Tuesday, December 24, 2019

LESSON 53 - એક કિસ્સો અને મોહસિનમાં ચેન્જ

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 21/12/2019

------------------------------------------
LESSON 53 - એક કિસ્સો અને મોહસિનમાં ચેન્જ
---------------------------------------------

મોહસિન રઝા ..! એક હેલ્પ કરીશ...? બેટા થોડી વાર મિલ્કનું ધ્યાન રાખીશ ... ઉભરાઈ ન જાય... હું ત્યાં સુધી નીચે જઈને આવું... શાકભાજીની લારી આવી છે...

મોહસિન મોબાઈલમાં ગેઈમ રમી રહ્યો હતો.. તેણે તેના મમ્મીની વાત સાંભળી જ નહોતી

બીજી વખત તેના મમ્મીએ કહ્યું... પણ મોહસિન ગેઈમમાં ખૂબ જ તલ્લીન હતો...

ત્રીજી વખત પણ કહ્યું પણ મોહસિને ન જ સાંભળ્યું...

મોહસિનના મમ્મીએ એ વખતે તેને કઈ ના કહ્યું.. પણ રાત્રે સૂતી વખતે મોહસિનને એક કિસ્સો કહ્યો....!

અને એ કિસ્સાની મોહસિન પર એવી અસર થઇ કે મોહસિન એ પછીથી તેના મમ્મીને અને ઘરમાં બધાને દરેક કામમાં મદદ કરવા લાગ્યો...

શું તમે પણ જાણવા માંગો છો એ કિસ્સો કયો હતો...?

ઈબ્ને અબ્બાસથી રિવાયત છે... કે એક દિવસ હું ઇમામે હસન અ.સ. સાથે મસ્જીદુલ હરામમાં બેઠો હતો... મોહસિનના મમ્મીએ કિસ્સો.... શરુ કર્યો..!

મસ્જીદુલ હરામ એટલે કઈ મસ્જિદ મમ્મી..? મોહસિને પૂછ્યું..!

મસ્જીદુલ હરામ એટલે ખાન એ કાબા જ્યાં આવેલું છે ને... ત્યાં... ખાન એ કાબાની આસપાસની ફરતી જગ્યાને મસ્જીદુલ હરામ કહેવામાં આવે છે... ત્યાં નમાઝ પાડવાનો અને ઈબાદત કરવાનો ખૂબ સવાબ છે...

કિસ્સાને આગળ વધારતા મોહસિનના  મમ્મીએ કહ્યું.. કે ઇમામ અ.સ. એ વખતે મસ્જિદમાં એઅતેકાફમાં હતા... એઅતેકાફ એટલે ખબર છે ને..?

હા મમ્મી... મોહસિને કહ્યું.. એઅતેકાફ એટલે માહે રમઝાનમાં ઈબાદત કરવા માટે રાત દિવસ મસ્જિદમાં જ રોકાઈ જઈએ એ જ ને...!

હા. બેટા... રાઈટ  ... વેરી ગુડ...

અને એ સમયે એક વખત ઇમામ હસન અ.સ. જયારે ખાન એ કાબાનો તવાફ કરી રહ્યા હતા...

ત્યારે એક માણસ ઇમામ અ.સ. પાસે આવ્યો...

અને કહ્યું કે અય ફરઝંદે રસૂલ (સ.અ.વ.) ! હું ખૂબ મકરૂઝ થઇ ગયો છું ..!

મકરૂઝ એટલે કરઝદાર ને  મમ્મી..! મોહસિને વચ્ચે થી પૂછ્યું...

હા બેટા.. મકરૂઝ એટલે કરઝદાર.. આપણે કોઈની પાસેથી ઉછીના પૈસા લીધા હોય તો જ્યાં સુધી ચૂકવીએ નહિ આપણે કરઝદાર કે મકરૂઝ કહેવાઈએ...

