Tuesday, December 24, 2019

Lesson - 39 TOPIC : સુરતુલ હમ્દ - પાર્ટ - 4

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

SALEH KIDS

ISLAMIC DARS FOR KIDS

Date 05/12/2019

Lesson - 39
----------------------------------------
TOPIC :  સુરતુલ હમ્દ -  પાર્ટ - 4
----------------------------------------


એહદેનસ્સેરાતલ મુસ્તકીમ
-----------------------------------
તરજુમા: અમો ને સીધા રસ્તા પર કાએમ રાખ...
----------------------------------------------------------


પેહલા આપણે આ અગાઉની આયતોના તરજુમા પર જરા એક નઝર નાખીશું ?

બધી જ તારીફો અલ્લાહને માટે છે..

જે રહમાન અને રહીમ છે...

જે કયામતના દિવસનો માલિક છે....

અમે તારી જ ઈબાદત કરીએ છીએ અને તારી જ મદદ માંગીએ છીએ.....

તો આપણે જોયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા.. પોતાની તારીફ બાદ આપણને શું તાલીમ આપે છે..?

અલ્લાહ આપણને એવી તાલીમ આપે છે કે આપણે ફક્ત અલ્લાહની જ ઈબાદત કરીએ અને ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગીએ.....

હવે જયારે મદદ માંગવાની વાત આવે છે ત્યારે અલ્લાહ આપણને શું શીખવે છે....?

શું અલ્લાહ એ શીખવે છે કે મદદમાં શું માંગો..?

શું આ આયતમાં અલ્લાહ આપણને કોઈ મોટી મોટી માલ દૌલત કે દુનિયાની કોઈ ચીઝની મદદ માંગવાની તાલીમ આપે છે ?

ના... આ આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને શીખવે છે કે.....

એહદેનસ્સેરાતલ મુસ્તકીમ ,  એટલે કે અમને સીધા રસ્તા પર, સાચા રસ્તા પર, હકક રસ્તા પર કાએમ રાખ....

તો અહીંયા બે સવાલ આવે છે આપણા માઈન્ડમાં ..

1  ) સીધો રસ્તો એટલે શું ?

2  )શું આપણે સીધા રસ્તા પર છીએ ખરા ? કેમ કે આપણે અલ્લાહથી એવી દુઆ કરીએ છીએ કે અમને સીધા રસ્તા પર કાએમ રાખ... નહિ કે સીધા રસ્તા તરફ લઇ જા...

ચાલો બન્નેના જવાબ જોઈએ..

1 ) સીધો રસ્તો એટલે શું ?

સીધો રસ્તો એટલે અલ્લાહે બતાવેલ રસ્તો, અલ્લાહની ઈબાદત અને ઇતાઅતનો રસ્તો... અલ્લાહની ફરમાબરદારીનો રસ્તો...

2  ) શું આપણે સીધા રસ્તા પર છીએ ખરા ?

હા... આપણે ઉપરની આયતોમાં અલ્લાહની તારીફ કરી, અલ્લાહને રહમાન માન્યો, રહીમ માન્યો, કયામતના દિવસનો માલિક માન્યો... અને કહ્યું કે યા અલ્લાહ અમે તારી જ ઈબાદત કરીએ છીએ...!

તો અલ્લાહની તારીફ, અલ્લાહ પર ઈમાન, અલ્લાહની ઈબાદત કરવાનો ઈકરાર...! શું આ સીધો રસ્તો નથી...! શું આ સાચો રસ્તો નથી..?

બેશક છે..!

એટલે જ અલ્લાહ દુઆ ની શકલમાં આપણને સીધા રસ્તા પર કાએમ રેહવાની દુઆની તાલીમ આપે છે...

શું આપણે NOTICE કર્યું કે....

સીધા રસ્તાનું ઇમ્પોર્ટન્સ એટલું બધું છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાને કરીમમાં જે સૌથી પેહલી જ દોઆ આપણને શીખવે છે એ કઈ છે....? એ છે સીધા રસ્તા પર કાએમ રેહવાની, બાકી રેહવાની દોઆ...


સેરાતલ લઝીન અનઅમ્ત અલૈહિમ..
------------------------------------------

એટલે  કે...

અય અલ્લાહ....

અમને એવા લોકોના રસ્તા પર કાએમ રાખજે કે....

જેના પર તે તારી નેઅમતો નાઝીલ કરી છે...

તું જેના થી ખુશ છે... જે તારી કરીબ છે...

ખરેખર એવા એવા લોકો એટલે કોણ...? એવા લોકો એટલે પયગંબર સ.અ.વ. અને એમની અહલેબય્ત અ.મુ.સ.

એટલે આપણે અહીંયા શું દુઆ કરીએ છીએ...

આપણે દુઆ કરીએ છીએ કે યા અલ્લાહ અમને અહલેબય્ત અ.મુ.સ. ના રસ્તા પર બાકી રાખજે....

ગયરીલ મગઝૂબે અલૈહિમ વ લઝઝાલ્લીન...
------------------------------------------------------

એટલે કે અમે દુઆ કરીએ છીએ કે....

યા અલ્લાહ... અમે ક્યાંક એવા લોકોના રસ્તા પર ન જતા રહીએ કે જે લોકો પર તારો ગઝબ નાઝીલ થયો હોય...

એટલે કે જેના પર તું ગુસ્સે થયો હોય... અને જેઓ સચ્ચાઈની રાહથી તારી ઈબાદતની રાહ થી ... અહલેબય્ત અ.મુ.સ.ની રાહ થી ભટકી ગયેલા હોય...

મતલબ કે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે યા અલ્લાહ અમે ક્યાંક એવા ન થઇ જઈએ કે અમે તારી નાફરમાની કરવા લાગીએ.... અને તારા ગુસ્સાના શિકાર બની જઈએ.....!

વસ્સલામ

No comments:

Post a Comment