં જ હોય છે નહિ કે પોતાના મનના વિચારો...

મરજએ તકલીદ આપણને જે હુકમ આપે એનું પાલન કરવું, એ પ્રમાણે અમલ કરવો એને તકલીદ કરી કહેવાય.

મતલબ કે જેવી રીતે અલ્લાહના હુકમો પર અમલ કરવો વાજીબ છે એવી રીતે તકલીદ પણ વાજીબ છે, કેમ કે તકલીદ વગર ન તો આપણે અલ્લાહના હુકમોને જાણી શકીશું, અને જો અલ્લાહના હુકમો જાણી નહિ શકીએ તો અમલ કઈ રીતે કરી શકીશું ?

પણ.... આ તો આપણે અકલ થી વિચાર્યું કે તકલીદ વાજીબ છે...

શું કુરઆનમાં પણ ક્યાંય એવો હુકમ છે કે તકલીદ વાજીબ છે ! એટલે કે તમને ઈલ્મ ન હોય તો બીજાને પૂછો.. એવો હુકમ કુરઆનમાં પણ ક્યાંય છે ?

હા...... અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરઆને કરીમ માં ઈર્શાદ ફરમાવે છે કે:

فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِنْ كُنْتُمْ لَا تَعْلَمُونَ

ફસઅલુ અહલઝઝીક્ર ઈન કુન્તુમ લા તઅલમૂન

એટલે કે

"તો પછી તમે ન જાણતા હો તો એવા લોકોને પૂછો જે જાણતા હોય.."  (સૂરે અંબિયા આયાત - 7 ).

મતલબ કે કુરઆને  પણ આ રીતે તકલીદ કરવાનો હુકમ આપ્યો છે.

મરજએ તકલીદ:

જેની તકલીદ કરવામાં આવે એમને મરજએ તકલીદ કહેવાય.

અત્યારે હાલના સમયમાં મરજએ તકલીદ કોણ છે ?

હાલના સમયમાં મશહૂર મરજએ તકલીદ સૈયદ આયતુલ્લાહ અલી હુસૈન સીસ્તાની છે જે નજફ, ઇરાકમાં છે, અને સૈયદ આયતુલ્લાહ અલી ખામેનાઈ છે, જે ઈરાનમાં છે.

મુકલ્લીદ કોને કહેવાય ?

તકલીદ કરનારને મુકલ્લીદ કહેવાય, જેમ કે આપણે આયતુલ્લાહ સૈયદ અલી હુસૈન સીસ્તાની સાહેબ ની તકલીદ કરતા હોઈએ તો આપણે એમના મુકલ્લીદ છીએ એવું કહેવાય   ..!

આપણે એહકામ અને તકલીદ વિષે તો સમજી ગયા....પણ એહકામના types શું છે.. મતલબ કે એહકામમાં એ તો હોવું જોઈએ શું કરવું, શું ના કરવું, શું કરીએ તો સવાબ, શું કરીએ તો અઝાબ વગેરે... અને એને જ કહેવાય છે એહકામ ના types એટલે કે એહકામના પ્રકાર...

તો જાણીએ એહકામના main types - 5 છે !

વાજીબ એટલે કે એવા અમલ જે કરવા compulsory છે, ફરિજયાત, કરીશું તો અલ્લાહ સવાબ આપશે, પણ નહિ કરીએ તો એની સઝા છે, અઝાબ છે. example પેરેન્ટ્સ પાસેથી જાણો...

હરામ - એટેલ કે એવા અમલ થી દૂર રહેવું compulsory છે, ફરજિયાત છે, જો એ અમલ કરીશું તો અલ્લાહ સઝા કરશે, અઝાબ આપશે.  example પેરેન્ટ્સ પાસેથી જાણો...

મુસ્તહબ: એટલે કે એવા અમલ જે કરીશું તો અલ્લાહ સવાબ આપશે પણ નહિ કરીએ તો કોઈ સજા કે અઝાબ નથી... example પેરેન્ટ્સ પાસેથી જાણો...

