Tuesday, December 3, 2019

Lesson - 29 - *હઝરતે આદમ અ.સ.* PART-1

*بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ*


*ISLAMIC DARS FOR KIDS*

Date 23/11/2019

Lesson - 29

---------------------------------------

Topic: હઝરતે આદમ અ.સ.

---------------------------------------


અલ્લાહે હઝરતે આદમ અ.સ. ને બનાવવા પહેલા ફરિશ્તાઓને કહ્યું કે *હું જમીન પર મારો એક ખલીફા મોકલવાનો છું, એટલે કે મારા તરફથી કોઈને જમીન પર મોકલીશ...*

આ સાંભળીને ફરીશ્તાઓએ કહ્યું કે અય અલ્લાહ... *એ તો જમીન પર જઈને ઝગડાઓ કરશે, ફસાદ કરશે... અને અમે તારી તસબીહ પડીએ છીએ.. તારી હમ્દ - તારીફ કરીએ છીએ..!*

તો ખબર છે અલ્લાહે શું કહ્યું ? *અલ્લાહે કહ્યું જે હું જાણું છે એ તમે લોકો નથી જાણતા..!*

પછી અલ્લાહે માટીમાંથી હઝરતે આદમ અ.સ. ને પૈદા કર્યા....
અલ્લાહે હઝરતે આદમ અ.સ.માં *અહલેબય્ત અ.સ.નું નૂર રાખ્યું હતું...* એટલે કે હઝરતે આદમ અ.સ.ની નસ્લથી જ આપણા પયગંબર સ.અ.વ. અને એમની અહલેબય્ત અ.સ. પૈદા થવાના હતા...

હજી હઝરતે આદમ અ.સ.માં જીવ નહોતો.. મતલબ કે એમાં રૂહ નહોતી....
એટલે અલ્લાહે ફરીશ્તાઓને કહ્યું કે જયારે *હું આમાં રૂહ ફૂંકું ત્યારે તમે બધા જ સજદામાં જતા રહેજો....* અલ્લાહે એહલેબયતના નૂરની તાઝીમ (respect) માટે સજદો કરવાનું કહ્યું હતું.

અને જયારે અલ્લાહે રૂહ ફૂંકી ત્યારે *બધા જ સજદામાં જતા રહ્યા પણ ઇબ્લીસ એટલે કે શૈતાન સજદામાં ના ગયો...!*
ખબર છે શૈતાન *શા માટે સજદામાં ન ગયો* અને એણે અલ્લાહને શું કહ્યું ..?

એણે અલ્લાહને કહ્યું કે *તે મને આગથી બનાવ્યો છે અને આ આદમને તો તે માટીથી બનાવેલ છે....*.
અને *આગ તો માટી કરતા અફઝલ છે... better છે....!* માટે હું આ માટીના પૂતળાની respect માટે સજદો ન કરું...!
એટલે કે *શૈતાને તક્બ્બુર કર્યું.... ઘમન્ડ કર્યો....!*

શું અલ્લાહને *તક્બ્બુર પસંદ છે ? નહિ...!* અલ્લાહને તક્બ્બુર કરનાર બિલકુલ પસંદ નથી... એટલે  *અલ્લાહે એને પોતાની બારગાહમાંથી કાઢી મુક્યો..* 
તફસીરમાં છે કે ઇબ્લીસ  ખરેખર ફરિશ્તાઓમાંથી નહોતો, પણ જિન્નાતોમાથી હતો...

પણ એણે અલ્લાહની બહુ  એટલે બહુ જ ઇબાદત કરી હતી... માટે અલ્લાહે ઇબ્લીસને ફરિશ્તાઓની line માં જગ્યા આપી દીધી... ફરિશ્તાઓનો મર્તબો આપી દીધો હતો...
પણ અલ્લાહે જયારે ઇબ્લીસને પોતાની બારગાહમાંથી નીકળી જવાનો હુકમ આપ્યો...
ત્યારે તેણે અલ્લાહ પાસે મોહલત માંગી કે મને મોહલત આપ કે હું ઇન્સાનોને બહેકાવું, *નેકીઓથી રોકુ અને બુરાઈ તરફની દાવત આપું...!* અને અલ્લાહે એને મોહલત આપી...

આ તરફ અલ્લાહે હઝરત આદમ અ.સ. ને *પંજેતનનાં નૂરના નામો શીખવ્યા...* એટલે કે અલ્લાહે *પંજેતન  અલયહીમુસ્સલામનું નૂર* હઝરતે આદમ અ.સ.ની પણ પેહલા બનાવ્યું હતું...!
પછી અલ્લાહે હઝરતે આદમ અ.સ. અને જનાબે હવ્વા ને કહ્યું હતું કે જન્નતમાં બધું જ ખાજો પીજો પણ કોઈ એક ઝાડ અલ્લાહે કહ્યું હતું એની પાસે ન જતા...

પણ શૈતાન હઝરતે આદમ અ.સ. ને ધોકો આપીને, cheating કરીને એ ઝાડ પાસે લઇ ગયો...!! 
જો કે હઝરતે આદમ અ.સ. એ ઝાડ પાસે ગયા એ ગુનાહ નહોતો ..પણ એને *તર્કે અવ્લા* કહેવામાં આવે છે....

તર્કે અવ્લા એટલે ગુનાહ નહિ પણ *જે બેહતર હોય એ છોડી દેવું* એવો મતલબ થાય છે...
જેમ કે એક બાળકને એના મમ્મી એમ કહે કે ચોકલૅટ નહિ ખાવાની બેટા.... છતાં એ બાળક ચોકલેટ ખાય (અને એ પણ જાણી જોઈને નહિ પણ એને કોઈ ધોકાથી ખવરાવી દે..!) તો એ તર્કે અવ્લા કયું કહેવાય..)  મતલબ કે ચોકલેટ ખાવી  ગુનાહ નથી... પણ કેમ કે મમ્મીએ ના પાડી હતી એટલે *ન ખાવી બેહતર હતી.*.

પછી અલ્લાહે *હઝરતે આદમ અને જનાબે હવ્વા બંનેને દુનિયામાં મોકલ્યા...*
પણ અલ્લાહે દુનિયામાં બંનેને *અલગ અલગ જગ્યાએ* મોકલ્યા હતા...

પછી હઝરતે આદમ અ.સ. એ *અલ્લાહથી દુઆએ કરી* અને અલ્લાહે એમની *દુઆ કબૂલ કરી* અને એમને જનાબે હવ્વાથી મેળવી દીધા....  *અને બંને દુનિયામાં રહેવા લાગ્યા.*


વસ્સલામ


----------------------------------

No comments:

Post a Comment