Friday, December 6, 2019

Lesson - 40 - ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities

 بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 06/12/2019

Lesson - 40
----------------------------------------
TOPIC :  *ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities*----------------------------------------

આજે જુમ્મા છે.... જુમ્માના દિવસે *ઇમામે ઝમાના  અ.ત.ફ.શ.*   ને ખાસ યાદ કરવાની તાકીદ છે...!

આમ તો આપણે ઇમામે ઝમાના  અ.ત.ફ.શ. ને *રોજ યાદ કરવા જોઈએ..! હર પળ...!*

*ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા... કોઈ પણ કામ કરતા.... ટ્રાવેલ કરતા.... every time ... every moment આપણે ઇમામને યાદ કરતા રહેવા જોઈએ...*

શા માટે ?

કેમ કે ઇમામ... આપણા પર *આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે મહેરબાન છે... ઇમામ આપણને આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે ચાહે છે....!*

આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ... અને અગર આપણે આપણા પેરેન્ટ્સ થી જુદા પડી જઈએ.... તો જ્યાં સુધી આપણે એમને શોધી ના લઈએ આપણને ચૈન પડશે ? નહિ ને...!

આપણે હર ઘડી અને હર પળ.. આપણા પેરેન્ટ્સને મળવા માટે બેચૈન રહીશું કે નહિ...!

આપણી બધી...જ કોશિશો એ માટે જ હશે ને કે ગમે તેમ કરીને હું મારા પેરેન્ટ્સને શોધી લઉં અને એમના સુધી પોહચી જાવ..! હા... ચોક્કસ... એવી જ કોશિશો હશે...

તો આપણા પેરેન્ટ્સને શોધવા અને એમના સુધી પોંહચવું એ આપણી ઝિમ્મેદારી થઇ જશે કે નહિ...? હા..!

*તો જ્યારે આપણા ઇમામ આપણી નઝરોથી ગાએબ છે... તો એ situation માં પણ આપણી ઝિમ્મેદારી છે કે નહિ કે આપણે એવી કોશિશો કરીએ કે જેથી આપણે ઇમામ સુધી પોહચી જઈએ..* બેશક છે...

જો આપણે એ ઝિમ્મેદારીઓ પૂરી કરીશું તો આપણે ઈન શા અલ્લાહ... *આપણા ઇમામ સુધી પોહચી શકીશું, અને ઈમામનો કરમ થાય તો કદાચ આપણને ઈમામની મુલાકાત પણ નસીબ થાય, અને ઈમામનો ઝહૂર પણ નજદીક થાય..*

તો એ કઈ ઝિમ્મેદારીઓ છે... જે ઈમામની ગયબતમાં આપણે અદા કરવી જોઈએ.... જેથી આપણે ઇમામ સુધી પોહચી શકીએ..... અને જેથી ઇમામ આપણાથી ખુશ થાય....!

***************

આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી મૂસવી ઈસ્ફેહાની એ એક કિતાબ લખી છે.....

*મિકયાલુલ મકારીમ* 
કિતાબનું પૂરું નામ છે - *મિકયાલુલ મકારીમ ફી ફવાએદીદ્ દોઆ એ અલ કાએમ*

આ કિતાબના નામનો meaning આપણે આસાન લફઝોમાં કરવો હોય તો એમ કહી શકીએ કે....

*ઇમામે ઝમાના અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે આપણા morals ને complete કે perfect બનાવી શકીએ....* 



મતલબ કે ઇમામે ઝમાના અ.ત.ફ.શ.  માટે દોઆ કરીને આપણે કઈ રીતે એક perfect મોમીન બની શકીએ..

આ કિતાબમાં આયતુલ્લાહે *80 ઝિમ્મેદારીઓ* describe કરી છે કે .... ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની  ગયબતમાં આપણી શું શું ઝિમ્મેદારીઓ છે...!

કોશિશ કરીશું ઈન શા અલ્લાહ.. આપણે  આમાંથી કેટલીક ઝિમ્મેદારીઓ પર આ સિરીઝમાં દર જુમ્માના discussion કરીશું...

ઈન શા અલ્લાહ...

વસ્સલામ


--------------------------------------------------------

No comments:

Post a Comment