મકરૂહ: એટલે એવા અમલ કે જે કરીએ તો કોઈ સવાબ કે ગુનાહ નથી, પણ ન કરીએ તો બેહતર છે, (અને મકરૂહ અમલ ક્યારેક ક્યારેકથઇ જાય તો ઠીક પણ વારં વાર તો ન જ કરવા જોઈએ... કેમ કે અલ્લાહે એ અમલ માટે ના કરો તો બેહતર છે એવો હુકમ આપ્યો છે.) example પેરેન્ટ્સ પાસેથી જાણો...

મુબાહ: એટલે કે એવા અમલો કે જે કરો કે ન કરો ... એમાં કોઈ સવાબ પણ નથી અને કોઈ ગુનાહ પણ નથી.... example પેરેન્ટ્સ પાસેથી જાણો...

વસ્સલામ

Lesson - 30 Topic: એહકામ INTRODUCTION

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS
Date 25/11/2019
Lesson - 30
-------------------------------------------------
Topic: એહકામ INTRODUCTION
--------------------------------------------

શું તમને સવાલ થાય છે કે એહકામ એટલે શું ?

એહકામ એટલે અલ્લાહના હુકમો...!!!

તો શું અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે ?

જી .. હા..... અલ્લાહના હુકમોનું પાલન કરવું દરેક ઇન્સાન પર વાજીબ છે...

પણ ક્યારે...?

GIRLS માટે ૯ વર્ષ પુરા થાય ત્યારથી અને BOYS માટે ૧૫ વર્ષ પૂરા થાય ત્યારથી અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ થઇ જાય છે.

આ વર્ષ ENGLISH નહિ પણ ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે ગણવાના હોય છે. જેને MOON YEAR પણ કહેવાય છે.

તો અગર ઇન્સાન પર અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે તો આપણે અલ્લાહના હુકમોનું પાલન કેવી રીતે કરી શકીએ ?

જો આપણે અલ્લાહના હુકમોનું પાલન કરવા ઇચ્છતા હોઈએ તો સૌથી પેહલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અલ્લાહનો હુકમ છે શું ? અલ્લાહ આપણી પાસેથી શું ચાહે છે ?

એનો મતલબ કે પહેલું સ્ટેપ અલ્લાહના હુકમો જાણવાનું છે.. કેમ કે શું અલ્લાહના હુકમો જાણ્યા વગર આપણે એના હુકમો પર અમલ કરી શકીશું ? ના...

તો એનો મતલબ એમ થયો કે જેવી રીતે અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે તેવી રીતે એનું જાણવું પણ વાજીબ છે...!

તો ઇસ્લામિક STUDIES માં અલ્લાહના હુકમોને જાણવા, સમજવા માટેનો જે SUBJECT છે એને એહકામ કહેવામાં આવે છે.

તો હવે પહેલો સવાલ એ છે કે... આપણે એ હુકમો જાણવાનું શરુ ક્યારથી કરીએ ? આપણા પર એ હુકમો વાજીબ થઇ જાય પછી કે પેહલે થી જ થોડું થોડું જાણવાનું શરુ કરી શકીએ ..!

પેહલે થી જ ને..!

હવે બીજો અને વધારે IMPORTANT સવાલ...!!!

આપણે એ એહકામ એટલે કે અલ્લાહના હુકમો કેવી રીતે જાણી શકીએ ?

તો એનો જવાબ એ છે કે અલ્લાહના હુકમો તો અલ્લાહ જ જણાવી શકે ?

તો શું અલ્લાહે ક્યાંય એના હુકમો બયાન કર્યા છે ? કે ઇન્સાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વગેરે ?

હા... જરૂર... અલ્લાહે કુરઆને મજીદમાં બધા હુકમો બયાન કર્યા છે... અને મઅસૂમીન અ.સ. ની હદીસોમાં પણ અલ્લાહના હુકમોનું બયાન થયું છે..!