તો એ માણસે ઇમામ અ.સ. ને રિકવેસ્ટ કરી કે પોસિબલ હોય તો મારુ કરઝ અદા કરાવી આપો....

આ રીતે એ માણસે ઇમામ અ.સ. પાસે મદદ માંગી...

ત્યારે ઇમામ અ.સ. એ કહ્યું કે અલ્લાહની કસમ અત્યારે તો મારી પાસે કઈ નથી... એટલે કે કઈ પૈસા નથી કે જેથી હું તારું કરઝ.... અદા કરાવી શકું...

એટલે એ માણસે ઇમામ અ..સ ને બીજી રિકવેસ્ટ કરી કે...

અગર આપની પાસે પૈસા નથી તો મારી એટલી મદદ કરો...

કે મને પેલા માણસ પાસેથી થોડો સમય અપાવી દો, થોડી મુદ્દત અપાવી દો... જેની પાસેથી મે કરઝ લીધું છે... કેમ કે પેલો માણસ મને બહુ ડરાવે છે (મારા પર બહુ ગુસ્સો કરે છે ) અને મને ધમકાવે છે..

ઇમામ એ વખતે શું કરી રહ્યા હતા...? ખાન એ કાબાનો તવાફ કરી રહ્યા હતા ને..!

છતાં ઈબ્ને અબ્બાસ એ રિવાયતમાં આગળ જણાવે છે કે ઇમામ અ.સ. એ તે મકરૂઝ  અને જરૂરતમન્દ માણસની વાત સાંભળીને તવાફ અધૂરો છોડી દીધો...!

અને ઇમામ અ.સ. તે માણસની મદદ માટે નીકળી પડ્યા...!

આ જોઈને ઈબ્ને અબ્બાસ કહે છે કે અય ફરઝંદે રસૂલ (સ.અ.વ. ) આપ તો એઅતેકાફમાં બેઠા છો... (એટલે એઅતેકાફ અધૂરો વચ્ચે છોડીને તો બહાર ના જવાય !)

એટલે ઇમામ અ.સ. એ ફરમાવ્યું કે...

મારા વાલિદ ઇમામે અલી અ.સ. થી મે સાંભળ્યું છે કે રસૂલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું છે કે...

મોઅમીનની હાજત પૂરી કરવી, મોઅમીનની મદદ કરવી એ નેવું હજાર ( 90 THOUSAND ) વર્ષની ઈબાદત કરવાને બરાબર છે...! અને એ પણ એવી ઈબાદત જેમાં દિવસના રોઝા રાખ્યા હોય અને આખી આખી રાતો અલ્લાહની ઇબાદતમાં કયામમાં (એટલે કે ઉભા રહ્યા ) હોય...

આ કિસ્સો સાંભળીને મોહસિનના દિલ પર બહુ ગહેરી અસર થઇ... અને બીજા દિવસથી એ મમ્મીની અને ઘરમાં બધાની પૂરી હેલ્પ કરવા લાગ્યો...

કઈ રીતે..?

મોહસિને વિચાર્યું કે....

ઇમામ અ.સ. એઅતેકાફમાં હતા....
મસ્જીદુલ હરામમાં હતા....
ખાન એ કાબા નો તવાફ કરી રહ્યા હતા.....

છતાં પણ એક અજનબી મોમીનની મદદ માટે ઇમામ અ.સ. એ તવાફ પણ અધૂરો છોડી દીધો...

તો હું મારા મમ્મી ડેડી, ભાઈ બહેન બધાની  હેલ્પ માટે મોબાઈલ ગેઈમ કે બીજા ફુઝુલ કામો કેમ ના છોડી શકું...!

***
જો આપણી સાથે પણ આવું થતું હોય તો આ કિસ્સો આપણે હંમેશા યાદ રાખવો જોઈએ અને મોહસિનની જેમ તેના પર જરૂર અમલ કરવો જોઈએ...

વસ્સલામ

No comments:

Post a Comment