Tuesday, December 24, 2019

LESSON 54 - આસાન એહકામ - તહારત - પાર્ટ-2

بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

યા અબા સાલેહ અદરિકના
------------------------------------

SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS

Date 23/12/2019

------------------------------------------
LESSON 54 - આસાન એહકામ - તહારત - પાર્ટ-2
---------------------------------------------

ઝૈદના ઘરમાં એક સ્વિમિંગ પૂલ છે...  આ સ્વિમિંગ પૂલ પાણીથી ભરેલો છે... આખો પૂલ ભરેલો છે... અને પાણી 384 લીટર કરતા વધારે છે....! તો આ પાણી કુર કહેવાશે કે કલીલ ?

કુર પાણી કહેવાશે ને..?

હવે એ પૂલમાં કઈંક નજિસ ચીઝ પડી ગઈ... તો પાણી નજિસ થઇ ગયું ...?

ના.. નજિસ નથી થયું.. પણ તેમાં એક શર્ત છે...? યાદ છે..? લાસ્ટ લેસનમાં આપણે શીખી ગયા...!

શું શર્ત છે ?

શર્ત એ છે કે....

એ નજીસ ચીઝના કારણે પાણીના કલર, સ્મેલ કે ટેસ્ટ...! આ ત્રણમાંથી એકેય માં ચેન્જ ના આવવો જોઈએ...! રાઈટ ..?

જો ત્રણમાંથી એક માં પણ ચેન્જ આવી ગયો તો પાણી.... નજિસ થઇ જશે...! બરાબર...!

***

હવે.... સઇદના ઘરે મજલિસ છે... મજલિસમાં તબરરુક માટે  લીંબુ શરબત બનાવ્યું છે...

એક મોટી.... ટેંકમાં શરબત બનાવ્યું છે...!!! અને એ શરબત કેટલું બધું હતું ખબર...? 384 લિટરથી પણ વધારે...! અરે..... 500 લીટર જેટલું શરબત હતું...!!

એટલે કે કુર પાણી કરતા પણ વધારે એ શરબત હતું..? હા...

હવે એ શરબતમાં ભૂલથી કોઈએ નજિસ હાથ નાખી દીધો...!

પણ એ નજિસ હાથ શરબતમાં અડવાને કારણે... શરબતમાં કલર, સ્મેલ કે ટેસ્ટ માં એકેયમાં ... કોઈ પણ ચેન્જ નથી આવ્યો..!

તો હવે એ શરબત પાક છે કે નજિસ ?

એ શરબત.... નજિસ છે...!

કેમ નજિસ ..? એ તો કુર કરતા વધારે કવોન્ટિટીમાં હતું...! અને કલર, સ્મેલ, ટેસ્ટ, કંઈ ચેન્જ પણ નથી થયું.... તો પણ નજિસ..?

હા... તો પણ નજિસ...!

કારણ..?

કારણ કે શરબત કવોન્ટિટીમાં તો કુર કરતા પણ વધારે હતું... પણ ..... એ મુત્લક પાણી નહોતું...  એટલે કે પ્યોર પાણી નહોતું..!

તો કયું પાણી હતું ?

એ મુઝાફ પાણી હતું...!

અને કુર પાણીનો નજિસ નહિ થવાનો જે મસઅલો છે.... એ કયા પાણી માટે છે ? એ તો મુત્લક પાણી માટે છે ને.... મુઝાફ પાણી માટે થોડો છે...?

એટલે કે શરબત કુરથી વધારે હોવા છતાં... જરા પણ નજાસત લાગશે તો પણ બધું શરબત... નજિસ થઇ જશે..! કારણ કે એ મુત્લક પાણી નથી.... પણ ... મુઝાફ પાણી છે...!

તો આપણે શીખી ગયા મસઅલા નમ્બર - 45  નો એક હિસ્સો...!

છે ને આસાન એહકામ..?

***
હવે આ એક એક્સરસાઇઝ તમારા માટે...

તાહિર ઘરે આવ્યો... ઘરે કોઈ નહોતું.... નમાઝનો સમય થઇ ગયો હતો... વઝુ કરવા વૉશ બેસીનનો નળ ખોલ્યો તો પાણી નહોતું આવતું....

હવે બાલ્ટીમાં થોડું પાણી હતું... પણ એણે વિચાર્યું કે બાલ્ટીમાં જે પાણી છે એ નજિસ છે કે પાક ...? આમ તો જનરલી પાક જ હોય છે... પણ આજે ઘરમાં કોઈ છે નહિ તો પૂછવું કોને..?

તો તાહિરે એ પાણીથી વઝુ કરવું જોઈએ... કે ના કરવું જોઈએ...?

જવાબ માટે તમારા પેરેન્ટ્સની હેલ્પ લ્યો... તવઝીહુલ મસાએલની પણ હેલ્પ લઇ શકો...

તવઝીહુલ મસાએલમાંથી મસઅલો ફાઇન્ડ કરવા માટે મસઅલા નમ્બર જોઈએ છે ? મસઅલા નમ્બર છે 52 ...!

અચ્છા.. તવઝીહુલ મસાએલ પણ હાલ રેડી ન હોય તો....?

જસ્ટ અહીંયા ક્લિક કરો અને મસઅલા નમ્બર - 52  વાંચો.. 
👇👇👇
https://salehkids.blogspot.com/2019/12/lesson-54-2.html

પણ તાહિરે એ પાણીથી વઝુ કરવું જોઈએ કે નહિ ? તેને  મદદ જરૂર કરો...!😊


વસ્સલામ .

No comments:

Post a Comment