તો મતલબ એ કે જો આપણે અલ્લાહના હુકમો જાણવા હોય તો આપણી પાસે કુરઆનનું ઈલ્મ ખૂબ ખૂબ DETAILS માં હોવું જોઈએ અને સાથે સાથે મઅસૂમીન અ.સ.ની હદીસોનું ઈલ્મ પણ ખૂબ DETAILS માં હોવું જોઈએ...! .....RIGHT ?

તો જ આપણે જાણી શકીએ ને કે અલ્લાહના હુકમો શું છે...? અને આપણે કેવા અમલ કરવા જોઈએ અને કેવા અમલથી દૂર રેહવું જોઈએ..?

તો પછી યા તો આપણે એટલું બધું DETAIL માં ઈલ્મ હાંસિલ કરવું પડે અને યા તો આપણે એ લોકોને પૂછવું પડે જેને કુરઆન અને હદીસોનું DETAIL માં ઈલ્મ છે કે અમને કહો કે અલ્લાહના હુકમો શું છે ?

તો એ લોકો કોણ કે જેમને કુરઆન અને હદીસનું DETAIL માં ઈલ્મ છે ? અને આપણે જેમને અલ્લાહના હુકમો વિષે પૂછી શકીએ  ? ...... આ સવાલનો જવાબ તમે વિચારજો, તમારા PARENTS સાથે DISCUSS કરજો ઈન શા અલ્લાહ આવતી કાલના લેસનમાં આ વિષે ચર્ચા કરીશું...

TO BE CONTINUED IN SHA ALLAH...
વસ્સલામ

Lesson - 29 Topic: હઝરતે આદમ અ.સ.

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

ISLAMIC DARS FOR KIDS

Date 23/11/2019


Lesson - 29
------------------------------------------------------------------------------
Topic: હઝરતે આદમ અ.સ.
-------------------------------------------------------------------------------

અલ્લાહે હઝરતે આદમ અ.સ. ને બનાવવા પહેલા ફરિશ્તાઓને કહ્યું કે હું જમીન પર મારો એક ખલીફા મોકલવાનો છું, એટલે કે મારા તરફથી કોઈને જમીન પર મોકલીશ...

આ સાંભળીને ફરીશ્તાઓએ કહ્યું કે અય અલ્લાહ... એ તો જમીન પર જઈને ઝગડાઓ કરશે, ફસાદ કરશે... અને અમે તારી તસબીહ પડીએ છીએ.. તારી હમ્દ - તારીફ કરીએ છીએ..!

તો ખબર છે અલ્લાહે શું કહ્યું ? અલ્લાહે કહ્યું જે હું જાણું છે એ તમે લોકો નથી જાણતા..!

પછી અલ્લાહે માટીમાંથી હઝરતે આદમ અ.સ. ને પૈદા કર્યા....

અલ્લાહે હઝરતે આદમ અ.સ.માં અહલેબય્ત અ.સ.નું નૂર રાખ્યું હતું... એટલે કે હઝરતે આદમ અ.સ.ની નસ્લથી જ આપણા પયગંબર સ.અ.વ. અને એમની અહલેબય્ત અ.સ. પૈદા થવાના હતા...

હજી હઝરતે આદમ અ.સ.માં જીવ નહોતો.. મતલબ કે એમાં રૂહ નહોતી....

એટલે અલ્લાહે ફરીશ્તાઓને કહ્યું કે જયારે હું આમાં રૂહ ફૂંકું ત્યારે તમે બધા જ સજદામાં જતા રહેજો.... અલ્લાહે એહલેબયતના નૂરની તાઝીમ (respect) માટે સજદો કરવાનું કહ્યું હતું.

અને જયારે અલ્લાહે રૂહ ફૂંકી ત્યારે બધા જ સજદામાં જતા રહ્યા પણ ઇબ્લીસ એટલે કે શૈતાન સજદામાં ના ગયો...!

ખબર છે શૈતાન શા માટે સજદામાં ન ગયો અને એણે અલ્લાહને શું કહ્યું ..?

એણે અલ્લાહને કહ્યું કે તે મને આગથી બનાવ્યો છે અને આ આદમને તો તે માટીથી બનાવેલ છે.....

અને આગ તો માટી કરતા અફઝલ છે... better છે....! માટે હું આ માટીના પૂતળાની respect માટે સજદો ન કરું...!

એટલે કે શૈતાને તક્બ્બુર કર્યું.... ઘમન્ડ કર્યો....!

શું અલ્લાહને તક્બ્બુર પસંદ છે ? નહિ...! અલ્લાહને તક્બ્બુર કરનાર બિલકુલ પસંદ નથી... એટલે  અલ્લાહે એને પોતાની બારગાહમાંથી કાઢી મુક્યો..

તફસીરમાં છે કે ઇબ્લીસ  ખરેખર ફરિશ્તાઓમાંથી નહોતો, પણ જિન્નાતોમાથી હતો...

પણ એણે અલ્લાહની બહુ એટલે બહુ જ ઇબાદત કરી હતી... માટે અલ્લાહે ઇબ્લીસને ફરિશ્તાઓની line માં જગ્યા આપી દીધી... ફરિશ્તાઓનો મર્તબો આપી દીધો હતો...

પણ અલ્લાહે જયારે ઇબ્લીસને પોતાની બારગાહમાંથી નીકળી જવાનો હુકમ આપ્યો...
ત્યારે તેણે અલ્લાહ પાસે મોહલત માંગી કે મને મોહલત આપ કે હું ઇન્સાનોને બહેકાવું, નેકીઓથી રોકુ અને બુરાઈ તરફની દાવત આપું...! અને અલ્લાહે એને મોહલત આપી...

આ તરફ અલ્લાહે હઝરત આદમ અ.સ. ને પંજેતનનાં નૂરના નામો શીખવ્યા... એટલે કે અલ્લાહે પંજેતન  અલયહીમુસ્સલામનું નૂર હઝરતે આદમ અ.સ.ની પણ પેહલા બનાવ્યું હતું...!

પછી અલ્લાહે હઝરતે આદમ અ.સ. અને જનાબે હવ્વા ને કહ્યું હતું કે જન્નતમાં બધું જ ખાજો પીજો પણ કોઈ એક ઝાડ અલ્લાહે કહ્યું હતું એની પાસે ન જતા...

પણ શૈતાન હઝરતે આદમ અ.સ. ને ધોકો આપીને, cheating કરીને એ ઝાડ પાસે લઇ ગયો...!!

જો કે હઝરતે આદમ અ.સ. એ ઝાડ પાસે ગયા એ ગુનાહ નહોતો ..પણ એને તર્કે અવ્લા કહેવામાં આવે છે....

તર્કે અવ્લા એટલે ગુનાહ નહિ પણ જે બેહતર હોય એ છોડી દેવું એવો મતલબ થાય છે...

જેમ કે એક બાળકને એના મમ્મી એમ કહે કે ચોકલૅટ નહિ ખાવાની બેટા.... છતાં એ બાળક ચોકલેટ ખાય (અને એ પણ જાણી જોઈને નહિ પણ એને કોઈ ધોકાથી ખવરાવી દે..!) તો એ તર્કે અવ્લા કયું કહેવાય..)  મતલબ કે ચોકલેટ ખાવી ગુનાહ નથી... પણ કેમ કે મમ્મીએ ના પાડી હતી એટલે ન ખાવી બેહતર હતી..

પછી અલ્લાહે હઝરતે આદમ અને જનાબે હવ્વા બંનેને દુનિયામાં મોકલ્યા...

પણ અલ્લાહે દુનિયામાં બંનેને અલગ અલગ જગ્યાએ મોકલ્યા હતા...

પછી હઝરતે આદમ અ.સ. એ અલ્લાહથી દુઆએ કરી અને અલ્લાહે એમની દુઆ કબૂલ કરી અને એમને જનાબે હવ્વાથી મેળવી દીધા....  અને બંને દુનિયામાં રહેવા લાગ્યા.


વસ્સલામ......


----------------------------------